Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૧]
કેન્ફરન્સ ઓફીસમાં થયેલ કામકાજ.
[ ૧૮૧
જીવદયા. કોન્ફરન્સ જીવદયા કમીટી તરફથી રૂ. ૫૦૦ સ. ૧૯૬૭ ના આસો વદ )) સુધી ખર્ચ કરવા મંજુર થયા હતા અને સ્થાનકવાસી કૅફરન્સ ઉપર તેમના તરફથી જીવદયા ખાતે રકમને આંકડો નકકી કરવા તા. ૨૨-૪-૧૧ ના રોજે જીવદયા કમીટીના સેક્રેટરી રા. રા. લલ્લુભાઈ કરમચંદ દલાલ તરફથી પત્ર લખાયો હતો, તેનો જવાબ તા.૨૫-૪-૧૧ના રેજે આવ્યો હતો તેમાં લખેલ છે કે “ રૂા. ૫૦૦ મંજુર કર્યા છે. દીગબર મહાસભા તરફથી પત્ર આવ્યો નથી માટે હવે મહાસભાના જવાબની રાહ નહીં જોતાં કામ તરત શરૂ કરશે. જે મહાસભા ચાલુ સાલની આખર સુધીમાં રૂા. પ૦૦ ખર્ચ કરવા મંજુર કરશે તે પાછળથી મહાસભાને સામેલ કરી શકાશે પરંતુ અત્યાર સુધી જવાબ નહીં મળવાથી એમ જણાય છે કે કદાચ જીવદયામાં ખર્ચવા માટે તેમને ફંડ નહીં હૈય” આ ઉપરથી જીવદયા કમીટીના સેક્રેટરી રા. રા. લલ્લુભાઈ કરમચંદ દલાલે તા. ૨૮-૪-૧૧ ના રાજે સરકયુલર દ્વારા તા. ૩૦-૪-૧૧ રવીવારના રોજે બપોરના ૨ વાગે (મું ટા) કોન્ફરન્સ ઓફીસમાં જીવદયા કમીટીની એક મીટીંગ બોલાવી હતી. સ્થાનકવાસી કેન્ફરન્સના ચાર પ્રતિનિધીઓને પણ સરકયુલરના કયાર્ડ મોકલ્યા હતા. તા. ૩૦-૪-૧૧ ના રેજે સં. ૧૯૬૭ની સાલની પહેલી મીટીંગ - મળી હતી.
સંવત ૧૯૬૭–જીવદયા કમીટી
જીવદયાનું કાર્ય તેમાં ખાસ કરી તે જ્ઞાનના ફેલાવા અર્થે પરિક્ષા, નિબંધ અરજીઓ, વગેરે રીતે શરૂ રાખવા-જીવદયા કમીટી મરિફતે બને કેન્ફન્સનું ભેગુ કામ રાખવાને વિષેશ લાભ કારકં જણાયાથી તેમજ તે વિચારને પત્રો મારફતે બન્ને કોન્ફરન્સ એ એકમતી આપવાથી અને જીવદયા કમીટીને, રૂ. ૫૦૦ ૫૦૦ ની મંજુરી આસો વદ ૦)) સુધીના માટે આપવાથી આ કમીટીનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. મુંબઈ ઓફીસની કમીટીને ગૃહસ્થ જોડે સ્થા. કોન્ફરન્સ સુચવેલ બંધુઓના નામોનો વધારો કરતાં આ કમીટી નીચલા ગ્રહસ્થની બની છે. જરૂર જણાતા ગ્રહસ્થોને તેમાં વધારે મજકુર કમીટી કરી શકશે. તેમજ જૈનેતર ગ્રહોની એક કમીટી (એડવાઈઝરી કમીટી) મુકરર કરી શકશે.
૧ શેઠ કલ્યાણચંદ શોભાગ્યચંદ ૩ ,, ચુનીલાલ નાનચંદ ૫ ,, મોતીલાલ કલચંદ I , ડો. નાનચંદ કસ્તુરચંદ ૯ ,, મોહનલાલ મગનભાઈ
(
૨ શેઠ માણેકલાલ ઘેલાભાઈ ૪ , લલ્લુભાઈ ગુલાબચંદ ૬ ત્રીભવનદાશ લહેરચંદ ૮ , જમનાદાસ મોરારજી ૧૦ , ઉમેદચંદ દેલતચંદ બરોડિયા.