Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૧૧]
કેન્ફરન્સની આધુનિક સ્થિતિનું દિગ્ગદર્શન.
[૨૨૯
- જૈન શ્વેતામ્બર) કેન્ફરન્સની આધુનિક સ્થિતિનું
| દિગદર્શન અને તે સુધારવાના ઉપાય. (લેખક–રા. રા. ન્યાલચંદ લક્ષ્મીચંદ સોની બી. એ. એલ એલ, બી.)
(ગતાંક ૫ ૨૧૦ થી ચાલુ) સામાન્ય રીતે દરેક વિષયમાં ગામડાના જૈન ભાઈઓ મોટા મોટા શહેરના આગેવાનેનું અનુકરણ કરે એ સ્વાભાવિક છે અને તેથી કોન્ફરન્સના ઠરાવો અમલમાં મુકવા માટે મોટા શહેરે એ બતાવેલી નબળાઈ દાખલા રૂપ થઈ પડે છે. પચીસ પચાસ કરતાં પણ વધારે લાખોપતિ ધનાઢય જન આગેવાનો હેવાના કારણે જન પુરી તરીકે પ્રખ્યાત પામેલ અમદાવાદના જૈન સમુદાય તરફથી એક-બે દાખલા એવા બેસાડવામાં આવ્યા છે કે તેથી કોન્ફરન્સના કાર્યને અપરિમિત હાની થઈ ચુકી છે, એકાંત નિસ્વાર્થ પણાના આત્મભાગે અમદાવાદના આગેવાને સિદ્ધક્ષેત્ર, ગીરનાર જેવા આપણા પરમ પવિત્ર તીર્થ ક્ષેત્રની રક્ષા કરવામાં તેમજ ધાર્મિક અન્ય બાબતમાં આગેવાની ભર્યો ભાગ લેઈ ઉત્સાહ પૂર્વક કામ કરે છે તેથી સમસ્ત જૈન પ્રજાગણ તેઓને આભારી છે, પરંતુ કોન્ફરન્સ સંબંધમાં તેઓએ તેમની ફરજો યથાર્થ રીતે બજાવી છે કે કેમ તેને વિચાર કરવાનું સુ વિચારકોને જ સેપવું યોગ્ય ગણાશે. સુકૃતભંડાર ફંડની યોજનાને અમદાવાદના જૈન સંધ તરફથી જે હરખભર્યો (૨) અવિકાર આપવામાં આવ્યો છે તે સૌ કોઈને સુવિદિત છે. કોન્ફરન્સને અંગેની દરેક હીલચાલને ગ્ય રીતે પોષણ આપનાર સુકૃતભંડાર ફંડની
જના અમલમાં મુકવાથી કોન્ફરન્સની આર્થિક સ્થિતિ મજબુત થવા ઉપરાંત તેના કાર્યમાં દરેક જૈન બંધુ હીત ધરાવતે થાય છે. શ્રીમાન આગેવાને હજારો રૂપૈયાની મદદ આપવા બહાર આવે છે ત્યારે સામાન્ય સ્થિતિના જૈન બંધુઓ પિતાનાજ લાભની યોજનામાં વાર્ષિક માત્ર ચાર આના જેટલી નાની રકમ આપવામાં પાછી પાની કરે તે કામને અભ્યદય શી રીતે થઈ શકે ?
-. આ યોજનાની રકમ વસુલ કરવામાં બને તેટલું ઓછો ખર્ચ થાય તેવી વ્યવસ્થા રાખ્યાથી તે ઘણી લાભકારક નીવડવા સંભવ છે, અમદાવાદના આગેવાનોએ એકમત એક વખત વધારે આ દેજના સંધ સમક્ષ રજુ કરવાની જરૂર છે.
કોન્ફરન્સની આધુનિક નબળી આર્થિક સ્થિતિ પણ અમદાવાદને જ આભારી છે. મુંબઈ ખાતેની બેઠક વખતે લાખો રૂપિયાનું કોન્ફરન્સ ફંડ સ્થપાયું હતું અને ત્યારબાદ વડોદરા તથા પાટણ ખાતેની બેઠકે વખતે તેને સારી મદદ મળી હતી પરંતુ હવે દરેક જણ કબુલ કરતું થયું છે કે અમદાવાદ કેન્ફરન્સથી કન્ફરસ ફડને નુકશાનકારક નવીન માર્ગ ગ્રહણ કરવામાં આવ્યું છે.