Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૨૬ ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[એપ્રીલ
જાગૃતિ થશે એમ હમારું માનવું છે અને આપની તરફથી નીકળેલી સુકૃત ભંડારની યોજના ને તેમના ભાષણથી ટીપ કરી આપી છે આપની વીજ્યવંતી મહાન કેન્ફરન્સને દિન પર દિન ચડતી થાઓ એવો અમે સકળસંઘ ઇચ્છીએ છીએ એજ તા ૭-૩-૧૯૧૧.
સંધ મસત સહી દઃ પુંજાલાલ પ્રેમચંદ શાહ પરભુદાશ માનચંદ સહ, હેમચંદ પરભુ શાહ, વનમાલીભાઈ માનચંદ સહી દ. હેમચંદભાઈ પરભુદાસભાઈ
–
–:૦:—
–
લી. અમરાભાઈ નામુવાડાના સંધ અસ્ત. જ્યજીનેં સાથે લખવાનું જે ઉપદેશક મી. વાડીલાલ સાકળચંદે અતરે આવી અમારા ગામના ઠાકોર સાહેબ. ગલભાઈ દાલભાઈ ચોહાણ તથા ચેહાણ રતનશીંગ જસુભાઈ બંને ઠાકોર સાહેબે જીવ હીંસા નહી કરવી તેંમજ દારૂ નહી પીવો તેમજ મિસ ભક્ષણ કરવું નહી તેવી પ્રતિજ્ઞા લીધી છે એ પ્રતીજ્ઞાઓ અમારા બાપના બોલ સહીત પાળીએ આખું ગામ તેમના તાબામાં હોવાથી પોતે પ્રતીજ્ઞાઓ લેવાથી પોતાના ગામમાં તેમજ આજુબાજુના ગામમાં બનતો પ્રયાસ કરી બંધ કરાવશે તેવું તેમણે પિતાની અંતઃકરણની લાગણીથી કહયું છે. સુકૃત ભંડાર ફંડના રૂા. ૧૩ સંઘમાંથી કરી આપવા ઠાકોર સાહેબે પ્રયાસ કર્યો છે.
શેઠ ડાહ્યાભાઈ ધરમચંદની સહી દઃ પિતે ઠકર ગલાભાઈ દાલભાઈ સહી : પિતે શા. માણેકચંદ ગલાબચંદની સઈ દઃ શાહ જમનાદાસ માણેકચંદ. ઠકર રતનશંગ જસુભાઈ સઈ દ: પતે.
હળવદ તા. ૨૧-૩-૧૯૧૧. હળવદમાં કેન્ફરન્સ તરફથી નીમાયેલ ઉપદેશક મી. દેવશી પાનાચંદ રાજકોટવાળા આવતાં, અહીંના શ્રી સંઘે સુકૃત ભંડાર ફંડની યોજનામાં ચુલા દીઠ રૂ. ૧-૪-૦ પ્રમાણે ઉઘરાવી એકંદર રૂ. ૧૧-૮-૦ ની રકમ તેઓને આપી તેની પહોંચી અને તેઓ તરફથી આપવામાં આવી છે.
ગઈ રાત્રે એક જૈન સભા બેલાવવામાં આવી હતી તે પ્રસંગે મ. દેવશી પાનાચંદ રાજકોટવાળાએ કન્યા વિક્રય, કુરિવાજ, કેળવણી, સંપ અને સત્સંગ વગેરે વિષય ઉપર
એક સામાન્ય ભાષણ આપેલ હતું અને તે વિષય ઉપર વિષેશ વિવેચન અત્રેના શા. વિરપાળ હંશરાજ વકીલે કરેલું હતું કન્યા વિક્રયના ભાષણથી શ્રેતાઓ ઉપર સારી અસર થતાં સભાની અંદરજ અત્રેના પંદર શ્રાવકોએ કન્યા વિક્રય નહિ કરવા સંબંધે પચખાણ લીધાં હતાં અને ત્યાર પછી સુકૃત ભંડાર ફંડમાં દર સાલ ચુલા દીઠ ચાર આના આપવાનો ઠરાવ પસાર કરાવ્યો હતો સાહેબ? કોન્ફરન્સ તરફથી આવા ઉપદેશકે દેશના પ્રથમ પ્રથમ ભાગમાં મોકલવાની અમે અમારી અગત્યતા સ્વીકારીએ છીએ કેમકે તેથી