Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૩૪ ]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ
એ શબ્દો લખવાની જરૂર જણાય છે. આપણને અનેક રીતે ઉપયેગી કોન્ફરન્સ જેવી સંસ્થાને જન્મ આપનાર રા. રા. ગુલાબચંદજી ઢ્ઢા ત્થા રા. રા. મેતીયદ ગીરધર કાપડીયાના પ્રયાસથી સ્થાપન થયેલ ધી જૈન ગ્રેજ્યુએટસ એશોશીએશન'ની હેલીજ મીટીંગ વખતે કાન્ફરન્સે ચર્ચા માટે હાથ ધરેલા વિષયેા તથા કાન્ફરન્સના હેતુઓ અને ધારણાએ જૈન વર્ગમાં વધારે વિસ્તારથી ફેલાવવાના હેતુથી કાનફરન્સ તરફથી ઉપરોકત એશાશીએન નીલેખાની નીચે એક માસીક પ્રગટ કરવા યોજના નકી કરવામાં આવી હતી અને તે માસીકમાં પ્રત્યેક જૈન ગ્રેજ્યુએટ ( આશ્યક) લખી મોકલેલા વિષયે પ્રસિદ્ધ કરવાનું નકી કરવામાં આવ્યું હતું.
-
આજથી છ વર્ષ કરતાં પણ વધારે મુદતથી શરૂ થયેલા આ માસીકમાં જૈન ગ્રેજ્યુએટા ઉપરાંત અન્ય સાક્ષર બંધુએનાં વિષયાને યોગ્ય સ્થાન આપવામાં આવ્યું છે છતાં પણ વખતના વ્હેવા સાથે ઉકત માસીક જૈન સમુદાયમાં બેએ તેટલુ પ્રિય થઇ પડયું નથી તેનાં કારણેાની ઉંડા ઉતરી તપાસ કરવાની જરૂર છે અને તે દિન પ્રતિદિન વધારે લેકપ્રિય થતાં ઉન્નત દશાને વ્હેાંચે તેવી રીતે પ્રયાસ કરવાની આવશ્યકતા છે.
અન્ય કામ અગર મંડળ અથવા તો એકાદ વ્યક્તિ તરફથી પ્રગટ થતા મ.સીકેાની - સાથે સરખામણી કરવાની વાત એક બાજુ ઉપર રાખીયે તે પણ જૈન સમુદાયમાં લાંબી મુદતથી જે માસી આવકારને પાત્ર થઈ પડયાં છે તેની સાથેની સરખામણીમાં ઉકત માસીકને કાઇપણ નિષ્પક્ષપાત બુદ્ધિથી વિચાર કરનાર માણસ પ્રથમ દરજ્જો આપી શકશે નહિ. કાન્ફરન્સ જેવી મહાન્ સત્કૃષ્ટ અને દરેક જૈન વ્યકિતની પ્રતિનિધિરૂપ સંસ્થાના વાજી ંત્ર ( organ ) તરીકે પ્રગટ થતા અને જૈન ગ્રેજ્યુએટસ એશેશએશનના ઉદાર આશ્રમથી પુષ્ટ બની પ્રસિદ્ધ થતા માસીકની આવી સ્થિતિ રહેવાનુ` શુ` `કારણ ?
જુદા જુદા કેટલાએક કારણેા સ્વતંત્ર રીતે અગર એક વખતે સાથે અમુક કાર્યની ઉન્નતિ અગર અવનતિમાં ભાગ ભજવે છે. કેટલાએક માસી દ્રવ્યપાર્જનના લાભથી તેના ઉત્પાદકે। તરફથી શરૂ કરવામાં આવતાં તે હેતુ ન જળવાતાં વખત જતાં આપે આપ છિન્ન ભિન્ન સ્થિતિને પામે છે તે કેટલાએક માસીકા તેના યાજક તરફથી વિદ્યા વિનાદાર્થ, માત્ર પ્રિતિશ્ચમ Labour of love) તરીકેજ જન્મ મેળવી, પૈસા મેળવવાનુ જોઇએ તેવું પ્રબળ સાધન ન હેાય છતાં પણ થેડા વખત સુધી ઉત્સાહથી ચલાવવામાં આવે છે પરંતુ ધીમે ધીમે ઉત્સાહ ભંગ થતાં તે માસીકા અપ્રસીદ્ધ દશાને શરણે જાય છે. જુદા જુદા વિદ્વાન લેખકેા તરફથી લેખેા યાચના કરતાં આવી મળશે એવી મ્હોટી હેટી આશા બાંધી, પોતાના પગ ઉપરજ સ્વતંત્ર રીતે ઉભા રહેવાની શકિત નહિ ધરાવનારા માલકાના પ્રયાજા તરફથી એકદમ સાહસ ઉઠાવવામાં આવે અને પાછળથી તેના તે ચાલુ રાખવાને અશકત થતાં તથા અન્ય વિદ્વાન લેખકેાની મદદ નહિ મળતાં માસીકા બંધ કરવા પ્રસંગ આવી પડે છે. વળી મધ્યમ સ્થિતિના માસીકેાના ગ્રાહક લવાજમ ભરવામાં એટલા બધા સુસ્ત અને એ દરકાર હાય છે કે મહીનાના મહીના સુધી