Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૧ ]
કોન્ફરન્સની આધુનિક સ્થિતિનું દિગ્ દર્શન.
હઠાડે છે. માત્ર ઉમદા આરાયથી–ઉત્તમ ભાવનાથીજ કામ કરનાર માણસ દરેક પ્રસ ંગે તથા પ્રકારની આવડત સિવાય દરેક કાર્યમાં ક્રુતેહ મેળવી શકતા નથી. કાર્ય સિદ્ધિ માટે તે ઉપરાંત અન્ય સાધનોની પણ જરૂર રહે છે. વિનિત (Moderates) અને ઉદ્દામ - (Exstrimist) પક્ષના આગેવાનેાની વચ્ચેનુ યુદ્ધ આપણે છેલ્લાં ચાર પાંચ વર્ષથી નજરે જોઇએ છીએ અને તેથી ઘણું શીખવાનું મળે છે. ઉદ્દામ પત્રના આગેવાને તે ઘણી વખતે ઉત્કટ ભાવનાઓથી સંકટમાં ક્સી પડતા જોઇએ છીએ, અંતઃકરણની કેવળ ઉદાર વૃત્તિ, જીગરની લાગણીઓ, ઉત્તમ આશયા યેાગ્ય સાધતા સિવાય કાર્ય સિદ્ધિમાં ઘણી વખત જોઇએ તેટલાં મદદગાર થઇ પડતાં નથી. યા હોમ કરીને પડે! ફતેહ છે આગે' એ જુસ્સાદાર સાહસ-પ્રિય કવિનું સુત્ર દરેક પ્રસંગે હાથ ધરેલ કાર્યને અનુકુળ તાથી બંધ બેસતું થઇ પડતુ નથી. ધણી સાવચેતીથી કામ કરનાર માણસજ ફાવી શકે છે. સામાજીક સુધારણા નિમિત્તે પ્રયાસ કરનાર લેખકેા-વકતા-ધર્મોપદેશકેા પુરતી સભાળથી અને યુકિતથી નિસ્વાર્થ બુદ્ધિએ કામ કરે છે. પેાતાને, પોતાની કામને અને પરંપરાએ પોતાના દેશને ઘણેાજ લાભ કરી શકે છે.
| ૧૩૭
આ ચળવળના—જાગૃતિના સમયમાં આગેવાનોએ પુરતા ઉત્સાહ સાથે પરમાર્થ પરાયણ વૃત્તિથી બહાર આવી કાર્યક્ષેત્રમાં ઝુકાવવાની અનિવાર્ય જરૂર છે. ભૂતકાળના અગર ભવિષ્યકાળના કાઇ પણ સમય કરતાં વર્તમાન સમય સાવચેતીથી કાર્ય કરનાર કાર્યદક્ષ આગેવાન લેખકેાને માટે વધારે અનુકુળ જણાય છે. મેશ લાલન શીવજી એન્ડ કુ. નિમિતે ઉદ્ભવેલ તકરાર જેવી અનેક તકરારાનું સમાધાનીથી છેવટ લાવી તદ્ વિષયક અસભ્ય, શાસનની હીલના કારક, ગુરૂ દ્રાદ્ધ સૂચક નિદાખાર લખાણા બંધ કરી શાસનની ઉન્નતિના કાર્યમાં એક બીજાએ સંયુકત પ્રયાસથી આગળ વધવાની જરૂર છે. સુશીલ લેખકાએ ઉપરના લખાણથી કોઇ પણ રીતનું અપમાન માન્યા સિવાય અગર ભવાં ચડાવ્યા સિવાય શાન્તિથી લેખ લખી શ્વેતામ્બર જૈન સમુદાયની મહાન સંસ્થા તરફથી તથા અન્ય સભા મંડળ તરફથી પ્રગટ થતા માસીકાને પુષ્ટ બનાવવાની જરૂર છે
જરૂર
સમાજ સુધારણાના વિષયમાં ધીમે ધીમે આગળ વધતી પ્રજાને સારૂ, રૂચિકર, એધક, નિતિના માર્ગ તરફ પ્રેરનારૂં અને તે સાથે સતું વાંચન પુરૂં પાડવાની છે તે હકીકત સ્વિકારવામાં આવે તે આપણા માસિકાને પ્રસ્તુત કાર્ય માટે પ્રબળ સાધન તરીકે લેખી શકાય પરંતુ તે સાધન ઉપયોગમાં લેવાયેલાં માસીકાની સ્થિતિ સુધારવાની અત્યંત આવશ્યકતા છે.
નાના નાના મડ઼ો અગર સભા સાથે સરખાવતાં મહાસાગર રૂપ આપણી કેન્ફરન્સના માસીકની આધુનિક સ્થિતિ સહૃદય જૈન બનું હૃદય ખિન્ન કર્યાં વગર રહેશે નહિ. ગ્રેજ્યુએટ બધુએએ તેમજ અન્ય સાક્ષર લેખકે એ હેરલ્ડની સ્થિતિ સુધારવા તરફ લક્ષ્ય આપવાની જરૂર છે, દરેક જૈન બધુએ હેરલ્ડને ઉત્તમ દરજ્જાના માસીકની પક્ષમાં મુકવા માટે પાતાથી બનતા પ્રયાસ કરવાનુ મન ઉપર લેવાની ખાસ જરૂર છે.