Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૬૪ ]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[જુન
કોઇ અસાધારણ સંસ્થા આપણામાં અસ્તિત્વ ધરાવે છે કે તેનાથી આપણે અન્ય ભાઇબંધ કામોથી ખરા સુધારાની શરતમાં આગળ વધવાની વાત એક બાજુ ઉપર રાખીયે તા પણ તેમની સાથે રહેવાની, સથે સાથે આગળ વધવાની, સહી સલામત રીતે આશા રાખી શકીએ? શું કાન્ફરન્સ હાલમાં પ્રવર્તતી એવી કાઇ સ ંસ્થાની આડે આવે છે કે તેથી આપણી કામને પાછળ હટવા સરખે અયોગ્ય કમનસીબ પ્રસંગ આવી પડે? શુ કોન્ફરન્સ મેાજમજાના કાર્યોમાં; અગરતા એશારામમાં; ડાળદમામમાં અથવા ખેાટી મેટાઇ મેળવવાની ખ્યાલી અભિલાષા તૃપ્ત કરનાર, ખાલી વાહ વાહ કહેવરાવનાર એક દીવસના ભોજન માત્રના કાર્યમાં તમારા લાખા રૂપૈયાના ધુમાડે કરવાનુ કાઇ દીવસે પણ સુચવે છે? શું કેન્ફરન્સ તમારા ગરીબ, નિરાધાર, અજ્ઞાન જૈન બને તેમની લાચાર હૃદયની લાગણી ઉસ્કેરાવનારી સ્થિતિમાં સબડતા પડયા રહેવા દેવાનું તમને સ્વપ્નમાં પણ સુચન કરે છે? શું કેન્ફરન્સ ધનાઢય આગેવાનને, બુદ્ધિમાન અગ્રેસરાને, કામના વિદ્વાન નેતાએને સંયુકત પ્રયાસથી કામની ઉન્નતિના કાર્યને હાથ ધરવાનેા આગ્રહ કરી તેઓની લક્ષ્મીના, બુદ્ધિના, વિદ્યાતા સ્વધર્માં બએને લાભ આપવા માટે સુચવતી નથી ? શુ કેન્ફરન્સ સ્વદેશ પ્રેમી જાતે માટે દેશ હિતના ઉદાર પ્રયાગ। અજમાવી જોવા માટે વિસ્તી પ્રયોગ શાળા તૈયાર કરતી નથી? શું કાન્ફ્રન્સ લાયક આગેવાને આગળ કરી તેમને અસાધારણ બહુ માન અપાવવા તૈયાર રહેતી નથી? ( અયોગ્ય રીતની માનની અભિલાષા રાખનારા માનભુખણદાસાને કદાચ સ ંતાશ આપી શકાય નહિ તે તે માટે કાને જવાબદાર ગણવા જોઇએ નહિ. ) શુ કેન્ફરન્સ ણ્ પુસ્તકાહાર, ૠણ ચૈયાાર જેવા મુકિતદાયક કાર્યને તથા નિરાશ્રીતાને આશ્રય અને ગરીબ ખીચારા મુંગા પ્રાણીઓ માટે પાંજરાપોળા સ્થાપવા જેવા અનેક જીવદયાના કાર્યને આગળ ધરતી નથ? શું કેન્ફરન્સ સંસાર સુધારાને ઝુ। પુર બહારથી ફરકાવવા યાગ્ય પ્રયાસ કરતી નથી? આ બધા પ્રશ્નાના ઉત્તર પ્રત્યેક વિચારશીલ વ્યકિતને કાન્ફરન્સની હીલચાલને ઉદાર આશ્રય . આપવા માટે પ્રેરતા હૈાય તે પછી કાન્ફરન્સને શામાટે મૃતપ્રાય થવા દેવી જોઇએ?
આપણી છેલી કાન્ફરન્સ પુનામાં મળ્યા પછી એવા અવનવા બનાવા બનવા પામ્યા છે કે કામ પ્રત્યેની પોતાની ફરજ-જવાબદારી સમજનાર દરેક આગેવાન હવે કાન્ફરન્સ કયાં, કેવી રીતે મેળવવી તે બાબતના વિચારમાં પડેલ છે. આપણું કોન્ફ્રન્સ રૂપી નાવ ખાહેાશ સુકાનીઓના હાથમાં છતાં પણ તેમના કબજામાં રહી શકે નહિ તેવા સંજોગે ઉપસ્થિત થતાં એવા ચેામેર ખરાબાવાળી જમીન ઉપર ચઢી ગયું છે કે તેને સહીસલામત રીતે મ્હાર કાઢવું ધણુંજ મુશ્કેલ જણાય છે. એકાદ બે માઠા બનાવેએ કેવળ કલેશમય કુસ ંપના બીજ એટલા બધા ઉડા રોપ્યા છે કે ટુંક મુદતમાં જુદા જુદા પક્ષા વચ્ચે સ ંતાષકારક રીતે સમાધાન કરવામાં નહિ આવે તે ભવિષ્યમાં તે ખીજ મેટા વૃક્ષરૂપે પરિણામી કામની હિન્નભિન્ન સ્થિતિ કરી નાંખે તેવું ભવિષ્ય દરેક દીર્ધદર્શી પુરૂષ પેાતાની નજર સન્મુખ જુએ છે. અમુક વ્યકિતની દશા ડામાડેાલ જણાતાં વીતે