Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૬૮ ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ જુન
મૃત્યુ પાછળ જમણવાર વેશ્યાના નાચ, વગેરે અનેક અનિષ્ટ હાનિકારક રીવાજો નાબુદ કરવા માટે-મુળમાંથી ઉખેડી નાખવા માટે કોન્ફરન્સને આશ્રય શોધે છે.
આ બધી બાબતોને ફડ કેવી રીતે કરવું ? સઘળા પાના મનનું સમાધાન તેષ કારક રીતે કેમ કરવું? ક્યા કયા સવાલે હાથ ધરવા અને કયા કયા સવાલ પડતાં મુકવા? આ બધી બાબતોને મુખ્ત રીતે વિચાર કરવાનું છે. આ પ્રકારના અનેક સવાલે હાથ ધરવાને અત્યારે કોઈ પણ મંડળ શકિત ધરાવતું હોય તો તે સમસ્ત હિંદુસ્તાનમાં વસતી જૈન (વેતામ્બર મતિ પૂજક) પ્રજાના ચતુર્વિધ (દ્વિવિધ) સંધની પ્રતિનિધિ રૂપ કોન્ફરન્સજ છે એમ ચોકસ ખાત્રી થતી હોય તો પછી કોન્ફરન્સ હાથ ધરેલી વિયાવલીમાં ખાસ જાણવા જોગ ફેરફાર કરવાનું હાલ રહેતું નથી પરંતુ વખત જતાં કેટલાક નવા સવાલે ઉપાડી લેવાની જરૂર પડશે. જુદી જુદી સભાઓ મંડળ જ્ઞાતિ સમુદાયો રૂપી નદીઓ કેન્ફરન્સરૂપી સમુદ્રમાં સમાઈ જાય છે. અમુક અંશે, દરેક વ્યકિત, સભા, મંડળનું નિયામક પણું કોન્ફરન્સને જ આધીન છે. કેન્ફરસે પસાર કરેલા ધારાઓ કરાવો સે કોઈને બંધન કારક ગણવા જોઈએ. જ્ઞાતિના નિયમ કાયદાઓને જેટલું માન આપવામાં આવે છે તેટલું જ કે તેથી વિશેષ કે ન્ફરન્સના ઠરાવોને માન અપાવું જોઈએ અને જ્ઞાતિના આગેવાનોએ અનુકુળ રહી કેફન્સના ઠરાવોને અમલમાં મુકવા માટે દરેક જ્ઞાતિબંધુને યોગ્ય મદદ આપવા તૈયાર રહેવું જોઈએ.
પરદેશી-પરધર્મિ અનેક પ્રજાઓના અનેક દેશીય હુમલાઓ સામે, જે ઉત્તમ સંસ્થાઓના આપણામાં અસ્તિત્વને લીધે આપણે મજબુતીથી ટકી શકયા છીએ, હજારે વર્ષ થયાં છતાં પણ જે વિજાતીય બળ આપણુ અવિભકત કુટુંબ સીસ્ટમ, જ્ઞાતિબંધારણ સીસ્ટમને કંઈપણ અસર કરી શક્યું નથી તેવા પ્રકારના કંઈક અભિમાનમાં ખેંચાઈ જ્ઞાતિ બંધારણથી એકાંત લાભ માની લેવો એ આજની પ્રજાને ભુલ ભરેલું લાગ્યા સિવાય રહેશે નહિ, જ્ઞાતિ બંધારણનાં વિષય ઉપર અત્ર વિસ્તારથી ચર્ચા કરવાને પસંગ નથી તેથી ટૂંકાણમાં જણાવવું જોઈએ કે તેથી અનેક લાભ સાથે કેટલાએક હાનિકારક તત્તવો પણ દાખલ થવા પામ્યા છે. ઘણે ઘણે પ્રસંગે જ્ઞાતિના અગ્રેસરોનું સ્વછંદી પણ, સ્વાર્થિપણું જ્ઞાતિ બંધુઓને વિનાકારણ ન્યાયથી ઉલટી રીતે હેરાન કરવા પણું જણાઈ આવે છે. આ પ્રસંગે રા. રા. શાણભાઈ કૃત “ભદ્ર ભદ્ર નામક પુસ્તકનું વૃંદાવય પ્રકરણ યાદ આવ્યા વગર રહેતું નથી. આવાજ કારણથી જ્ઞાતિના આગેવાનો કોન્ફરન્સના ઠરાવને અમલમાં મેલવા પ્રયાસ કરનારા દઢાગ્રહી પુરુષોને ઉતારી પાડવાની તજવીજ કરતાં જોવામાં આવે છે. વખત જતાં કોન્ફરન્સનું સમુદાયિક બળ વૃદ્ધિ પામતાં તેમને પ્રયાસ તદન નિષ્ફળ જવાનો અને ઉલટા તેઓ જ સમાજની નજરમાં ઉતરી પડવાના. જ્ઞાતિ જેવી મોટા સમુદાયની સંસ્થાઓ તેમના આગેવાનો જે મન ઉપર લે તો કોન્ફરન્સને ઘણી જ સારી રીતે મદદગાર થઈ પડે. અરણ્ય રૂદન રૂપ થઈ પડતા કોન્ફન્સના સઘળા ઠરાવો જ્ઞાતિના અગ્રેસરના એકત્ર પ્રયાસથી સર્વત્ર અમલમાં મુકી શકાય પરંતુ સવાલ માત્ર એટલો જ છે કે જેઓ દીન કબકે મિયાંકે પાઉંને જુત્તી’ કુટીલ હૃદયના પિતાની