Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૧]
ઉપદેશકના ભાષણથી થયેલા ઠરાવ.
[૮૫
વાસણ રાઠોડના શ્રી જૈન સંઘને પત્ર—ઉપદેશક મી. વાડીલાલ સાકળચંદે આવી કોન્ફરન્સના હેતુઓ ઉપર ગામની સર્વે કોમને એકઠી કરી ઘણું અસરકારક ભાણે આપ્યાં હતાં. જેની અસર તમામ વસ્તી ઉપર ઘણી સારી થયેલ છે. તજવીજદાર સાહેબ તથા તળાટી અને નિશાળના માસ્તરે હાજર હતા. તેમણે અનુમોદન આપતાં ધન્યવાદ સાથે ઘણી ખુશાલી બતાવી હતી.
જલુદરા મોટાના શ્રી જન સંઘ સમસ્તને પત્ર–ઉપદેશક મી. વાડીલાલ સાકળચંદે અહીં આવતાં તે પ્રસંગે મજકુર ગામમાં આજુ બાજુના આસરે ૧૫ ગામનાં રાયકા તેમની નાતના કામ માટે ભેગા થયા હતા તે વખતે અમોએ સદરહુ લેકે આગળ જીવહિંસાના સંબંધમાં ભાષણો આપવા મી. વાડીલાલને કહેતાં તા. ૮–૧–૧૧ ના રોજ રાયકાના પંચમાં ભાષણો આપવામાં આવ્યાં. બોકડા વગેરેને રઝળતાં મુકવા નહિ, પણ તેને સારી રીતે સંભાળથી ઉછેરવા. તેમ ન બને તો મહાજનમાં સોંપવામાં પણ તેમના જીવનું નુકશાન ન થાય તેને માટે કાળજી રાખવી. તે ઉપરથી રાક લેકીએ તેમ કરવા કબુલ કર્યું હતું. વળી શક પડતા લોકોને વાછડા વગેરે ઢોરો જાણી બુજીને ન આપવા કબુલ્યું હતું. ને તે વખતે ગામના મુખીને હાજર રાખી ખાત્રી કરીને ઢોર વેચવું. મતલબ પૈસાની લાલચથી અજાણ્યા લોકોને હેર વેચાતાં ન આપવા કબુલ્યું હતું. અને પ્રતિજ્ઞા કરી હતી વળી અત્રેના જેમ સંધ તેમજ તમામ કોમ સમક્ષ ભાષણ આપતાં હલકી કોમોએ દારૂ નહિ પીવા તથા કેટલીક સ્ત્રીઓએ ફટાણું નહિ ગાવા અને બંગડીઓ નહિ પહેરવા પ્રતિજ્ઞાઓ કરી હતી. આ ગામ બત્રિશીમાં હોવાથી બત્રીશીના પંચમાં થયેલા ઠરાવો અમારે પાળવા કબુલ છે. આમ ઉપદેશક માફ ત કોન્ફરન્સ ઉપદેશ આપવાનું ચાલુ રાખે એવી અમારી વિનંતિ છે. જીવદયા સંબંધી ભાષણથી પાપ નહિ કરવા લોકોએ સારું ધ્યાન ખેંચ્યું છે. તા. ૧૩–૧–૧૧.
પસંજના શ્રી જૈન સંઘનો પત્ર–ઉપદેશક મી. વાડીલાલે આવી કોનફરન્સના હેતુઓ ઉપર અસરકારક અને મનરંજન ભાષણ આપ્યાં હતાં. જેની અસર લોકો ઉપર ઘણી જ સારી થઈ હતી. ભાષણ વખતે મુખી તથા મેહેતાજીએ પણ હાજરી આપી હતી. ભાષણથી નીચે પ્રમાણે કરાવો કરવામાં આવ્યા હતા.
(૧) ભૂટ ખાંડ વાપરવી નહીં (૨) કન્યાવિક્રય ન કરવા ઘણું જણઓએ પ્રતિજ્ઞા કરી હતી (૩) સ્ત્રીઓએ બંગડીઓ પહેરવી નહીં (2) ફટાણા ગાવા નહીં તે સિવાય શિયળવૃત ઉપર સારી રીતે વિવેચન થતાં ગામને અપૂર્વ લાભ થયો છે. જીવ હિંસાના સંબંધમાં ઠાકરડા લેકોએ પાન કરવું, દારૂ ન પીવો વગેરે બાબત પ્રતિજ્ઞા કરી હતી વળી ઘણું જાણે છે કે બીડી તમાકુ ન પીવાના સોગન લીધા હતા. આવી રીતે લાભ થવાથી અહીંનો જન સંઘ કોનફરન્સને આભાર માને છે અને આવો બોધ કાયમ મળે તેમ ચાહે છે.