Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૧]
તેરેમાં ખરવાસનું દરદ, અને તેની સારવાર.
[૩૧૩
સંભાળ રાખવી એ પણ ખાસ જરૂરનું છે. ઢેરને અંધારા અને હવા વિનાના ઓરડાઓમાં નહિ ોંધી રાખતાં સ્વચ્છ હવાવાળા અને સૂર્યનું અજવાળું અંદર પ્રવેશ કરી શકે તથા પવન આવજાવ કરી શકે તેવા ઓરડાઓમાં બાંધવાં એ ખાસ અગત્યનું છે. જે તબેલામાં ઢેરો બંધાતાં હોય તેની જમીન ઉપર દીવસમાં એક, બે, વખત solution of Phenyle અથવા Carbolic Lotion વીગેરે Disinfecting Fluids (જંતુનાશક) છંટાવવાં.
દવાદાર તથા સારવાર–ઉપર જણાવ્યા પ્રમાણે સાજાં તથા બીમાર રે માટે સ્વચ્છતાના Preventive ઉપાયો લીધા પછી, માંદાં ઢેરાની નીચે પ્રમાણે દવાદારૂ કરવી
પ્રથમ દિવસમાં બે વખત ગરમ પાણીથી ઠેરની ખરી ધેરાઈ નાંખી, સ્વચ્છ કરવી અને તેમાં થોડુંક Phenyle (ફીનાઈલ) લગાડવું અને ત્યાર બાદ ફટકડી રુ. ૧ ભાર, કંકણખાર રૂ. ૧. ભાર કાંસાજણ રુ. ૧. ભાર, કપુર . ૧ ભાર, મોરથુથુ રૂ. ૦= ભાર, કોલસે છે. ૬ ભાર. એટલી દેશી દવાઓને સાથે ખાંડીને તેનું મીશ્રણ કરી તેમાંથી જરૂર જઈ ભુકે પગના જખમમાં દાબ.
હવે જે જાનવરના મેઢામાં પણ Ulcers દેખાતાં હોય તેને માટે ફટકડી રૂ, બા ભાર, પાણી રૂ.૪૭ ભારનું મિશ્રણ કરી તેમાંથી અડધું હવારે અને અડધું રાત્રે, એમ બે વખત મેઢું ધોવું, અર્થાત મેઢાનાં Ulcers (ચાંદા) ઉપર પાણી છંટકારવું.
એ પ્રમાણે બ.સ્થાપચાર કરવા અને તેને પીવાના પાણીમાં રૂ. ૧ ભાર સુરોખાર (Nitre) દીવસમાં બે વખત આપવું.
ગામડખા ખેડુત ને રેતીમાં ઉભાં રાખે છે તે નુકસાનકારક છે-- કેટલીક વખત ગામડાના ખેડુતે જે હેરને આવો રોગ દેખાયો હોય તેને ગરમ રેતીમાં ઉભાં રાખે છે અને જો કે, તેથી ઢેરેને ફાયદો થતો હશે તે પણ તે રીત કઈ પણ રીતે પસંદ કરવા જેવી નથી કારણ કે તેથી કરીને કોઈ વખત રેતીની કાંકરી તેના ચાંદામાં પેસી જાય છે અને તેથી અંદર મસા પડે છે અને તેને લઈ હેરને વધારે વખત વ્યાધિ ભેગવવી પડે છે અને કેટલાંકના પગ તે જીંદગી સુધી લંગડાય છે. માટે તે રીત છોડી દેવા ભલામણ કરવામાં આવે છે.
0 ખરવાસ વાળી ગાય અથવા ભેંસ વિગેરેનું દુધ માણસેને પણ નુકસાન કારક છે- છેવટમાં જે ઢોરને ખરવાસ થયો હોય તેવી ભેંસ–ગાય-બકરી વીગેરેનું દુધ ભાણાના પીવામાં આવે છે તેથી ઝાડા (Diarrhoea) થવાની ધાસ્તી રહે છે માટે તે દુધ ઉપયોગમાં લેતા પહેલાં તેને સારી રીતે ઉકાળવું એ સલાહકારક છે.
મતલબ ઉપર મુજબ તે રોગ વિશે હકીકત તથા દવાદારૂ અને સારવાર બતાવેલાં છે તે તે પ્રમાણે જે અમલ થશે તે આ રોગથી ઢોરને ઓછું કષ્ટ વેઠવું પડશે અને તેથી ખેતીવાડીના પાકને નુકસાન પણ ઓછું લાગવાને સંભવ છે.