Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૨૬૦]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ઓગષ્ટ
બાપુલાલે આ વખતે (વિનુ સંપ્રદાયના હોવા છતાં) ગાય નહીં વેચવા પ્રતિજ્ઞા કરી છે. તેમ એક હજામે માંસ મદિરા વગેરેને ત્યાગ કરી પ્રતિજ્ઞા કરી છે.
મોહનપુર–ઉપદેશક વાડીલાલ સાંકળચંદે અહીં આવી ઠાકોરસાહેબના પ્રમુખપણ નીચે સંપ, કેળવણી, કન્યાવિક્ય વગેરે હાનિકારક રીવાજો ઉપર ભાષણો આપ્યાં હતાં આ વખતે મેનેજર સાહેબ તથા બીજે મુલ્કી વગ હાજર હતા. ભાષણોથી સારી અસર થતાં નીચે પ્રમાણે પ્રતિજ્ઞાઓ લેવામાં આવી છે.
(૧) કન્યાવિક્રય ન કરવા ઘણી ગૃહસ્થોએ પ્રતિજ્ઞા કરી છે.
(૨) જીવદયાના સંબંધમાં રજપુત લેકોએ જીવ હિંસા તથા માંસ ભક્ષણ ન કરવા અને દારૂ ન પીવા પ્રતિજ્ઞા કરી છે તેમાંના આગેવાનોનાં નામ નીચે પ્રમાણે –
ડાભી રામજી માધુજી. ચીત્રોડા નાહરજી બેચરજી બારોટ ચેનજી સવજી
ડાભી પુજાજી હરીછ. ખવાસ જવા રામચંદજી
(૩) ફટાણું ગાવાં નહીં. કાચની બંગડીઓ પહેરવી નહીં.
* ભાષણ વખતે કેળવણીની બાબતમાં તથા બીજા વિષયમાં નિશાળના માસ્તર સાહેબે તેમ બીજા ગૃહસ્થોએ સારે ભાગ લીધે હતા. વળી બાળ લગ્ન તથા કન્યાવિક્રયના વિષયમાં બ્રાહ્મણોએ અગત્યને ભાગ લઈ પોતાની કોમમાં સુધારો કરવા ઉત્કંઠા જણાવી હતી.
મી, વાડીલાલના ભાષણથી નામદાર ઠાકોર સાહેબે સર્ટીફિકેટ આપ્યું છે. તેઓ સાથે છે. જૈન શ્વેતાંબર કોન્ફરન્સ આવા અગત્યના કામ કરવા જે ઉત્સાહ ધરાવે છે તે ખાતે ઉપકાર માનવામાં આવ્યું હતું. વરસમાં વધારે વખત ઉપદેશક આ ભાગમાં આવે તે વિશેષ ફાયદા થાય એમ અમારું માનવું છે. તા ૧૮-૭-૧૧.
પુંસરી–ઉમેદવાર ઉપદેશક મી. પુંજભાઈ પ્રેમચંદે અહીં આવી એક દિવસ રહી કન્યાવિક્રય ઉપર ભાષણ આપ્યું હતું. તે વખત જન સિવાય અન્ય કેમેએ સાથે ભાગ લીધે હતે. ઉપદેશકના ભાષણની અસરથી ઘણુંજશે કન્યાવિક્રય ન કરવા કબુલ કર્યું છે આવી રીતે ઉપદેશકો વરસમાં બે ત્રણ વખત આવે તે આપણું દેશમાં સુધારો થશે. તા ૧૯-૭–૧૧
મકા–ઉપદેશક મી, વાડીલાલ સાંકળચંદે આ ગામે આવી ગામની તમામ વસ્તી એકઠી કરી મુખી તેમજ રેવન્યુ ઈન્સ્પેકટર ત્રીકમલાલભાઈ રૂબરૂ કેન્ફરન્સના હેતુઓ