Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૧]
ઉપદેશકના ભાષણથી થએલા ઠરા.
[૨૧૭
ઉપદેશા વરસમાં બે વખત દરેક ગામે ફરે તે ઘણું હાનિકારક રીવાજે નાશ પામે. અહીંના તાલુકદાર સાહેબ મયાં અસ્કઅલી લાલામીયાએ સદરહુ ઉપદેશકને એક દિવસ રોકી ભાષણ અપાવેલ તે વખતે નદીના આરામાં કોઈએ પણ માછલાં નહીં મારવા તાલુકદાર સાહેબે હરાવ કર્યો છે.
ઉપદેશક મી. વાડીલાલ સાંકળચંદ તા. ૨૦-૪-૧૧ ના રોજ દેહગામ તાલુકાના વડવાસા ગામે દશા શ્રીમાલીના સતાવીશના પંચમાં ગયા હતા. તે વખતે ભાષણો આપી સના મનરંજન કર્યા હતાં. સતાવીશના પંચમાં થએલ ઠરાવો નીચે પ્રમાણે
રૂ. ૮૦૦ જીર્ણ મંદીરોદ્ધાર એટલે દેરાસરમાં વાપરવા, રૂ. ૪૨૬) શ્રી કેસરીઆઇ મોકલી રૂ. ૭૫ વડવાસાના ઉપાશ્રય ખાતે આયા તે સિવાય (૧) સાટાં બદલ જે કોઈ ઉપરામણી લે તેની અડધી રકમ પંચમાં દાખલ કરવી (૨) કન્યાવિક્રયમાં રૂ. ૭૫૧) થી વધારે છે તે રકમ પંચમાં લેવી. (૩) ૪૫ વર્ષ ઉપરના માણસને કન્યા આપવી નહીં (૪) પીછાંવાળી ચીજો, ટીનનાં વાસણ, ચામડાંના પુઠાં અને કાચની બંગડીઓ વાપરવી નહીં. (૫) લગ્ન પ્રસંગે ગોરવ રવો નહીં તેમ હોળીનું પૂજન કરવું નહીં. (૬) પંચની બેઠકમાં હો કે બીડી પીવી નહીં. (૭) બૈરાંઓએ ફટાણું ગાવાં નહીં (૮) લગ્ન પ્રસંગે દારૂખાનું ફોડવું નહીં. (૯) રડવાકુટવાના સંબધમાં ઘરના મહિલા સુધી કુટવું બજારમાં કુટવું નહીં. તેમ પાંચ માસથી વધારે પથરણું રાખવું નહીં. હાથી દાંતના સંબંધમાં પાંચ ને બદલે ૩ બલોયાં રાખવાં (હાથી દાંત બંધ કરવા ઘણાનો વિચાર હત) (૧૧) વર તારણે આવે ત્યારે ગવારનું છાટવું કે કપડું લુછવું કે કાંઈ પણ કરવું નહીં, વિરૂદ્ધ ચાલનાર રૂ. ૧ દંડને આપે (૧૨) જોડામાં નાલ કે ખીલી નંખાવવી નહીં તેમજ તેવા જોડાનો ઉપયોગ કરવો નહીં,
ઉપરના ઠરાવ પ્રસંગે ઉપદેશક ઘણોજ સઉપદેશ આપેલ છે આવા ઉદેશકેની ખાસ જરૂર તેઓ જણાવે છે, ઉપર જણાવેલ રકમને સઉપયોગ ઉપદેશકના ભાષણ થી જ થયો છે અને પંચ તેમને ધન્યવાદ આપે છે, સુકૃત ભંડાર ફંડમાં રૂ. ૪૧] આપવાને હરાવ થતાં મોકલી આપ્યા છે. લી. સંધના ફરમાનથી કોદરલાલ મોતીચંદ શ. મલકચંદ સ્વરૂપચંદની સહી દ. પિતે.
સંગપુર–ઉપદેશક વાડીલાલના ભાષણથી અહીંના શ્રી સંઘે ઠરાવ કર્યો છે કે કન્યાવિક્રય કરવો નહીં. બાર માસમાં બે ત્રણ વખત આવા ઉપદેશકોને આવવાની જરૂર છે. તેઓ ઉપદેશ સારી રીતે આપી જીવદયા વગેરે વિષે ઉપર સારૂ બોલ્યા હતા.
સાહેબાપુર--ઉપદેશક વાડીલાલે અહીં આવી જીવદયા ઉપર તથા દશરા ઉપર તથા પશુધના સબંધમાં ઠાકરડા સમક્ષ ભાષણો આપ્યાં હતાં તેથી કરી ઠાકરડાઓએ પ્રતિજ્ઞા કરી કે અમારે કે અમારા વંશ વારસે કોઈ પણ વખત દશરા ઉપર પશુ વધ કરવો નહીં. વળી જીવ હીંસા કરવી નહીં, દારૂ પીવે નહી તેમજ કોઈ પણ જાતનું પાપ ન કરવા સોગન લઈ ઠરાવમાં સહીઓ કરી ઠરાવ શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સને મોકલી આપે છે.