Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૧]
આઠમી શ્રી જન શ્વેતાંબર કેન્ફરન્સ.
૨૯૧]
હજી પાંચમી જંબુસ્વામીને, હાંજી છઠી અને અણગાર; હાંજી સાતમી મેઘ મુનિસરૂ, હજી આઠમી એવંતી કુમાર. હાંજી શી. ૬ હાંજી સીતા કુંતા દ્રપદી, હાંજી દમયંતિ ચંદનબાલ હાજી અંજના ને પદ્માવતી, હાંજી શીયળવતિ અતિસાર. હાંજી શી. ૭ હાંજી અજબ બિરાજેરે ચનડી, હાંજી સાધુના શણગાર; હાંજી મેધ મુનિસર એમ ભણે, હાંજી શીયળ પાળે નરનાર. હાંજી શી. ૮
આઠમાં શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ.
- રીસેપ્શન કમીટી, આઠમી શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ રીસેપ્શન કમીટીની એક મીટીંગ તા. ૧૮-૮-૧૧ ના સરક્યુલર મુજબ તા. ૨૦-૮-૧૧ રવિવારે બપોરે ૧૨ વાગે (મુ. ટા) પાયધૂની પર શ્રી ગેડીજી મહારાજશ્રીના મંદીરના ઉપાશ્રયમાં મળી હતી તે વખતે લગભગ ૩૦ મેમ્બરો હાજર હતા
પ્રમુખસ્થાને શેઠ કલ્યાણચંદ શોભાગચંદ બરાજ્યા હતા.
બાદ સેક્રેટરીએ સરક્યુલર વાંચી સંભળાવ્યો હતો. ત્યાર પછી આગલી મીનીટ વાંચી પસાર કરવામાં આવી હતી.
આઠમી કોન્ફરન્સ ભરવાના સંબંધમાં લગભગ રાા કલાક સુધી લંબાણ વિચાર કરવામાં આવ્યો. છેવટે સર્વાનુમતે નીચેને ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.
- ઠરાવ, “આજે મળેલી રીસેપ્શન કમીટીની મીટીંગ ઠરાવ કરે છે કે હાલના સંજોગો જોતાં હાલ મુબઈમાં કેન્ફરન્સ તા ૧૫ મી જાનેવારીથી ૧૫ મી ફેબ્રુઆરી સને ૧૯૧૨ સુધીમાં ભરવી. તે દરમ્યાન પિટા કમીટીઓએ કામકાજ ચાલુ રાખવું.”
છેવટે પ્રમુખ સાહેબને ઉપકાર માની શ્રી ગોડીજી મહારાજની જય બોલાવી સભા વિસર્જન થઈ હતી.
| મુંબઈ-શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ ઓફીસમાં થયેલ
કામકાજની ટૂંક નોંધ.
એડવાઈઝરી બર્ડ. કેન્ફરન્સ એડવાઈઝરી બેડની એક મીટીંગ તા. ૭–૮–૧૧ ને સરક્યુલર મુજબ h૮-૮-૧૧ મંગળવારે રાત્રીના ના વાગે (મું. તા.) બા જૈન શ્વેતાંબર કેન્ફરન્સ ફીસમાં મળી હતી તે વખતે નીચેના મેમ્બરો હાજર હતા –