Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧
કેન્ફરન્સની આધુનિક સ્થિતિનું દિગદર્શન.
[૨૩૧
પુરૂષોમાં વિશ્વાસ મુક્યો હોય તેમના તરફ શંકાની નજરથી જોવાનું કંઈ કારણ જણાતું નથી. વ્યવસ્થામાં સુધારે કરવા માટેના અનેક રાતા ખુલ્લા છે, તેને આશ્રય લેવામાં કંઈ અડચણ જેવું નથી, પરંતુ કોન્ફરન્સ ફંડને બે કો પહોંચે તેવું એક પણ કૃત્ય કોન્ફ. રન્સના હીમાયત આગેવાને તરફથી થવું જોઈએ નહિ. અમદાવાદને આગેવાનોનું અનું કરણ ભાવનગરવાળાએ તથા પુણવાળાએ પણ કરવાથી અત્યારે કોન્ફરન્સ ફંડની સ્થિતિ તદન દયાજનક થઈ પડી છે. દર વર્ષે કેળવણીમાં તેમજ નિરાશ્રીતોને હજારે. રૂપિયાની મદદ કેન્ફરન્સ તરફથી મળતી હતી તે બંધ થવાથી કોન્ફરન્સ તરફ લોકેની લાગણી શિથિલ થઈ ગઈ છે. કોન્ફરન્સ પ્રત્યેનો તેમનો પ્રેમ ભાવ-ભકિતભાવ તદ્દન મંદ થઈ ગયેલ છે. કોન્ફરન્સની આધુનિક આર્થિક સ્થિતિ આ રીતે તેને વધારે અને વધારે પાછળ હડસેલે છે. આ સંબંધમાં વધારે વિવેચન કરી કોઈ આગેવાનો સામે આક્ષેપ મુકવાને અગર ટીકા કરવાનો અત્ર બીલકુલ આશય નથી પરંતુ હવે કહેવાની મતલબ એટલી જ છે કે ચેન ન પ્રાણ હરકોઈ ઉપાય કરીને કોન્ફરન્સની હીલચાલને યથાશકિત આશ્રય આપી તેની આર્થિક સ્થિતિ સારા પાયા ઉપર મુકવાની જરૂર છે. મુંબઈ સુરતના આગેવાનોની બાજુમાં ઉભા રહી અમદાવાદ-ભાવનગરવાળાઓએ તેમની આજ સુધીની કંઈક અંશે ની શિથિલતાને બદલે વાળી આપવાની જરૂર છે.
જે લોકોની દ્રષ્ટિ આગેવાને ઉપર ઠરે છે, આગેવાનો સિવાય માત્ર વાત કરનારાઓથી એક ડગલું પણ આગળ વધી શકાય તેમ નથી, વિના કારણે આગેવાનોની વાવણી કરી તેમનો ઉત્સાહ ભગ્ન કરવાથી કામના હિતનો નાશ કરવા સિવાય બીજો કંઈ લાભ મેળવી શકાશે નહિ. નેતાઓને આગલ કરી સહૃદય પુરૂષોએ કોમના કલ્યાણને માર્ગ ગ્રહણ કરવાને છે. પરમાર્થ સાધવા માટે ઉત્સુક જનોએ તનથી, મનથી, તેમજ ધનથી યથાશકિત મદદ આપવા તૈયાર રહેવું જોઈએ યશ, કિર્તિને અગર ક્ષુલ્લક લોકોની લાગણીને કંઇપણ વિચાર કર્યા સિવાય હીતબુદ્ધિથી કલ્યાણ માર્ગમાં પ્રવર્તનારાઓએ આગળ વધવાની જરૂર છે.
અંદર અંદરના કુસંપના કારણને બાજુ ઉપર રાખી, એક્યતાથી કામ લેવું જોઈએ, * બૈર્ય, ઉત્સાહ, સહનશીલતા વગેરે અનેક ગુણેને અવલંબી સામુદાયિક કાર્ય પાર પાડવામાં
દરેક શ્રાવક નામ ધારક બંધુએ જોડાવાની જરૂર છે.
કોમની ઉન્નતિના દરેક કામમાં પ્રત્યેક ગામના આગેવાન ગ્રહથે જોડાવું જોઈએ અને તેની ફળ નિષ્પત્તિ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ દરેક જ્ઞાતિના, સંઘના, પંચના મંડળના આગેવાને પિતાની જ્ઞાતિ, સંધ, પંચ, મંડળને કેન્ફરન્સ જે માર્ગે પ્રયાસ કરે છે તેની બરાબર સમજણ પાડી, તેમના પિતાનાજ હીતના કાર્યમાં યથાશકિત તેઓ મદદ કરે તેવો પ્રબંધ જેવો જોઈએ. પૂજ્ય સાધુ મુનિરાજેએ કોન્ફરન્સ તરફ ઉપેક્ષા ભાવ નહિ દાખવતાં અનુકુળ પ્રસંગે વ્યાખ્યાન દ્વારા એ જૈન સમુદાયને કોન્ફરન્સના હેતુઓ સમજાવવા તરફ લય રાખવું જોઇએ.