Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૧]
ઉપદેશકના ભાષણથી થયેલા ઠરાવે.
[૩૦૫
સહેલાઈથી થયું છે. મને મી. વાડીલાલની કામ કરવાની શકિત સંબંધે ઘણું સારૂ માને છે. અને આશા છે કે તેઓ સારા ઉત્સાહથી ભાષણ વખતે પોતાની જોન કેમ તરફ જેટલા દબાણથી વિષયને ચર્ચા છે. તેટલાજ દબાણથી બીજી કોને પણ કહેતા રહેશે તે જૈન કોમ સાથે બીજી વ્યકિતઓ પણ સુધરતી જશે. કાલીદાસ દેવદત જપ્તીદાર
મેઘરજ માહાલકરનું સટીફીકેટ–મને અતી ઉત્સાહ સાથે હર્ષ થાય છે કે ગઈ કાલજ ટીટાઈ ગામના ઉપાશ્રયમાં ઉપદેશક મી. વાડીલાલના અનુમોદનથી એક સભા ભરાઈ હતી. તેમાં આશરે ત્રણસે માણસે (સ્ત્રી પુરૂષ મળી) હાજર હતાં. મારૂં અચાનક આ ગામે આવવું થતાં સદરહુ સભામાં હાજર થવા મને આમંત્રણ થવાથી હું પણ હાજર થયા હતા. અને સભાનું પ્રમુખસ્થાન સંધના આગ્રહથી મારે સ્વીકારવું પડ્યું હતું. ઉપદેશક મી. વાડીલાલે સપ વિષે ભાષણ આપ્યું હતું. તેમાં જે દષ્ટાંત આપ્યાં હતાં તેથી તેમની વિદ્વતા સારી જણાઈ હતી, અને ભાષણની અસર સારા પાયા ઉપર થઈ હતી.
સાંભળવા પ્રમાણે મી. વાડીલાલે મારા અહીં આવતા પહેલાં બે ભાષણે જુદા જુદા વિષય ઉપર આપ્યાં હતાં જેની અસર જૈન અને અન્ય કોમમાં ઘણી જ સારી થયા નું જણાય છે. હું દિલગીર છું કે એ ભાષણ સાંભળવાને લાભ હું લઈ શકો નહતો. સાંભળવા પ્રમાણે પ્રથમ થએલાં ભાષણથી ઘણાં માણસોએ દુરવ્યસન નહીં કરવા તથા પરદેશી ચીજો નહીં વાપરવા અને નઠારા રીવાજ બંધ કરવા પ્રતીજ્ઞા લીધી હતી એ જ રીતે તેમનાં ભાષણથી ઘણા ખરા ઠેકાણે સારી અસર થવાને તેમની પાસેના દાખલા જોઈ હું ખુશી થયો છું. ગઈકાલ સંપ વિષેના ભાષણમાં તેમની કાવ્યશકિત પણ ઉમદા હતી, તેમ તેમની સાથે મી. પુંજાલાલે તેમની વયના પ્રમાણમાં વિવેચન બહુ સારું કર્યું હતું.
આ પ્રમાણે દરેક ગામે ઉપદેશ આપશે તે તેની બહુ સારી અસર થશે. તેથી સંસાર સુધારાને તથા કોન્ફરન્સને ભવિષ્યમાં સારો લાભ થશે. એમ હું આશા રાખું છું. તા.૨૨-૮-૧૧,
ભવાન પદમશી શાહ માહાલકરી તાલુકે મેઘરજ. સીરિ–ઉપદેશક મી. અમૃતલાલ વાડીલાલે અત્રે આવી કોન્ફરન્સના હેતુઓ ઉપર અહીંના ફોજદાર સાહેબ તથા બીજા અન્ય કોમના સદગૃહસ્થ તથા જૈન સંઘ સમસ્ત રૂબરૂ ઘણું વિષય ઉપર ભાષણ આપ્યાં હતાં. તેથી લોકોના મન ઉપર સારી છાપ પડતી હતી. ક્રોન્ફરન્સ આવા ચાલાકને બાહોશ ઉપદેશકે પ્રજાની તેમજ કામની ઉન્નતિ અર્થે ફેરવે છે તે જાણી ઘણે આનંદ થાય છે. અત્રે પહેલાં કેન્ફરન્સના માણસેએ આવી પચીશ ઠરાવ કરાવ્યા છે. મી. અમૃતલાલના ભાષણથી આ ઠરાવો ઉપર સારે ભાસ બેઠો છે જેથી તે ઠરાવો લખ્યા નથી. તા. ૧૫-૮-૧૧