Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૧ ]
આપણી ઉંચ દશા પ્રાપ્ત કેમ થાય?
[ ૧૭૧
આ કેટલું બધું આપણને હીણપત લગાડનાર છે. ભાઈઓ હવે જમાને ઓળખવાની જરૂર છે જે વખતે કુમારપાળ રાજાના વખતમાં કરોધિપતી શ્રાવક હતા ત્યારે દર્શન સુધ્ધી માટે દેરાસરની જરૂર હતી પણ આજે તે જમાનો ચાલ્યો ગયો છે. દશન કરનાર જ નહીં હશે તે પછી દેરાસર કરવાથી શું ફાયદો થશે. આજે મારવાડમાં નાગોર પડખેના ભાગમાં મોટાં મોટાં દેરાસરો વિદ્યમાન છે. છતાં દર્શન કરનાર શ્રાવકનાં અભાવે દેરાસરનાં બારણું આડા કાંટા ભરાવી દીધા છે. નવીન દેરાસરો કરવા કરતાં જીર્ણ દેરાસરે સુધારવામાં શાસ્ત્રકારોએ વધારે ફળ કહેલ છે. તે જેઓની ઇચ્છા તે રસ્તે પિતાના અર્થને સદવ્યય કરવાનો છે તે તેઓ તેનો લાભ ભલે લે પણ હાલ દેશ કાલાનુસારે જે આપણે આપણું પઇસાને સદ્વ્યય કરવા ચાહતા હોઇએ તે આજે જે સાત ક્ષેત્રમાંથી સીધાતું ક્ષેત્ર શ્રાવક શ્રાવકાનું ગણી શકાય છે. તે તેને માટે સહાય કરવા મુખ્ય જરૂર છે તેઓની વૃદ્ધિ આબાદાનીથીજ આપણું ધર્મની વૃદ્ધિ થાય છે તેઓને સહાયતા કાંઈ અનાજ દેવાથી થઈ શકતી નથી. પણ જેમ આગાખાને પોતાની ઈસ્લામી કામની ઉન્નતીને અર્થે લાખો રૂપીઆ એકઠા કરી એક જબરજસ્ત કોલેજ સ્થાપવા પ્રયાસ કરી રહેલ છે તેવી રીતે ખાસ એક કોલેજ થવાની જરૂર છે કે જેની અંદર ખાવાપીવા સાથે ધાર્મીક થા ઉંચ પ્રકારની કેલવણ આપી સેંકડો ગ્રેજ્યુએટ તૈયાર કરવા જોઈએ જ્યાં સુધી આ ધારણું અમલમાં નહિ આવે ત્યાં સુધી આપણી સ્થિતિ ઉચ રિથતિએ પિચવા સંભવ ઓછો રહે છે “સવી જીવ કરૂં શાશન રસી ઈસી ભાવ દયા મન ઉલ્લસી.”
આ કથન મુજબ સર્વ જીવોને સાશના પ્રેમી બનાવી આપણે આખી કેમનું ભલું કરવું તો દુર રહે પણ આપણી કોમનું ભલું કેમ થાય તેવી લાગણી જ્યાં સુધી આ પણ અગ્રેસર નહીં થાય ત્યાંસુધી જન કેમના ઉદયની ઈચ્છા રાખવી આકાશ પુષ્પની માફક ફેકટ છે. ભાઈઓ જરા દૃષ્ટિ ખોલી તપાસ કરો આર્ય સમાજીષ્ટ લોકે કેટલા આગળ વધ્યા. થોડા વખતમાં પિતાના મતમાં કેટલો સમુદાય એકઠો કર્યો. વલી કેળવણીવાલો તે સહુકોઈ તપાસ કરશે કે આનું કારણ ફકત કેલવણીજ છે તેઓ નાત જાતની ગણત્રી શીવાય ગમે તે માણસ આર્યસમાજી થવા ચાહતા હોય તે તેને તેઓ તે મતમાં દાખલ કરી પ્રથમથી જ ધાર્મીક સાથે વ્યવહારીક કેલવણું આપી ગ્રેજ્યુએટ બનાવી ત્રણ વરસ પિતાની કોમની વૃદ્ધિ નિમિતે સંન્યસ્ત માફક વીચરી ઠેકાણે ઠેકાણે ઉપદેશ આપી પિતાની કોમની વૃધ્ધિ કેવી રીતે કરી રહ્યા છે તેનું દષ્ટાંત આપણા અગ્રેસરે કોઈ લેશે કે ? આ લોકોની માન્યતા સારી છે એમ મારૂ કેવું નથી. મારૂં કહેવું તે એજ છે જે આપણી પાસે શુભ ખાતાના લાખો રૂપીઆના ફંડ છતાં આપણી કામની ત્યા તે નિમિત્તે આપણું ધર્મની ઉન્નતિના અર્થે શા માટે તે રૂપીઆને ઉપગ થવો ન જોઈએ જ્યારે કોમની પાયમાલી ત્થા ધર્મની પાયમાલી દીન પ્રતિદીન પ્રત્યક્ષ અનુભવ કરતાં હતાં જ્યારે ઉન્નતીને પ્રયાશ આપણે નહી કરીએ તે પછી લાખો રૂપીઆ શુભ ખાતાના કયારે કામ આવશે. કદાપિ ભાંડાગારના અધિપતીઓની ખ્યાલમાં