Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૧૪]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[એપ્રિલ
સમોસરણમાં પ્રવેશ કર્યો. તે વખતે તેના જળકાંત વિમાનમાં આવેલી ક્રિડા વાપીઓમાં રહેલા દરેક કમળની અંદર સંગીત થવા લાગ્યું. પ્રત્યેક સંગીતે ઇંદ્રના જેવા વૈભવ વાલો અકેક સામાનિક દેવ દિવ્યરૂપ તથા સુંદર વેષ યુક્ત દેખાવા લાગ્યો. તે દરેક દેવને પરિવાર ઇદના પરિવારની અને વિશ્વને વિસ્મય કારક હતે. આવી વિમાનની સમૃદ્ધિથી પિતે વિસ્મય પામી ગયે, તે પછી તેથી ઉણ સમૃદ્ધિવાળા બીજાની તે શી વાત કરવી ? પછી સમવસરણમાં રહેલા સુરનરેએ વિસ્મયથી જોયેલા ઈંદ્ર કંઠમાં પહેરેલા હારને પૃથ્વી પર લટાવતા સતા પ્રભુને વારંવાર પ્રણામ કર્યો. ઇંદ્રની આવી પારાવાર સમૃદ્ધિ જઈને ગ્રામ્યજન ચકિત થઈ જાય તેમ ક્ષણવાર તો સ્તંભિત થઈ ગયો. પછી વિસ્મયથી વિકસિત નેત્ર કરીને તેણે વિચાર્યું કે, અહો ! આ ઇંદ્રના વિમાનની કેવી લોકોત્તર શેભા છે? અહે! આ ઐરાવત હાથીના કાન કેવા સુંદર છે ? અહ! આ ઇંદ્રના વૈભવનાં વિસ્તારનો કઈ અલોકિક જણાય છે, મને ધિક્કાર છે કે, મેં મારી સંપત્તિનું અભિમાન કર્યું, મારી અને આ ઈંદ્રની સમૃદ્ધિ વચ્ચે તે એક ખાબોચીયા ને સમુદ્રના જેટલું અંતર છે. મેં આ મારી સમૃદ્ધિના ગર્વથી મારા આત્માને તુચ્છ કર્યો. પૂર્વે આવી સમૃદ્ધિ નહીં જોયેલી હોવાથી હું એક કુવાના દેડકાની જેવો હતો. આવી ભાવના ભાવતાં ભાવતાં હળવે હળવે વૈરાગ્ય આવવાથી અલ્પ કર્મ ને લીધે તેના અત્યંત શુભ પરિણામ થયા. તેણે વિચાર્યું કે જોકે આવી સમૃદ્ધિથી મને જીતી લીધો છે તથાપિ હવે દીક્ષા લઈને હું તેને પરાજ્ય કરીશ, વળી દીક્ષા લઈને કેવળ તેનો જ વિજય કરીશ એમ નહીં પણ ભવ ભ્રમણ કરનારા જે કર્મ રૂપ શત્રઓ છે, તેમને પણ જિતી લઈશ. આવી રીતે વિચારીને વિવેકી દર્શણ પતિએ તત્કાળ ત્યાંજ મુગટ અને કડાં વિગેરે આભુષણો કાઢી નાખ્યાં, અને જાણે કમ રૂ૫ વૃક્ષના મૂળીઓ ખેંચી કાઢતો હોય તેમ પંચમુષ્ટીવડે મસ્તક ઉપરના કેશને ખેંચી કાઢયાં. વિસ્મયથી વિકસિત 2 ઈંદ્રના જોત જોતામાં તેણે ગણધરની પાસે આવીને યતિલિંગ ગ્રહણ કર્યું, પછી અપૂર્વ ઉત્સાહ અને સાહસ વાળા તે દર્શાણભદ્રમુનિએ પ્રભુને પ્રદક્ષિણા પુર્વક વંદણું કરી. તે વખતે ઈંદ્ર તેની પાસે આવીને કહ્યું કે અહો ! મહાત્મતા, તમારું આ કોઈ મહાન પરાક્રમ છે કે જેથી તમે મને પણ જિતી લીધે તે પછી બીજાની શી વાત કરવી. આ પ્રમાણે કરી ઈંદ્ર તેમને નમસ્કાર કરી પિતાને સ્થાનકે ગયો. દશાર્ણભદ્ર મુનિ સારી રીતે વ્રતનું પ્રતિપાલન કરવા લાગે. અને શ્રી વીરપ્રભુએ ભવ્ય જનના ઉપકારને માટે ત્યાંથી બીજા નગર વિગેરે સ્થાનમાં વિહાર કર્યો.
આ પ્રમાણે પૈસાને ગર્વ નહિ કરતાં તેને સારે માગે વાપરવા પ્રેરણા કરશો. (દશાર્ણ ભદ્ર રાજનું દ્રષ્ટાંત મહાવીર ચરીત્રમાંથી, લા. લ. શાહ