Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૨૭૪]
જૈન કોન્ફરન્સ હેર.
[સપ્ટેમ્બર
૪ હમણાં ખાનદેશ વિગેરેમાં વરસાદ થયો છે તે ત્યાંથી ત્રણેક માસ પછી ઘાસ આવી શકે ખરૂં. તે ત્યાંથી ઘાસ મંગાવવા બંદોબસ્ત કરવો અથવા બીજે ક્યાંથી ઘાસ મળી શકે ત્યાંથી મંગાવવા બ દેબસ્ત કરવો કે ઢેરેને ત્યાં મોકલી દેવાનું પાલવે તે તેમ કરવું અને ત્યાં સુધી મોંઘા ભાવનું પણ ખડ લઈને ખવરાવવું (આજથી તે બાબત બંદોબસ્ત કરી લેવો.)
૫ ગામડાના જે લેકે પ્રેખડ વિગેરે બંદી લાવે તેને અમુક નાણાં આપી ઉત્તજન દેવું કે જેથી ઢોરને કાંઈક લીલે ચારો મળશે અને એ ગરીબ લોકો તેના બદલામાં મેળવેલ નાણાના દાણાથી નભી શકશે.
૬ જે ગામમાં મહાજન કે રાજ હથું ખંડની ગંજીઓને સંગ્રહ હોય ત્યાં ત્યાં સતે ભાવે ગરીબ લોકોને ખડ આપવું.
૭ રેલ્વેના મેનેજરોને અરજ કરી ખડ ખેંચી લાવવાના રેલ્વેના દરમાં ઘણો. ઘટાડો કરાવ.
૮ દરેક રાજા રજવાડાઓએ દર પખવાડીએ ઢોરની સંખ્યાના પત્રકો તથા સુચનાઓ વહિવટદારો તરફથી મેળવતા રહેવું.
હું જ્યાં ક્યાંયથી ખડ ઉતારી શકાય તેવી સ્થિતિ ન હોય ત્યાં થોડું થોડું અનાજ ને દેખાડથી ઢોરને બચાવવા કોશિષ કરવી.
૧૦ દરેક હિંદુ મુસલમાન ને પારસી મહાજને એકત્રતાથી આ કામમાં ઉત્સાહ ધરાવે એવી કોશિષ પરોપકારી મંડળોએ કરવી. કેમકે એક હાથે તાલી પડતી નથી.
૧૧ આખી હિંદુ કોમે, જૈન કોન્ફરન્સએ, જીવદયા કમીટીઓએ, પશુરક્ષક કે ગરક્ષક સભાઓએ, પ્રાણી પર ગુજરતુ ઘાતકીપણું અટકાવનારી મંડળીઓએ, વેજીટેરીયન સોસાયટીઓએ, ન્યૂસપેપરોએ, સરકારે, રાજા રજવાડાઓએ, ધનાઢયાએ, મુસલમાનોએ, ખ્રિસ્તિઓએ સર્વેએ આ કામમાં બનતે એકત્રભાવ બતાવી જેમ બને તેમ સાર્વજનીક મિલકત (ઢેર)નું રક્ષણ કરવું. જીવદયાના હિમાયતીઓએ કર્તવ્ય પરાયણ થઈ કમિટિઓ નીમી આ બાબત યોગ્ય તજવીજ કરવી જોઈએ. ટુંકામાં આ બાબત સંબંધમાં બુદ્ધિવાનોએ, લક્ષ્મીપતિઓએ, સત્તાધિકારીઓએ ને પરોપકારી મંડળોએ યથાયોગ્ય પ્રયત્ન કરવાનું છે. સમય આવી લાગે છે ને તેથી હવે ઉંધવું એ નકામુ છે. આળસ ને પ્રમાદ એ મેટાં પાપ છે. આંખ મીંચાયા [મરણ પછી કાંઈ નથી. મરણ ટાણે સાથે ભલાઈને બુરાઈ આવવાની છે. “હાથે તે સાથે” એ કહેવતનું રહસ્ય વિચારી ધનાઢય નાણુની કથળીનાં મેં ખુલ્લા કરી નાખો ને મનુષ્ય જન્મ સાર્થક કરે. આજે નાણું નહિ વાવો તો કાલે ખચિત પસ્તાશે. સુષુ કિંઘહુના.