Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૩૮]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ
[એપ્રીલ
-
આપણે સામાજીક, નૈતિક, આગિક તેમજ ધાર્મિક સ્થિતિ સુધરે, કેન્ફરન્સના કાર્યક્રમને પુષ્ટ આલંબન મળે, પ્રત્યેક જૈન બંધુ કોન્ફરન્સ તરફ પુરતા માનની નજરથી જેતે થાય તેવા એક નહિ પણ અનેક થેકડા બંધ લેખ હેરલ્ડ દ્વારા પ્રગટ થવાની જરૂર છે. આપણા પુજ્ય મુનિવરો પણ અહમદમિકા ભાવ (igotism) તજી, ક્ષુલ્લક બાબતેને અંગે ઉદભવતા કલેશોથી દુર રહી, કોન્ફરન્સે હાથ ધરેલા વિષયોને ટેકો આપવા માટે પ્રત્યેક જૈન બંધુ બહાર આવે તેવા ઉપદેશો-વ્યાખ્યાન આપવા તરફ વય ફેરવે તેવા લેખ લખવાની જરૂર છે. અંદરના અંદર કલેશથી મુકત થઈ પ્રત્યેક વ્યકિત (United we stand and decidid we fall we fole) એકત્ર રહેતાં ટકી શકાય છે અને જુદા જુદા વહેચાઈ જવાથી પતિત થવાય છે એ નિયમ ઉપર મદાર બાંધી પિતાન " જ્ઞાતિ બંધુઓનું, સ્વધર્મિ ભાઈઓનું, દેશ બંધુઓનું ભલું કરવા તરફ યોગ્ય પ્રયાસ કરે ઘણો લાભ થવા સંભવ છે.
આપણી મહાન કોન્ફરન્સને સ્થાપન થયાને આઠ-નવ વર્ષ કરતાં વધારે મુદત થયા છતાં પણ જુદી જુદી અનેક દીશાઓમાંથી તેની વિરૂદ્ધના ઉદ્દગારો દરેક વખતે નિકળ્યા કરે છે. આજે તેની વિરૂદ્ધ બોલનારાઓ પિતાને કંઈક સ્વાર્થ સધાતાં આવતી કાલે તેના લાભમાં બોલવા માટે બહાર આવે છે ત્યારે વળી કેટલાએકે આજે તેના લાભમાં બોલતા હોય છે તે આવતી કાલે તેની વિરૂદ્ધ અગ્ય ટીકાઓ કરવા મંડી જાય છે આ પ્રકારના શિથિલ મનવાળા અપકવ વિચારને, ડગુમગુ થતા હૃદયના, સ્વાર્થ સાધક માનભૂખ્યા લોકોને બાજુ ઉપર રાખીએ તે પણ પ્રથમથી જ અદ્યાપિ પર્યત તેની વિરૂદ્ધ લાગણી ધરાવનારા અનેક નર રત્ન (?) આજે પણ મળી આવે છે. આટલી લાંબી મુદત વિત્યા છતાં પણ જૈન કોન્ફરન્સ જૈન સમુદાયમાં જોઈએ તેટલી પ્રિય શા માટે થઈ પડી નથી તેનાં કારણોને ઉડે અભ્યાસ કરી તે કારણે નિમુળ કરવાની જરૂર છે. આ સંબંધમાં અનેક દૃષ્ટિ બિન્દુથી વિદ્વાન લેખકોની કસાએલી કલમથી જુદા જુદા સ્વતંત્ર લેખે લખાવાની જરૂર છે તેમજ આવા લેબો આપણા ધનાઢય આગેવાને કે જેમના વગર આપણાથી કોઈ કાળે પણ એક ડગલું આગળ ભરાઈ શકાવાનું નથી–જેમની આર્થિક મદદ વગર આપણાથી કંઈ સંગીન કાર્ય થઈ શકવાનું નથી, તેઓ વાંચવાની દરકાર નહિ કરતા હોવાથી તથા અનેક પ્રસંગે મળતી જાહેર સભાઓમાં હાજરી આપી છે તે વિષય ઉપર ભાગ્યેજ તેઓ પિતાના વિચારે પ્રકટ કરતા હોવાથી તથા વળી આવા ખાસ કારણને માટે બેલાવવામાં આવેલી ખાસ મીટીંગમાં દુરના પિતાને વતનમાંથી હાજર નહીં થઈ શકવાથી ખરી સ્થિતિ તેમની સન્મુખ રજુ કરી તે ઉપર તેમના વિચારો જાણવાની ઘણું જ અગવડતા રહે છે અને તેથી તે દુર કરવા માટે કંઈ જના ઘડવાની જરૂર છે.
આ પ્રસંગે જણાવવાની જરૂર જણાય છે કે આઠ દશ આગેવાને નિસ્વાર્થ બુદ્ધિથી પિતાના અમુલ્ય વખત કોમના પ્રધાન હીત ખાતર ભેગ આપી ડેપ્યુટેશન અગર કમીશન રૂપે મહેટા મોટા શહેરોમાં ફરી એક લાંબી પ્રશ્ન શ્રેણી તૈયાર કરી તે ઉપર