Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૩૬ ].
જૈન કોન્ફરન્સ હેરલ્ડ
[મે
.બીન જોખમદાર લેખક લેખક તરીકેની પિતાની ફરજે યથાર્થ સમજયા સિવાય વિશાળ સાહિત્ય કામમાં આમ તેમ ઘુમે અને મુફલેશ લખાણના કચરાના ઢગલામાં વધારો કરે તે બીલકુલ પસંદ કરવા યોગ્ય નથી. હળદરને ગાંઠીઓ રાખ્યાથી કાંઇ ગાંધી કહેવાઈ શકાતું નથી તેવી જ રીતે જેમાં તેમાંથી ઉતારા ઘસડી કાઢીને અગર તે છુટા છપાયા એકાદ-બે સારા વિચારોની સાથે અસંબદ્ધ રીતે અન્ય અયોગ્ય હકીકતનું મિશ્રણ કરી માત્ર લેખક તરીકેની પ્રસિદ્ધિ-ખ્યાતિ મેળવવાની અભિલાષાથી લેખ લખી મોકલનાર સારા લેખકની ગણનામાં આવી શકતો નથી. જે જે વિષયોની ચર્ચા કરવામાં આવતી હોય તે વિષયના મુખ્ય સિદ્ધાંતોને બાદ આવે તેવી રીતે હદમાં રહીને આ સ્વતંત્રતાના જમાનામાં સ્વતંત્ર રીતે અમુક વિષયની ચર્ચાને જન્મ આપવાના હેતુથી વિચારો પ્રકટ કરવામાં આવે તે સામે વાંધે લેવાનું કારણ નથી. પરંતુ ધાર્મિક વિષયોની ચર્ચા કરનારાઓએ ઉત્સત્ર પ્રરૂપણ થવા પામે નહિ તેને માટે ઘણી ઘણી સાવચેતી આપવાની જરૂર છે. વિષયની આમને સામને ચર્ચાના અંકો કદાગ્રહથી પિત નો કકે ખરો મનાવવાની ઈચ્છા રાખનારા લેખકે, સાવું તે મારૂંના ઉત્તમ નિયમને બાજુ ઉપર ધકકેલી પાડી, મારૂં તે સાચું કહેવા મનાવવા ઉતરી પડનારાએ પોતાનો મત પ્રતિપાદન કરવાના હેતુથી, વિશુદ્ધ હૃદયથી ચર્ચા કરવાનું માંડી વાળી, વિદ્વાન લેખકને શરમાવે તેવી રીતે પિતાના પતિસ્પર્ધાિઓ સામે એગ્ય આક્ષેપો મુકતાં જ નહિ અટકતા તેમની જાન ઉપર હુમલો લઈ જાય અને ગાલીપ્રદાન પર્વતની સ્થિતિને પહોંચે તે કોઈ પણ સુજ્ઞ વાંચક પસંદ કરશે નહિ.
લેખકો અગર માસીકના અધિપતિઓ પિતાના પ્રતિપક્ષીઓને ઉતારી પાડવાન ઇરાદાથી જે માસીકને પિતાનું અબોધ શાસ્ત્ર હથિયાર બનાવે છે. તે માસીક કઈ પણ દીવસ ઉન્નત સ્થિતિને પહોંચી શકતું નથી. કવચિન લેખકે ઉત્સાહી બુદ્ધિમાન અગર શ્રીમાન આગેવાનોના જાહેર કૃત્યોને અયોગ્ય રીતે ઉતારી પાડી, તેમના સ્વપ્નમાં પણ ખ્યાલ ન હોય તેવા વિચારો ધારણ કરવાપણાનું તેમનામાં અધ્યારે પણ કરી તેમને વગર કારણે પ્રજા વર્ગ વચ્ચે વગોવે છે અને ઉત્સાહ ભગ્ન કરે છે તેથી તેઓ ઘણી વખત કોમનું શ્રેય કરવા જતાં અકલ્યાણ કરી બેસે છે અને કોમને લાયકું ટોળું બનાવી અવનત દશાએ પહોંચાડે છે તે આપણે ભુલી જવું જોઈતું નથી
આવાં અનેક કારણોને લીધે લેખકે પેપર કંઈક અંકુશ મુકાવાની જરૂર છે. હાલમાં સમય એવો વર્તે છે કે પ્રાચીન અને અર્વાચીન વિચારના પુરૂષ વચ્ચે ઘણી વખત સખ્ત જામે છે અને પરિણામે કવચિત તીણ વિરોધની લાગણી ઉદ્દભવે છે.
સંકુચિત (Conservative) અને ઉદાર (Liberal) વિચારના માણસે સાથે સમજાવટથી સાવચેતી પૂર્વક કામ લેઇ એક બીજાને અર્થે રસ્તે મેળવવાની યુકિત ઘણાં થોડાઓને જ આવડે છે અને તેથી કોઈ વખત કેમની ઉન્નતિના કાર્ય તરફ મતિ છત, પણ ઉપરોકત યુકિતના જ્ઞાનના અભાવે આપણે નજરો નજરે જોઈએ છીએ કે સારાં આશય વાળો માણસ અનિચ્છાએ પણ ચોકસ રીતે ઉન્નતિના કાર્યને બે ડગલાં પાછળ