Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૧]
શ્રી ધાર્મિક હિસાબ તપાસણ ખાતું.
[૨૯૯
ઘાસ ભરવાના વાડાની વિઝીટ લેતાં તેમાં હાલતુરત ઘાસની ૩ ગંજીએ લગભગ ત્રણથી ચાર લાખ પૂળાની જોવામાં આવે છે. તથા બીજા વાડામાં અર્ધાથી પિણ લાખ પૂળા જેટલું ઘાસ ભરેલું જોવામાં આવે છે.
જાનવરોને રાખવાની પડાલીઓ સાફ કરેલી દેખાય છે. જાનવને ઘાસ ચારે આપવાની તથા પાણી પાવાની ગોઠવણ બહુજ સારી રીતે રાખવામાં આવી છે. ઉપર મુજબ મે. વહીવટદાર સાહેબ ચુનીલાલ લક્ષ્મીલાલ દેસાઈની સાથે ફરી અમોએ વીઝીટ લીધી છે. તે વખતે મહાજન મધ્યેના લગભગ ૫૦–૭૫ માણસો જોવા માટે આવેલા હતા. તે સર્વ ગૃહસ્થ એક અવાજે સદરહુ સંસ્થાની તારીફ કરતા જોવામાં આવતા હતા. મે. વહીવટદાર સાહેબે વીઝીટ લઈ પિતાની ખુશાલી જાહેર કરી વિઝીટ બુકમાં પોતાના હાથે શેર કર્યો છે. તેમજ આવેલા ગૃહસ્થાએ પિતાની ખુશાલી જાહેર કરી તે વીઝીટ બુકમાં શેરે કરી દરેક જણે પોતાની સહીઓ કરી છે. હાલમાં વિશેષે કરી ગુજરાત પ્રાંતમાં ઘણો વખત સુધી વરસાદ થએલે નહીં હોવાથી લગભગ દુષ્કાળ જેવું વરતાઈ રહ્યું છે. નાનાં ગામડાઓનાં ગરીબ માણસ લાચારીમાં આવી જઈ પિતાનાં જાનવર વેચી નાખી અથવા પાંજરાપોળમાં મેકલી દઈ પિતાપિતાના નિર્વાહ માટે બહાર દેશાવરમાં નીકળી જાય છે. ઘાસની બહુજ અછત થઈ પડી છે. રૂપીઆ એકના સાત પૂળા પણ સારા ઘાસના મળી શકતા નથી. આ સંસ્થાના વહીવટ કર્તા ગૃહસ્થાએ આગળથી ચેતી જઈ પાટણના મહાજનને બોલાવી તેમની પાસે મોટા જથામાં દાસ વેચાણ લેવા માટે નાણાંની મદદ માગી. તે ઉપરથી પાટણના મહાજને પિતાના તન, મનને ધનથી મદદ કરી એક ટીપ ફેરવવાની શરૂઆત કરી છે. તેમાં આજ સુધી લગભગ સાતથી આઠ હજાર રૂપીઆ ભરાઈ ગયા છે. પાટણના મહાજને મુંબઈ મધ્યેના પાટણના મહાજનને અરજ કરવાથી તેઓએ પણ પૂરતી લાગણી દેખાડી એક ટીપ શરૂ કરી છે. સાંભળવા પ્રમાણે તે ટીપમાં એક મોટી રકમ ભરાઈ ચૂકી છે. તેમજ હજી ટીપ ભરાવવાનું કામ ચાલુ છે. તે જ પ્રમાણે બીજા દેશાવરમાં રહેતા પાટણવાળા આગેવાન ગૃહસ્થોએ પિતાથી બનતી મદદ આપવા જણાવવામાં આવ્યું છે ઉપર દર્શાવ્યા મુજબ પ્રયત્ન ચાલી રહ્યા છે તે બહુજ ખુશી થવા જેવું છે, અને તેમાં પોતાના તન, મન ને ધનથી મદદ કરનાર ગૃહસ્થને પૂરેપૂરો ધન્યવાદ ઘટે છે. વિશેષમાં દરેક ગૃહસ્થો તરફ અ. મારી વિનતિ છે કે આ બાબતમાં પિતાથી બનતી દરેક રીતની મદદ કરી તેમાં ખાસ કરી નાણાંની મદદ કરી આ સંસ્થાને સારા પાયા ઉપર લાવી મુકી હજારે બલકે લાખો મુંગાં પ્રાણીઓને આશિર્વાદ લેવા ચુકશો નહીં. આવા બારીક વખતમાં તેમ કરવા બેદરકાર રહેશે તે હજારો તે શું! પણ લાખો પ્રાણુઓનો નાશ થઈ જતાં વાર લાગશે નહીં, માટે જેમ બને તેમ તાકીદે આવાં ખાતાને મદદ કરવા ચુકશો નહીં.
જીલ્લા ગુજરાત મહાલ ચાણસ્મા તાબાના ગામ કાલરી મધ્યે આવેલ શ્રી શાંતિનાથજી મહારાજના દેરાસરના વહીવટને લગતે રીપોર્ટ -
સદરહુ સંસ્થાને શ્રી સંધ તરફથી વહીવટકર્તા શેઠ ચીકાભાઈ કેવળદાસ તથા શેઠ