Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૧]
જ્ઞાનસાર સૂત્રની ચેળ.
[૧૪૩
૪ અશુચિ (શુક્ર-શોણિત) થી ઉત્પન્ન થયેલા અને પવિત્ર વસ્તુને પણ અપવિત્ર
કરી નાખવાવાળા આ દેહને જળ વિગેરેથી પવિત્ર કરવાને ભ્રમ મૂઢ માણસોને જ
વધારે હોય છે. ૫ જે સમતા-કુંડમાં સ્નાન કરીને, પિતાનાં પાપ મળને પખાળીને પાછા મલીન થતો
જ નથી તે અંતર આત્માજ પરમ પવિત્ર છે. (જ્ઞાની પુરૂષોને સંમત આ ઉત્તમ
સ્નાન છે.). ૬ દેહ, ગેહ, અને લમ્માદિકમાં જેમ જેમ મૂઢ મમતા બાંધે છે–બાંધતો જાય છે
તેમ તેમ તે જ્ઞાની પોતેજ વિશેષે વિશેષે બંધાય છે-બંધાતે જાય છે. તેનાથી
છુટી શકતાજ નથી. ૭ વિવેકી-વિદ્વાન તે સમ્યગજ્ઞાનના પ્રભાવથી, પરસ્પર સંયુક્ત થતા પદાર્થોની એક
બીજમાં સર્વથા નહિ સંક્રમી જવાની (સ્વ સ્વ સત્તા જાળવી રાખવાની) ચમત્કારિક ક્રિયાને અનુભવ કર્યા કરે છે. દરેક વસ્તુને યથાર્થ જેતે વિવેકાત્મા તેમાં
મુંઝાઈ જ નથીનિર્લેપ રહે છે. ૮ સદ વિદ્યાજન (વિદ્યારૂપ આંજણ) ના સ્પર્શથી અવિદ્યારૂપ તિમિર-રેગનન્ટ થયે છતે યોગી પુરૂષે પોતાનામાં જ પરમાત્માને (પરમાત્મ સ્વરૂપને) સાક્ષાત્ દેખે છે.
વિવેકાષ્ટક (૧૫) ૧ ક્ષીર નીરની પરે એકમેક થઈ ગયેલાં કર્મ અને જીવને જે જુદા કરે છે કરી શકે . છે, તે મુનિહંસ વિવેકવાન ગણાય છે. (હંસની ચાંચમાં ખટાશને ગુણ હોવાથી * તે જળમાંથી દુધને જુદું કરી શકે છે તેમ વિવેકાત્મા કર્મ થકી જીવને વિવેક
' વડે જુદે કરી શકે છે.) . ૨ દેહ એજ હું એ અવિવેક તો અનાદિ-ચિર પરિચિત હોવાથી સવદા સુલભજ
છે. ફકત દેહ એ હું નહિ એ વિવેકજ કટિ ગમે ભમે પણ પામવો દુર્લભ છે. ૩ શુદ્ધ-નિર્મળ આકાશમાં પણ તિમિર-રેગથી રાતા પીળાં દેખાય છે તેમ અવિવેકથી વિકારવડે આત્મામાં (દેહ) મિત્રતા ભાસે છે. પણ વિવેક પ્રગટતાં જ તે યથાથી
સમજાઈ જાઈ છે, જેથી દેહ એ હું એવો મિથ્યા ભ્રમ ભાંગી જાય છે. ૪ જેમ સુભટોએ કરેલું યુદ્ધ ઉપચારથી સ્વામીએ કર્યું ગણાય છે તેમ અવિવેકથી
કર્મ સમૂહના બળને શુદ્ધ આત્મામાં ઉપચાર કરવામાં આવે છે. ૫ જેમ ભવપાનથી બેશુદ્ધ થયેલો ઈટ વગેરેને પણ સુવર્ણ દેખે છે, તેમ અવિવેકીને
દેહ વગેરેમાં પિતાના પણને મેટો ભ્રમ થાય છે શુદ્ધિમાં સર્વ યથાર્થ જ ભાસે છે ૬ તુછ ભાવની પુહા કરતે જીવ વિવેક શિખર ઉપરથી ગબડી જાય છે. અને
શ્રેષ્ટ ભાવને અભિલાષ આત્મા કદાપિ અવિવેકને પામતો નથી. ૭ જે વિવેકાત્મા પિતાનામાં જ આત્માના પટ્ટકારકની સંગીત (ઘટના યથાથ તા) કરે
છે-કરવા પ્રયત્ન કરે છે તેને મેહ (જડ) મગ્નતાથી અવિવેક જવરનું વિષમપણું સંભવેજ કેમ? આવા વિવેકાત્માને મેહ પ્રભવે જ કેમ ?