Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૧]
દુકાળમાં ઢેરાનું રક્ષણ.
[૨૭૩
દેશમાં સાત સુખની જે કહેવતો ચાલે છે તેમાં ઢોરોનું માલિકપણું એ પણ એક સુખની નિશાની બતાવી છે. ખેતીવાડીનાં કામ ઉપરાંત દુધ, દહીં, ઘી વિગેરે બાબતે માટે પણ પશુરક્ષણની અગત્યતા પ્રગટ રીતે જોઈ શકાય છે ટુંકામાં કહેવાનું કે પશુ રક્ષણ માટે દરેક માણસે ન્યાયબુદ્ધિથી અને શાંત મનથી એગ્ય ઉપાય લેવાની પુરી જરૂર ઉભી થઈ છે.
જે આ દુકાળમાં પશુઓનું યથાયોગ્ય રક્ષણ કરવામાં આવશે તે ભવિષ્યમાં તેનું ફળ ઘણું સારૂં આવશે. છપની દુકાળ એ ત્રીશા દુકાળ પછી ૨૨ વરસે પડેલો હોવાથી ખેડું ઈયાદ લેકોમાં કંઈક કસ હતો ને તેથી જેમ તેમ કરી તેઓ યથાશકિત થોડે ઘણે પણ ટકાવ કરી શક્યા હતા. છપનીયા પછીના દશ વર્ષ મેંઘવારી માં પસાર થયાં છે અને આ દશ વરસ દરમીયાન ખેડુઓ કે બીજાઓ હજી દુકાળ સાથે ટકર છલવાને તૈયાર થયા નથી. તેથી એણુ સાલને દુકાળ વધારે આકરૂં સ્વરૂપ ધારણ કરે તેમ જણાય છે. તે રાજા રજવાડાઓએ તથા પરોપકારી પુણ્યશાળી શેઠ સાહુકારોએ આ વાત ભુલવા જેવી નથી. પિતાનાથી જેટલું બની શકે તેટલું કરી ઢેરનું રક્ષણ કરવાનું છે. ઢોરો બચશે તે આવતા વરસોમાં ખેતી ઇત્યાદિ બાબતમાં એ
રોજ કામ કરશે ને ખોટને ખંગ પાછો વાળી આપશે. હેર નહિ હોય તે ભવિષ્યના વરસોમાં ખેતી, દુધ, ઘી ઇત્યાદિ બાબતમાં ભારે ખેંચ પડશે ને પુષ્કળ નાણું ખરવામાં આવશે તેઓ પડેલી ખોટ પુરાશે નહિ અમારા રાજકોટના પરોપકારી શેઠ શ્રીયુત સીતારામ નારાયણ પંડિત બારિસ્ટરે છપનીયા દુકાળમાં ઢેર તથા મનુષ્યના રક્ષણ માટે યથાશકિત નાણું ખરચતાં એક ભાષણમાં કહ્યું હતું કે દુકાળ એ ધનવાને ને માટે આશિર્વાદરૂપ છે. માટે હે ધનવાન પરોપકારી પુરૂષો, આવા હળાહળ કલિયુગમાં, મહા દુઃખદાયક સમયમાં તમારાં નાણુને સદુઉપગ કરે. એક ગણે નહિ પણ લક્ષ, ગણે લાભ હાંસલ કરી અને મુંગા અબેલ પ્રાણીના હજારે આશિર્વાદ મેળવો.
હવે લંબાણ નહિ કરતાં ટુંકામાં ઢોરનાં રક્ષણ માટે શું શું ઈલાજે લેવા જોઇએ તે વિચારીશું.
૧ સ્થળે સ્થળે ખડ પાણીની જોગવાઈ મુજબ કૅટલકેપ ઉઘાડવી.
૨ દેશી રાજાઓએ કરજ કરીને પણ પિતાના દેશની ખરી મીલકત ઢોર તેને નભાવવાં. એક પણ ઢેર મરે નહિ ને ખેડુતે રાજની મદદથી હેરોનું રક્ષણ કરે એવો બંદોબસ્ત કરવો.
૩ ગામે ગામના મહાજનેએ છેવટ મ્યુનીસીપાલીટીની પેઠે કરજ કરીને પણ ગરીબ માણસો રે પાંજરાપોળમાં મહાજનનાં રક્ષણમાં મુકી જાય તેને નભાવવાં. (આ બાબતમાં દુકાળ મધ્યે ઠેર જીવતા હેય ને તેને માલિક લેવા આવે તે તેની પાસેથી કેટલો બદલે લેવો તે તથા બદલે ન આપે તે ઢેર મહાજનની માલિકીનાં ગણાય વગેરે બાબત પ્રથમથી નકકી કરી નાખવી અને જરૂર પડે છે તેમ કરવામાં રાજની મદદ લેવી.)