Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૧]
શ્રી ધાર્મિક હિસાબ તપાસ ખાતું.
[૨૫૫
પણ હજુ સુધી ખોડા ઢોરનાં લાગાનાં નાણાં આપતા નથી. તેથી જેનીઓ જીવદયાના તેમજ દેવદ્રવ્યના લેપમાં પડી માઠાં કર્મ બાંધે છે. માટે જેમ બને તેમ તાકીદે મહાજને એક મતથી પાકો બંદોબસ્ત કરી સદરહુ લાગાનાં નાણું વસુલ લઈ ખોડાં હેરને લગતી સંસ્થા ઉભી કરી લાગાનાં નાણું તેમાં પૂરી રીતે ખર્ચવા જોઈએ. સદરહુ લાગા માટે આ ખાતાના ઇન્સ્પેકટરે સંઘ ભેગો કરી નાણું વસુલ લેવા પ્રયત્ન કર્યો. તેમાં શેઠ નથુચંદ ઓતમચંદે પિતાના ચોપડા ખડાવી સદરહુ લાગાનાં જે નાણું નીકળે તે પુરેપુરા ચુકતા આપવા મરજી જણાવી. પરંતુ બીજા ગૃહસ્થને તે વાત નહીં રચવાથી પિત પિતાની મેળે વીખરી ગયા. તેથી તે બદલને રીપેટે આ ખાતાના ઇન્સ્પેકટરે અમારી ઉપર લખી મોકલ્યો છે અને ત્યાંના સંઘે સદરહુ લાગાના નાણાં ભેગા કરી ખડાં ઢોરની સંસ્થા ઉભી કરી રીતસર તેની વ્યવસ્થા કરવા જણાવ્યું
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણ તેને લગતું સુચના પત્ર વહીવટ કર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે. ટશ બંગાળ આલા હજારીબાગ માથે આવેલા શ્રીસમેતશીખરજી
. મહા તિથને રીપોર્ટ – સદરહુ તિર્થના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શ્રી જૈન શ્વેતાંબર સોસાઈટી કાઠી મધુવનના જનરલ મેનેજર મુર્શિદાબાદ નીવાસી સાહેબ રાયધનપતિસીંગજી બહાદુર તથા તેમના પુત્ર મહારાજ બહાદુરસીગજીના હસ્તકને સંવત ૧૮૩૭ થી સંવત ૧૮૬૪ ના આસો વદ ૩ સુધીને હિસાબ અમોએ તપાસે છે. કારણ આ વહીવટ રાયધનપતિસીંગજી બહાદુરને તેજ સાલમાં સુપ્રત કરવામાં આવેલ છે. તે પહેલાંના કાગળ જોવામાં આવ્યા નથી. જે વખત આ વહીવટ સદરહુ વહીવટ કર્તાને સુપ્રત કરવામાં આવ્યું તે વખતે ફકત રૂ, ૩૧૧૦-૩–૧ રોકડ તથા રૂ. ૬૦૫૧-૪-૩ ના દાગીના મળી કુલ ૯૧૬૧--૩ ની નજીવી મીલકત સુપ્રત કરવામાં આવી હતી . ત્યાર પછી રાયધનપતિસીંગજી બહાદુરે સંવત ૧૮૫૭ ની સાલ સુધી વહીવટ કર્યો. તેમાં પોતે પિતાના તન, મન ધનથી મદદ કરી પોતાના ૫દરના કેટલાક પિસા ખરચી વહીવટ ઘણે ઉત્તમ ચલાવી ઉપજમા વધારો કરી કારખાનું સારા પાયા ઉપર લાવી મુકયું હતું,
સદરહુ વહીવટ કર્તા મોટા ધનાઢય હતા. આજ કાલ કેટલાક ધનવાનો લાડી વાડીને ગાડીના શોખમાં પડી ધર્મ શું ચીજ છે તે સમજતા પણ નથી. ત્યારે સદરહુ વહીવટ કર્તાએ તે શેખ કરતાં ધર્મને શોખ ઉતમ ગણી મનુષ્યજન્મ સફળ કર્યો હતે.
સદરહુ વહીવટ કર્તાએ વહીવટ સુધારી કારખાનું જે સારા પાયા ઉપર લાવ્યા છે તે માટે તેમને પુરે પુરે ધન્યવાદ દેવાની સાથે તેમના આત્માને જ્યાં હોય ત્યાં શાંતિ મળે એ ઈચ્છીએ છીએ.
ત્યાર પછી સંવત ૧૮૫૭ સુધીમાં જોઈએ તેવી ઉપજ આવી નથી. બલકે કેટલીક સાલમાં ઉપજ કરતાં ખર્ચ વધી ગયેલ છે.