Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૧]
વિદ્યા,
.
[૩૧૧.
(ભાવાર્થ) વિદ્યા વિનયની દાના છે તેથી વિનયની યોગતાને પમાય છે. એનાથી ધન મળે છે. ધનથી દયાદાન થાય છે. અને દયાદાનથી સુખ મળે છે. તે મારા સ્વધર્મી ભાઈઓ આવી અમુલ્ય વિદ્યા રુપી કેળવણીના ક૯પ વૃક્ષને મુદીતમો શામાટે અન્ય અપેક્ષાઓ રાખે છે. ભાઈઓ, ધનવાન માણસ તે પિતાના દેશમાંજ પુજાય છે. પણ વિદ્યા વાળો માણસ તો સર્વ કાળમાં અમર રહે છે. રાજા તે પિતાની સતાના બળથી જ્યાં સુધી પોતાની જીંદગી હોય છે ત્યાં સુધી પુજાય છે, પણ વિદ્યાવાન માણસ તે તેના બનાવેલા પુસ્તકેથી જ્યારે તે પુસ્તક વાંચીએ ત્યારે તે મરણમાં આવે છે ને પૂજાય છે. તે ભાઈઓ આવી અમુકય વિદ્યાને શા માટે તમો ગ્રહણ કરતા નથી. વિદ્યા ગુહ્ય ધન છે. ને તે જેમ બીજાને દાન તરીકે આપે છે તેમ વધતું જ જાય છે. વળી વિધાદાન સર્વ દાન કરતાં શ્રેષ્ઠ છે. કારણકે અન્નદાનથી તે તેની સુધા શાંત થાય છે પણ પછી સુધા લાગે છે. દ્રવ્યદાન પણ રહેતું નથી પણ વિદ્યાપી દાનથી તે તે અને તેનું આખુ કુટુંબ સુખી થાય છે. કારણ કે જે પિતે વિદ્યા સંપાદન કરી હશે તે તે પોતાનાં બોલબચ્ચાંને વિદ્યા આપતાં શીખશે ને તેથી તે બધા પિતાની જીદગી એક સારા વિદ્વાન સગ્રહસ્થની પેઠે ગુજારશે. તે ભાઈઓ આપણી જન કામમાં વિદ્યાની મહાન જરૂર છે. પહેલાંના ઇતિહાસ વાંચે તે તમને માલુમ પડશે કે આપણામાં કેવા કેવા વિદ્વાન આચાર્યો થઈ ગયા છે કેવા કેવા વિદ્વાન જનો હતા. ભાઈઓ આપણામાં હેમચંદ્રાચાર્ય થઇ ગયા છે તેમણે કરે છે કે પોતાના વિદ્યા બળથી બનાવેલા હતા. મને કહેતાં હર્ષ થાય છે કે તેમનું બનાવેલું સંસ્કૃત વ્યાકરણ અત્યારે સોસાયટીમાં દાખલ થયું છે તે ભાઈઓ તે કેવા વિદ્યાવાન હશે તે આ ઉપરથી જણાય છે. મ રે જણાવવું જોઈએ કે આપણું મહારાજ શ્રી હીરવિજ્યસુરી અગાઉ થઈ ગયા તેમણે પિતાના વિદ્યાના બળથી અકબર બાદશાહ જેવા મોગલ બાદશાહને પણ વશ કર્યો હતો. ને તેના રાજ્યમાં શૈવધ અટકાવ્યો હતો એટલું જ નહીં પણ જનોના તહેવારનાં દિવસમાં પાપ નહીં કરવા માટે સખ્ત કાયદે ઘડે હતે. તેપણ ભાઈઓ વિદ્યાનાજ બળથી. આપણામાં ભેળસે સતીઓનાં જે નામ દેવાય છે તે પણ વિદ્યાના બળથી જ પિતાનું શિયલવ્રત પાળી પિતાના પતિને પરમેશ્વર તુલ્ય માનતી હતી. પણ જે તે બેહમાં કેલવણી ન હેત તે તેમનામાં પણ આવા સદવિચાર આવત? તેને દિર્ધ દૃષ્ટિથી વિચાર કરે. ત્યારે અત્યારે મારી અભણ બેહેને પિતાના પતિને રંજાડે છે વિતાડે છે. ને પિતાના શિયળત ને પણ સાચવવાને અશકત બને છે. તે શાથી બન્યું? કેળવણીની ખામીને લીધે જ. તે મારા પવિત્ર જૈન ભાઈઓ તમારા ભાઈઓની ઉન્નતીના અર્થે તમારી કોમના અભ્યદયને અર્થે ને તમારા દુઃખી થતા જૈન ભાઈઓના ઉદ્ધારને અર્થે કેળવણીને બહોળો પ્રચાર કરે. કેળવણું રૂપી કલ્પ વૃક્ષનું જે બી આપણી મહાન કેન્ફરન્સ તરફથી વાવવામાં આવ્યું છે તેને પાણું રૂપી તમારા દ્રવ્યની મદદ આપો તે પછી તે વૃક્ષ કેવું સુંદર કાળાં પાંદડાંથી સુશોભીત થશે. તે ભાઈઓ તમારા દ્રવ્યને ઉપયોગ કરવાને આ ઉત્તમ માર્ગ ફરીફરીને તમને મલવાનો નથી. જે કામ એક માણસ પોતાની જાતે કરે છે તેના કરતાં સર્વ ભેગાં થઈ