Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૪૧૧]
કોન્ફરન્સની આધુનિક સ્થિતિનું દિગૂ દર્શન
[૧૩૫
માસીકના અંકે કબુલ રાખે જઈ વેલ્યુએબલથી આવેલ અંક સ્વિકારવાનો પ્રસંગ આવી પડતાં એકદમ વી. પી. ને અંક પાછો મેકલે છે. માસીકેના પ્રયોજક તરફથી લવાજમ વસુલ કરવાના હેતુથી જ્ઞાન ખાતાના જ્ઞાન દ્રવ્યના દેવામાંથી મુકત થવાનું સુચવનારી લાંબી લાંબી જાહેર ખબરે પ્રગટ કરવામાં આવે છે તેના તરફ પણ મુદલ ધ્યાન આપવામાં આવતું નથી.
ઉપર વર્ણવી તેવી કફોડી સ્થિતિમાંથી કોન્ફરન્સ હેરલ્ડ શરૂઆતથી જ મુકત રહેવા પામ્યું છે છતાં પણ તેની સ્થિતિ જોઇએ તેવી સુધરી નથી તે વિચારવા જેવું છે,
હેરલ્ડ” ના પ્રોજકાનો કોપાર્જનનો હેતુ નથી એટલું જ નહીં પણ કદાચ તેને નીભાવવા અર્થે તેમજ તેને પ્રથમ દરજજાના માસીકની ગણનામાં મુકવા માટે કંઈ ખર્ચમાં ઉતરવું પડે તે પણ વાંધા જેવું નથી; આ ઉપરાંત વિશ્વ વિદ્યાલયની પદ્ધી ધારક સવાસે કરતાં પણ વધારે મેમ્બરોની સંખ્યા ધરાવનાર જૈન ગ્રેજ્યુએટસ એસોશીએસને તેના ધારા અને રણમાં (Rules and regulations) કોન્ફરન્સ માસીકને માટે ધાર્મિક સામાજીક અને કેળવણીના સવાલે ઉપર લેખો લખી મોકલવાનો ખાસ નિયમ કરેલ છે અને એશોશીએશનના સેક્રેટરી તરફથી આ બાબત વખતે વખત યાદ આવવામાં આવે છે. આ જોતાં દરેક વિદ્યાનું બંધુ વર્ષમાં એક વખત માત્ર ચાર ચાર પાના લખીને મેકલે તે પણ બધા લેખોને માસીકમાં સ્થાન આપવું મુશ્કેલ થઈ પડે.
દરેક પ્રકારે આવી રીતની તેની ઈર્ષા કરવા યોગ્ય (enviabli) સ્થિતિ છતાં પણ માસીક અવ્યવ સ્થિતદશા ભગવે છે તેનું શું કારણ? સા કોઈ કહેશે કે ઉક્ત એશોશીએસનના મેમ્બરો પિતાની જ્ઞાતિ બંધુ તરફની, સ્વધર્મબંધુ તરફની, દેશ બંધુ તરફની ફરજે યથાર્થ રીતે બજાવતા નથી તેથીજ પહેરલ્ડ” ઉત્તમ દરજજો મેળવી શક્યું નથી. આ વિષયમાં ધષ્ટતાથી લખવા જતાં રખેને કોઈ જન ગ્રેજ્યુએટ મિત્રને ખોટું લાગે તેવા ભયથી આટલેથીજ અટકવું પડે છે. વિસ્તારથી લખી અન્યને આપ કરવાનું કારણ આપવું તે યોગ્ય લાગતું નથી. આ પ્રસંગે જણાવવું જોઈએ કે થોડા વખત પહેલાં જ્યારે માસીકની વ્યવસ્થા ચોકસ ગ્રહોના હાથમાં હતી ત્યારે કેટલાએક સ્વતંત્ર લેખકે પિતાના લેખોમાં કાપકુપ અગર અગ્ય સુધારો વધારો થવાના ભયથી જૈન પ્રજાને ઉપકારક પોતાના સ્વતંત્ર વિચારો પ્રગટ કરતા આંચકો ખાય છે તેવો અવાજ કાને આવતે હતો પરંતુ કહેવાની જરૂર નથી કે હવે તે સમય નથી.
માસીકે તથા અઠવાડીક પત્રમાં આવતા લેખના યોગ્યયોગ્યપણાની વિસ્તારથી ચર્ચા કરવાને અત્રે પ્રસંગ નથી છતાં પણ કહેવું જોઈએ કે જૈન તત્વજ્ઞાનમાં તેમજ અન્ય ધાર્મિક વિષયમાં બીનઅનુભવી અગર અલ્પાનુભવવાળા લેખકે કોઈ કઈ વખત કેટલે બધે છબરડ વાળી મુકે છે તથા લોકોને આડે માર્ગે દોરી જાય છે તે સુજ્ઞ વાંચકોને અજાણ્યું નથી.