Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૯].
જૈન લગ્નવિધિ–શાસ્ત્રાનુસાર સાબીત.
ઉ–આર્ય જન વેદના મંત્રોથી થાય છે. પ્ર–જન વેદના મંત્રો શી રીતે ઓળખાય? ઉ૦-તે મંત્રની આદિમાં “ હાર્દ અને અંતમાં કહ્યું આવા પદે આવે છે. પ્ર–એ મંત્રને ઉચ્ચાર કરતી વખતે પવિત્રતા રાખવાની જરૂર છે કે નહી.? ઉ૦ -બને તેટલી પવિત્રતા રાખવાની જરૂર છે. પ્ર–લગ્ન મહોત્સવમાં તેવી પવિત્રતા કેમ રાખી શકાય? ઉ–આ વિધિને પ્રસંગ ગૃહસ્થને લગતે છે તેથી તે વખતે જેટલી ઘટે તેટલી જ
પવિત્રતા રાખવી યોગ્ય છે. પ્ર–કેવી પવિત્રતા રાખવી? ઉ –જે ઠેકાણે લગ્ન વિધિ થાય તે મંડપમાં મંત્ર બોલનાર ગૃહસ્થ ગુરૂ શુદ્ધ
થઈ બધાં વસ્ત્રો શુદ્ધ પહેરી પિતાને બેસવાની જગ્યા શુદ્ધ રાખી જૈન
વિધિના મંત્ર બેલે, તેમ થવું જોઈએ. પ્ર-કદી બીજા લોકો અશુદ્ધ હોય અને તેની આસપાસની જગ્યા અશુદ્ધ હોય - તે કેમ કરવું? - ઉ–તેવી અતિ પવિત્રતા જોવાની જરૂર નથી. આ પ્રસંગે જન સમુહમાં તેવી
શુદ્ધિ રહી શક્તી નથી. વળી ગૃહસ્થાચારને વિધિ છે તેથી તેવી અતિ શુદ્ધ
ન બને તે કાંઈ જરૂર નથી. પ્ર–તેવી ઉત્તમ શુદ્ધિ સિવાય જૈન વિધિના મંત્રો કેમ બેલાય? ઉ-વિવાહ પ્રસંગના મને ગમે ત્યાં વકતા શુદ્ધ હોય તે બેલી શકે છે. વર
ઘેડાનો મંત્ર રસ્તામાં ચાલતાં ગૃહસ્થ ગુરૂને બેલ એમ કહેલું છે. પ્રજેન લગ્નવિધિમાં મુખ્ય કેટલી ક્રિયાઓ આવે છે અને તેના નામ શું? ઉ૦-સેળ ક્રિયાઓ આવે છે, (૧) માતફાસ્થાપન (ર) સપ્તકુલકર સ્થાપન (૩)
વધેડાને શાંતિમંત્ર (૪) હસ્તમેળાપ (૫) અગ્નિસ્થાપન (૬) હેમ (૭) પ્રમાભિષેક (૮) રોચ્ચાર (૮) મંડપ વેદપ્રતિષ્ઠા (૧૦) રણપ્રતિષ્ઠા ,
(૧૧) અગ્નિપ્રદક્ષિણું (ચાર ફેર) (૧૨) કન્યાદાન (૧૩) વાસક્ષેપ (૧૪) બીજી . અભિષેક (૧૫) કરમેચન (૧૬) આશિર્વાદ. પ્ર–એ કિયામાં ક્યાં કયા મંત્રે આવે છે. ઉ૦-માતૃકાસ્થાપનમાં, સાત કુલકરસ્થાપનમાં, વરડામાં, હસ્તમેળાપમાં, હેમમાં,
પહેલા અભિષેકમાં, દેત્રોચ્ચારમાં, અગ્નિપ્રદક્ષિણમાં અને કરમચનમાં આર્ય જેન વેદના મંત્રો આવે છે. અને વેદી પ્રતિષ્ઠામાં, તેરણ પ્રતિષ્ઠામાં, અગ્નિ
સ્થાપનમાં, વાસક્ષેપમાં અને છેલા અભિષેકમાં તે તે દેવતાના મંત્ર આવે છે. પ્ર–આ જૈનવિધિ પ્રમાણે લગ્ન કરવાથી શું ફાયદે થાય? ઉ૦-દરેક સંસ્કાર કરવાથી ભવિષ્યમાં સંતતિને વિષે ઘણું ઉન્નતિ ભરેલા
સુધારા થઈ જાય છે તેમ આ લગ્નવિધિના સંસ્કારથી વરકન્યાના જોડાને