Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૧] |
શ્રી અજારા પાર્શ્વનાથજી તિર્થની નેંધ.
[૨૮૫
ભરાઈ રહે છે. આથી કીધવા અને બીજા ક્ષુદ્ર જીવોનો ઘણો ઉપદ્રવ થતો હોવાથી છનાલો છતાં છવાકુલ જેવી ભૂમિ લાગે છે. તેમજ વિજ્યહિરસુરીશ્વરાદિ આચાર્યોની દેરીઓમાં આવા બધા સંયોગો સુવિશેષ જોવામાં આવે છે અને તે આશાતનાનું તે વર્ણન થઈ શકે તેવું નથી, ઉપાશ્રય અને ધર્મશાળાની સ્થિતિ પણ મુનિગણ રહી શકે એવી રહી નથી.
શ્રી દેલવાડાના દેરાસરના જીર્ણોદ્ધાર નીમીતે મળેલી મદદ. દેલવાડાના દેરાસરની સ્થિતિ પણ જીર્ણ કામને લઈ ઘણું ખરાબ હોવાથી ભાવનગર નીવાસી શેઠ કુંવરજી આણંદજીના સદુપદેશથી વેરાવળનીવાસી શેઠ ખુસાલચંદ તરફથી તે દેરાસરમાં જીર્ણોદ્ધારનું કામ કરાવવા રૂા. ૧૦૦૦ અંકે એક હજારની પરવાનગી મળેલી હોવાથી તે કામ અત્યારે ચાલુ સ્થિતિમાં છે અને બીજા સજાએ, ધર્મના કાર્યવાહ. કેએ તે દખલે લેવાની ખાસ વિનંતિ છે.
મુની શ્રી જસવિજ્ય મહારાજનો સદુપદેશ અને તેની અસર - આવી મહાન આશાતના દુર કરવા અને આ તિર્થના શાસન રક્ષક દેવો સુવિશેષ જાગૃત થાય અને જીર્ણોદ્ધારનું કામ સત્વર પાર પડે એવા મહાન ઉદેશને લઈ આ સ્થળોમાંના કોઈપણ સ્થળે અખંડ દીવાની જ્યોત રહેતી નહી હોવાથી શ્રી અજારા પાર્શ્વનાથજીના તિર્થને વિષે ઘીના દીવા રૂપી અખંડ જ્યોત હેય સના થવાને, અને વિહિરસુરીશ્વરના નામને અને જ્ઞાનભંડાર લુપ્તપ્રાય સ્થિતિમાં આવી ગયેલ હોવાથી તેનો પુનરોદ્ધાર થઈ જ્ઞાનની આશાતના દુર થાય અને અજાર નગરે જે યાત્રાળુ , આવે તે પણ જ્ઞાનને લાભ લઈ શકે, તેથી ત્યાં એક લાઇબ્રેરી ખોલવાન મુનીરાજશ્રી જસવિજ્ય મહારાજ તરફથી સદુપદેશ મળતાં તે બંને કાર્યો કરવા અત્રેના શ્રાવક ભાઈઓની વતી થઈ આવી, અને એક ફળો તૈયાર કરી તે બંને મંગળીક કાર્યો કરવાની પાર્શ્વનાથ ભગવાન
મોક્ષકલ્યાણકની એટલે શ્રાવણ સુદી ૮ અષ્ટમીની ભીતી મુકરર કરી. થીના અખંડ દીવાની જ્યોત અને જગદગુરૂ વિહિરસુરીશ્વરજીને જ્ઞાન
ભંડાર (લાઇબ્રેરી) ખુલ્લું મુકવાની ક્રિયા. આજે અષ્ટમીના સુપ્રભાત મંગળમય દિવસે ચડતા પહોરે આ બંને ક્રિયા કરવાની હેવાથી ઉના, દેલવાડા, વડવીઆળા, ફાડસર, વગેરે આસપાસના ગામના સવે ભાઈઓ અને બહેને અજાર નગરે પુરણ ઉત્સાહથી ભેગા થયાં અને યથાર્થ વિધી વિધાન યુક્ત મહારાજ શ્રી જયવિજયજીની નબાની નીચે અખંડ દીવાની જ્યોત પ્રગટ કરી અને જગદગુરૂ વિજ્યહિરસુરીશ્વરજી પુસ્તકાલય ખુલ્લું મુક્યું. આ વખતે શ્રી અજરાપાશ્વનાથ તથા વિજ્ય