Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૧]
ઉપદેશકેના ભાષણથી થયેલા કરાવે.
[૨૬૧
ઉપર ભાષણો આપ્યાં હતાં. આ વખતે રા. રા. ત્રીકમલાલભાઇએ બ્રહ્મચર્ય વ્રતના સંબંધમાં તેમજ બીજા વિષયો ઉપર સારી ચર્ચા કરી હતી. ભાષણની અસરથી નીચે પ્રમાણે ઠરાવ થયા છે.
૧ સ્ત્રીઓને ત્રણ દિવસ બરાબર પાળવા પ્રતિજ્ઞાઓ લેવરાવી છે.
૨. કન્યાવિક્રય ન કરવા ઘણું જણે સેગન લીધા છે. ' ૩ ભ્રષ્ટ ખાંડ વાપરવી નહી. તેમ સ્ત્રીઓએ બંગડીઓ પહેરવી નહીં ને ફટાણાં ગાવા નહીં. રેવન્યુ કમીશનર ત્રીકમલાલભાઈને તથા વિશા ખડાયતા શા. હીરાચંદ રામચંદનો અભિપ્રાથ-મહાશય વાડીલાલભાઈએ જે અસરકારક શબ્દથી ભાષણ કર્યું છે તેથી તમામ વર્ગના લેકેના મનમાં દઢ શ્રદ્ધા ધર્મ સંબંધી સ્થપાઈ છે. તેમના માટે આ સંસ્થાના અધિપતિ સાહેબને ખરા જીગરથી વિનવીએ છીએ કે આવા ધર્મ ઉપદેશકો ગામેગામ ફરી અભણ અને અશ્રધાળુને ઉપદેશરૂપી જ્ઞાનથી દેખતા કરે છે તેના માટે શ્રી પરમાત્મા તેમને બદલે અષ્ટ પ્રહર આપ્યાજ કરશે એવી અમારી ખરા પ્રેમથી આશિષ છે તે ફળીભુત થાઓ. અને તેમના મંડળમાં આવાં નરરત્ન ઉત્પન્ન થાઓ ને સમગ્ર પ્રજા વર્ગને તેને લાભ મળો. તા૧૪-૭–૧૧.
'રણાસણ અત્રેના શેઠ પુનમચંદ સાંકળચંદના પ્રમુખપણ નીચે સભા ભરવામાં આવી હતી તે વખતે દિવાન સાહેબ તથા બીજા મુઠ્ઠીવર્ગ અને દરબારશ્રીના ભાયાત ત્યા તમામ વસ્તી હાજરી આપતી હતી. ઉપદેશક મી. વાડીલાલ સાંકલચંદે કોન્ફરન્સના હેતુઓ ઉપંર પુર જોસથી લોકોનાં મન ભેદી નાખે તેવા સ્વરૂપમાં ભાષણ આપ્યાં હતાં. તે વખતે ઘણું જણે માંસ ભક્ષણ ન કરવા જીવ હિંસા ન કરવા તથા દારૂ નહીં પીવા સભા સમક્ષ સેગન સાથે પ્રતિજ્ઞા લીધી હતી. તેમાંના આગેવાનોનાં નામનું લીસ્ટ કોન્ફરન્સ ઓફીસમાં મોકલાવેલ છે.
કન્યાવિક્ય નહીં કરવાના સંબંધમાં ઘણું જણે પ્રતિજ્ઞા લીધી છે. તેનાં તથા ભ્રષ્ટ ખાંડ ન વાપરવા જેણે જેણે ગન લીધા છે તેનાં નામ કેન્ફરન્સ ઓફીસમાં લખી મેકલાવેલ છે.
શિયલવ્રત પાળવા તથા બંગડીઓ નહી પહેરવા અને ફટાણું નહીં ગાવા બૈરાઓએ બાધા લીધી છે. ઉપદેશકના ભાષણથી સંતોષ થયો છે. અત્રે કોન્ફરન્સને, ઉપકાર માનીએ છીએ.
હાથળ–આ માટે ઉપદેશક મી. વાડીલાલ સંકળચંદે આવી મુખી વગેરે સમક્ષ કન્યા વિક્રય વગેરે બાબતે ઉપર ભાષણ આપ્યું હતું. તેથી અત્રેના કડવા પાટીદારોએ કન્યાવિક્રયમાં રૂ. ૫૦ લેવા રીવાજ હતું તે તદન બંધ કર્યો છે. તેમ બીડી દુકો કે તમાકુ ન વાપરવા પ્રતિજ્ઞાઓ થઈ છે. તા, ૨૬-૭-૧૧.