Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
પૈસા મારા પરમેશ્વર અને તેના
ગ
મનુષ્યોએ પૈસાના અહંકાર કરવા જોઇએ નહીં. પૈસા આજ છે ને કાલે નથી. કના સંજોગને અનુસરિને પૈસા પ્રાપ્ત થાય છે. તે પાછા જતા રહે છે. રકને રાન કરે છે, અને રાજાને રંક કરે છે. જેમ દેહ ક્ષણભંગુર છે આજ પડશે કે કાલે પડશે તેનુ કાંઇ બંધારણ થઈ શકતું નથી તેવીજ રીતે પૈસાના કાંઇ ભરેાંસે નથી. જે પાસે પૈસા હોય તો તેને સદ્માર્ગે વ્યય કરવામાં ઢાળજી રાખવા પ્રયત્ન કરવા કે જેથી પુણ્ય ઉપાર્જન થાય સારા કર્મ બંધાય. નિરાશ્રિતાને આશ્રય આપવામાં, વિદ્યાશંઆને કેળવણી આપવામાં, ગુરૂઓને પુસ્તકા પુરાં પાડવામાં--તેમનું જ્ઞાન વધે તેવા તમામ પ્રકારના સાધનો પુરા પાડવામાં, મદિરાધ્ધાર કરવામાં, પુસ્તકાદ્વાર માટે તથા કાનફરન્સને નિભાવવાને જો પોતાના પૈસાને વ્યય કરો તે આ દુનિયામાં તમારૂં નામ અમર રહેશે. અને સારા કમેમાં ઉપાર્જન કરશેા. લાભ કરી ફકત પૈસા ભેગા કરી છોકરાને માટે સંધરા રાખશો તો તેમાં તમાને કાંઇપણ લાભ થવાના નથી. સંતતી કેવી થશે તેને ભરૂષો રહેતા નથી. માટે હાથે તે સાથે એ કહેવત અનુસાર પાતાના હ્રાથથીજ પાસાના સદ્વ્યય કરવા વધારે સારૂ છે.
પૈસાના ગવ ઉપર દર્શાણભદ્ર રાજાનુ વૃતાંત.
દશાણું નામે નગર છે. અને ત્યાં દશાભદ્ર નામે રાજા રાજ્ય કરે છે. એક વખતે તે રાળ સાયંકાળે પોતાની સભામાં બેઠો હતો તેવામાં ચાર પુરૂષોએ આવીને કહ્યુ કે, પ્રાત:કાળે આ તમારા નગરનીબહાર શ્રી વીર પ્રભુ સમવસરશે. સેવાની આવી વાણી સાંભળીને મેધની ગર્જનાથી જેમ વિદુરગિરિમાં રત્નના અંકુર પ્રગટે તેમ રાજાના શરીરમાંથી અતિ વડે રામાંચક'ચુક ઉત્પન થયા, તત્કાળ તેણે સભા સમક્ષ કહ્યું કે પ્રાત:કાળે હું એવી સમૃદ્ધિથી પ્રભુને વદણા કરીશ કે જેવી સમૃદ્ધિથી પૂર્વે કાઇએ પણ તેમને વાંધ્યા નહીં હાય.
૧૧૨ ]
[ એપ્રીલ
આ પ્રમાણે કહી મંત્રી વિગેરેને વિદાય કરીને પોતાના અંત:પુરમાં ગયા. અને હું પ્રાત:કાળે પ્રભુને આમ વાંદીશ અને આ પ્રમાણે સ્તુતિ કરીશ એવી ચિ ંતા કરતાં તેણે તે રાત્રી માંડ માંડ નિ`મન કરી. હજી સૂર્યોદય થયા નથી ત્યાં તે એ રાજસુ દશાણુ રાજાએ નગરના અધ્યક્ષ વિગેરેને ખેલાવી આજ્ઞા કરીકે મારા મેહેલથી પ્રભુના સમેાસરણ સુધી મેટી સમૃદ્ધિથી મારે જવા લાયક માર્ગને શણગારા. અહિં વીરપ્રભુ નગરની બહાર પધાર્યા અને દેવતાઓએ સમવસરણ રચ્યું. અહીં નગરાધ્યક્ષ વિગેરેએ ક્ષણવારમાં રાજાની આજ્ઞા પ્રમાણે કરી દીધુ. “દેવતાઓને જેમ મનવડે કાર્યસિદ્ધિ થાય છે તેમ રાખને વચનવડે થાય છે.” રાજમર્ગની રજને કુંકુમ જળના છંટકાવવડે શાંત કરી, માર્ગની ભુમી ઉપર સર્વત્ર પુષ્પો પાથરી દીધા, સ્થાને સ્થાને સુવણુના રતભ સહિત તેારા બાંધી