Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૧]
ગૃહસ્થ ધર્મ અને નીતિપૂર્વક જીવન.
[૧૧૧
૧૦
૮ ઘણું ખુલ્લા નહિ તેમ ઘણું ગુપ્ત નહિ તેવાજ ઘરમાં સારા પાડોશીની સાથે નિવાસ કરે, મકાનમાં પેસવા નિસરવાના અનેક દ્વાર ન હોવા જોઈએ—–ઘરમાં જવા આવવાના અનેક દ્વારે ન રાખવા તેથી ચોર-જારી આદિથી ધન-સ્ત્રી વગેરેને નાશ થવા સંભવ છે. વળી તે ઘર શલ્યાદિ રહિત સ્થાને, શકુન, સ્વપ્ન, ઉપકૃતિ આદિ નિમિત્ત બળે કરી ઉત્તમ સ્થાનકે બનાવવું જોઈએ. જે તદન ખુલ્લું હોય, આજુ બાજુ ઘર ન હોય તે ચેરાદિને ભય સંભવે છે અને તદન ગુપ્ત હોય તે શોભા હોય તે શભા ન આપે તેમજ અગ્નિઆદિ ઉપદ્રવ વખતે મોટી મુશ્કેલીમાં ઉતરવું પડે છે. માત પિતાની ભકિત કરવી--માતા પિતાને ત્રણ વખત નમસ્કાર કરવાથી, પરલોક હિતકારી અનુષ્ઠાનમાં જોડવાથી, દરેક કાર્યમાં તેમની આજ્ઞા મેળવવાથી, ઉત્તમ વસ્તુ આપવાથી અને તેમના જમવા પછી જમ્યાથી તેમનું પૂજન કર્યું કહી
શકાય છે. આપણને તારનાર શ્રી મહાવીર સ્વામિ ભગવાનની તેમની માતાના * ગર્ભમાં રહેવા છતાં પણ કેટલી બધી અપૂર્વ ભકિત હતી તે જે આપે તેમનું
ચરિત્ર વાંચ્યું હશે તે બરાબર ખ્યાલ આવશે.] ઉપકવવાળા સ્થાનને ત્યાગ કરવો અર્થાત તે સ્થાન મુકી બીજે સ્થલે જઈ વસવું– સ્વરાજ્ય તરફથી યા પરરાજ્ય તરફથી ભયવાળા દુર્ભિક્ષ, મરકી અને તેવા બીજા ઉપદ્રવોથો અસ્વસ્થ થયેલા ગામ, શહેર, સ્થાન આદિનો ત્યાગ કરવો. જે ત્યાગ કરવામાં ન આવે તે પૂર્વે ઉપાર્જન કરેલાં ધર્મ, અર્થ કામાદિને વિનાશ થાય
અને નવિન ઉપાર્જન ન થતાં હોવાથી ઉભયલક ભ્રષ્ટ થવાય. ૧ નિંદનીય કાર્યમાં પ્રવૃતિ ન કરવી-–દેશ જાતિ અને કુળની અપેક્ષાથી ગણિત
કાર્યો જેવા કે કૃષિ કર્મ, મદિરાદિકને વ્યાપાર, મદિરાનું પાન વિગેરે ત્યાગ કરવા. ૧૨ આવકને અનુસારે ખર્ચ કરવો--કુટુંબનું પોષણ કરવામાં, પિતાના ઉપભોગમાં
અને દેવતા, અતિથિ પુજન આદિ પ્રયોજનમાં દ્રવ્યને વ્યય આવકને અનુસાર રાખવો. આવકના પ્રમાણથી અધિક ખર્ચ રાખતાં લેકમાં અવિશ્વાસ, ધર્મની
હાની, લઘુતા અને ભિક્ષુકતાં વિગેરે પ્રાપ્ત થાય છે. ૧૩ પૈસાને અનુસાર વસ્ત્રાભૂષણદિ વેશ પહેરે--વસ્ત્રાલંકારાદિ વેશ, વૈભવ, જાતિ.
દેશ અને કાલાનુસાર રાખવા તે સિવાય લોકમાં હાંસી પાત્ર થવાય છે. ૧૪ બુદ્ધિના આઠ ગુણ પેદા કરવા–૧ ધર્મ સાંભળવાની ઈચ્છા, ૨ ધર્મ સાંભળવો,
૩ શાસ્ત્રર્થ ગ્રહણ કરે, ૪ ભૂલી ન જવાય તેમ ધારી રાખવો, ૫ વિજ્ઞાત અર્થને અવલંબીને બીજા વિતર્કો કરવા, ૬ વિરૂદ્ધ અર્થથી વ્યાવર્તન કરવું, ૭ પદાર્થોનું જ્ઞાન, ૮ તત્વજ્ઞાન. આ આઠ બુદ્ધિના ગુણો છે.