Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૬૬ ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
જુન
કદાગ્રહપણું બતાવી અનેક માફ નહિ થઇ શકે તેવી ભુલ થવાદે કલેશને રાક્ષસી રવરૂપને કરી મુકે છે, અને કવચિત પરમાર્થ બુદ્ધિથી કરેલા ઉત્તમ કાર્યો ઉપર પાણી ફેરવી વાળે છે. તેમજ લાંબા વખતની જમાવેલી આબરૂ ગુમાવી બેસે છે. કેટલાએક ક્ષુલ્લક જોતો નામ કાઢવા ખાતરજ-પ્રસિદ્ધિ મેળવવા ખાતર આવા પ્રસંગે શોધતા ફરે છે. આવા પ્રસંગે તેઓ પિતાના શુદ્ધ આસને આગળ ધરતા જોવામાં આવે છે પરંતુ તે તે જતાં જતાં ક્યાંય અંધારામાં છુપા રહેલા હોય છે અને અન્ય અનેક આશયો વિચાર ગમ્ય થાય છે.
વળી ત્રીજી બાજુ તરફ જોતાં કોઈ કોઈ ઉપરના બન્ને પક્ષોને ધિકકારવા લાયક ગણી કોમની ઉન્નતિને લાગુ પડેલા રોગને તદ્દન અસાધ્ય સ્થિતિમાં લેખી અન્ય જનો ને ઉત્સાહ ભંગ કરી નાંખે છે તેમજ કઈ કઈ એવા પણ શુષ્ક હૃદયના મલી આવે છે કે કીસીકા ઘર જલો કિસીકા પુત મરે બંદે ખેર સલ્લાની માફક તેઓ સ્વાથ દૃષ્ટીથી હું અને મારું કુટુંબ” તેટલામાં જ પોતાની દ્રષ્ટી સંકોચાવી નાખી અન્ય દુખી. બંધુઓ તરફ તદ્દન ઉપેક્ષા ભાવે ધારણ કરી સમુદાયના હીતના સવાલમાં મુદલ લક્ષ્મજ આપતા નથી.
આવી રીતની વસ્તુસ્થિતિ હોવાથી એક જણ કહે છે કે કેન્ફરન્સના કાર્યક્રમમાંથી અન્ય બાબતેને રદ કરી માત્ર એકલા કેળવણીના વિષયને વળગી રહે અને તે વિષયમાં પુરતો પ્રયાસ કરે. કોન્ફરન્સને સંભ મેળાનું રૂપ ધારણ કરતાં અટકાવી માત્ર થોડા પસંદ કરેલા (selected) આગેવાનોને જ આમંત્રિત કરો. ધામધુમીઓ ખર્ચ કમતી કરી, ખુરશીઓની બેઠક કાઢી નાખી, મોટે દમામદાર ભપકાબંધ મંડપ ઉભો કરવાના ખર્ચના બોજામાં નહીં ઉતરતાં, વિશાળ હાલમાં માત્ર ગાદી તકીયાનો બેડકથી જ કામ ચલાવે, હજારો માણસોની સરભરા કરવાની મોટી ભાંજગડમાં નહિ પડતાં માત્ર બસપાંચસોની સંખ્યામાંજ એકઠાં થાઓ. કેટલાએક ક્ષુલ્લક જનો (ભાન ભૂખણદાસે ) કેન્ફરન્સને, કોન્ફરન્સના પ્લેટફોર્મને સ્વાર્થ બુદ્ધિથી માન-મરતબો મેળવવા ઉપરાંત દ્રવ્ય મેળવવાનું સાધન બનાવે છે તે અટકાવો, કોન્ફરન્સના મેળાવડા પ્રસંગે, કેન્ફરન્સ લેટફોમને પિતાની જાહેર ખબરો પ્રસિદ્ધ કરવાનું હથિયાર (self-advertising tool) બનાવે છે તે બંધ કરે; પિતાના ખાલી વાક ચાતુર્યથી મુગ્ધ જનોને ફસાવવામાં ફળીભૂત થાય છે તેનું ઉચછેદન કરે; આગેવાને સામે અંગિત દેવને લીધે નીરર્થક હુમલાઓ કરવાની તક હાથ ધરે છે તે અટકાવો, પૂજ્ય મુનિવરો સામે બખાળા કાઢવા મંડી પડે છે તે બંધ કરો, વર્તનને નામે મોટું મીંડું મુકવા યોગ્ય વર્તણુકવાળાએ કોન્ફરન્સના માંચડા ઉપર સિહગર્જનાથી લાંબા લાંબા ભાષણ કરી લેકોના મન ઉપર માઠી અસર કરનારા થઈ પડતા હોય તે તેના ઉપર અંકુશ મુકે.
ખરા સુધારા દાખલ કરવાની ઈચ્છા રાખતી કે મને થોડું બેલી ઝાઝું કરી બતાવનારાઓની જરૂર છે. સાત આઠ વર્ષોના પ્રયાસથી આપણે વિચાર વાતાવરણમાં