Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૨૮૪
જન કોન્ફરન્સ હેરલ્ડ.
" [સપ્ટેમ્બર
હતા તેમ વિજ્યહિરસુરીશ્વરજી મહારાજને જે ભૂમી ઉપર અગ્ની સંસ્કાર કરેલ તે ભૂમીપાસેના તમામ આંબા ફળી નીકળ્યા. આ વખતે વર્યા રૂતુ હતી, ભાદરવા સુદ ૧૧ ને દિવસ હતો, અગ્ની સંસ્કાર વખતે તે આંબાઓ ઉપર મહોર, ખાગઠી, કે કાચી કેરી એમાંનું કાંઈ નહતું છતાં એક રાત્રીમાં આંબાઓ ઉપર પાકલ કેરીઓ જે. જેથી શ્રાવ કોએ આ કળીકાળનું મહાન અખેરૂ માની કેરીઓ તેડી લીધી. તેમાંની કેટલીક ખંભાત, કેટલીક અમદાવાદના સુબા સાહીબખાનને, અને કેટલીક અકબર બાદશાહને એમ અનેક સ્થળે મોકલાવી. દરેકે તેનો ઉપયોગ લીધો, અને ખુશી થયા, તે સાથે તેવા મહાન જગદ્ગુરૂને વીરહ થવાથી બહુ દીલગીર થયા. શ્રાવકોએ જે જગ્યાએ તેઓ શ્રી દેહમુકત થયા તે જોએ ગાદીની અને જે જગ્યાએ અગ્ની સંસ્કાર કર્યો તે જગ્યાએ સ્થભ (પદુકા)ની સ્થાપના કરી. આંબાના રથળોએ અધ્યાપી પર્વત તેવા અનેક ચમકારે જોવામાં આવે છે પણ લેખ લાંબો થવાના યે તેનું વિવેચન મુતવી રાખ્યું છે.
આ તિર્થસ્થળની આધુનીક સ્થિતી.
આ તિર્થ સ્થળેની નીચે ઉના અને અજાર ગામની અંદર જાગીરો આવેલી છે અને તે બધા સ્થળોનો વહીવટ એકત્ર હોવાથી અના શાવક કોમના અગ્રેસર શાહના નામથી ઓળખાતા શાહ મુલજી અભરાજ વહીવટ કરતા, પાછળથી તે આસામી કાચી પડવાથી ભંડારની તમામ સિલક તેમને ત્યાં રહી. એક પાઈ પણ પતી નહિ, અને જાગીરો પાછળથી એક ગોરછ દબાવી બેઠો એટલે આવકનું સાધન પણ બંધ થયું. આથી આ સ્થળને ખર્ચ નીભાવો મુશ્કેલ થઈ પડયો, અને પુરાતન વખતના દેરાસર હોવાથી ઘણીજ ઇર્ણ રિથતિમાં આવવા લાગ્યાં, મહાન આસાતનાઓ થવા લાગી. આથી પ્રમાણુંદ કરસનજી નામના એક સુબ્રાવકે જીર્ણોદ્ધાર કરવાનું કામ હાથ ધર્યું. કેટલાક પૈસે પિતાના પદરને અને કેટલોક બહારથી લાવીને ખર્ચો. આથી કેટલોક ભાગ સુધારા ઉપર આવ્યા પણ નાણાની પુરતી જોગવાઈના અભાવે તથા પાછળથી તેઓ કાળ ધર્મ પામ્યાથી બાકીના જીર્ણોદ્ધારનું કામ બંધ રહયું. આથી કેટલાંક દેરાસરમાં હજુ ઘણું જીણું કામ જોવામાં આવે છે, અને તેને લઈ મહાન આસાતનાઓ થાય છે જે જોતાં કમકમાટ ઉપજે છે. અજીરા પાર્શ્વનાથજીનું શિખર ઘણું જીણું થઈ ગયું છે. તેમાંથી ભગવંત ઉપર વરસાદનું પાણી ટપકે છે તથા રંગમંડપ સમીપને ભાગ ઘણાજ ખરાબ થઈ ગયો છે. દીવના ત્રણે દેરાસરના પબાશણ અને રંગમંડપ તથા નીચેની ભૂમી લુણાવાળી હેવાથી ખવાઈ ગઈ છે, અને ઉના ગામ મધ્યેના શાંતિનાથજીનાં દેરાસરની ભમતીમાં આવેલી વીશ દેરીઓ તથા એ દેરાસરને રંગમંડપ અને પાર્શ્વનાથજી ? તથા તેમનાથજીના દેરાસરના રંગમંડપની સ્થિતિ પણ તેવી જ છે, આથી ભગવંત ઉપર - પુષ્કળ લુણવાળો કચરે પડે છે, વર્ષ રતુમાં પાણી ટપકે છે, અને ભોંયતળીઆની જમીનમાં પુષ્કળ ભેજ થાય છે. પબાસણ આદીમાં ખાડાઓ હેવાથી પખાલનું પાણી જ્યાં ત્યાં