Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૧]
ઉપદેશકના ભાષણથી થએલા ઠરાવ.
[ ૮૩
પાડી છે તેથી અમે ઘણાજ ખુશી થયા છીએ. આ માટે અમો કન્ફન્સનો ઉપકાર માનીએ છીએ. દિન પ્રતિદિન કોન્ફરન્સ વૃદ્ધિ પામે એવી અમારી આશીષ છે. તા. ૧૯-૧ર-૧૦
કલાબાના જન સંઘનો પત્ર–ઉપદેશક મી. વાડીલાલ સાંકળચંદે આ ગામે આવી તમામ કોમ સમક્ષ ભાષણો આપ્યાં હતાં. તેની અસર જૈનોમાં તથા બીજા લોકોમાં ઘણી થઈ હતી. અન્ય લોકોએ ફટાણું નહીં ગાવા, બંગડીઓ નહીં પહેરવી તેવી પ્રતિજ્ઞા લીધી હતી. બત્રીશીના પંચના ઠરાવ મુજબ આ ગામને પણ વર્તવાનું હોવાથી ઠરાવ જણાવ્યા નથી કોન્ફરન્સ આમ વધારે ઉપદેશકો ફરતા રાખશે તો કોન્ફરન્સથી થતા લાભની જાણ પાડતાં કોન્ફરન્સના ધારા ઘણું સહેલાઈથી માન્ય થશે. ભાષણમાં આનંદ આવતો હોવાથી મી. વાડીલાલને અહીં રોકવામાં આવ્યા હતા. અમે આશા રાખીએ છીએ કે કોન્ફરન્સ બાર મહીનામાં એક બે વાર ઉપદેશક દ્વારા બોધ ચાલુ રાખશે તે ખરી અગત્યતા સમજવામાં આવશે. અમો કોન્ફરન્સને ઉપકાર માનીએ છીએ ને એવાં સારાં કામ કરે એવું ઇચ્છીએ છીએ. તા. ૨૪-૧૧-૧૦
- અડાલજના શ્રી જન સંધને પત્ર–ઉપદેશક મી. વાડીલાલ સાંકળચંદે આવી ભાષણ આપ્યાં તેથી સ તે સાથે ખુશાલી પેદા થઈ છે. ને અહીંના સંઘમાંથી સુકૃત ભંડારના પૈસા કરી આપ્યા છે. અત્રેનાં ઘણા ઘર અમદાવાદ રહેતાં હોવાથી રકમ કમી થઈ છે. અમે કોન્ફરન્સનો આભાર માનીએ છીએ ને કોન્ફરન્સને ઉદય થાઓ એમ ઈચ્છીએ છીએ તા. ૨૬-૧૨-૧૦
જયમીયતપુરા જન સંધનો પત્ર–ઉપદેશક મી. વાડીલાલે આવી જાહેર સભ, ભરી “અહિંસા પરમો ધર્મ” તથા બીજા કેટલાક વિષયો ઉપર ભાષણ આપ્યા હતા, કન્યાવિક્રય ઉપર પણ બોલવામાં આવ્યું હતું. આ વખતે ગામના આગેવાનો ઠાકરડાં વગેરે હાજર હતા. તેઓએ પાપ ન કરવું, દારૂ ન પીવો વગેરે પ્રતિજ્ઞા લીધી હતી. બત્રીશીના પંચમાં આ ગામ આવેલું હોવાથી તે ઠરાવ પ્રમાણે અમારે વર્તવાનું છે. કોન્ફરન્સ જનના હીત માટે તેમજ સાર્વજનીક ને ધર્મના કાર્યમાં જે પ્રયાસ ચાલુ છે તેને માટે અમો આભાર માનીએ છીએ. કોન્ફરન્સને ઉદય જલદી થાય તેમ ઇચ્છીએ છીએ. સુકૃતભંડારના પૈસા વસુલ કરી આપ્યા છે અને તેને સદુપયોગ થાય છે તે જાણી અમો ખુશી થયા છીએ. જીવદયાના સંબંધમાં ઠાકોરોને પાપથી અટકાવવાનું કર્યું તેથી અમો ઘણા ખુશી થયા છીએ. તા. ૨૭-૧૨-૧૦
સાંતેજના શ્રી જન સંઘનો પત્ર–ઉપદેશક મી વાડીલાલ સાંકળચંદે આ ગામે આવી એક મેળાવડા ચારાની અંદર તજવીજદાર શા. મોહનલાલભાઈ તથા નિશાળના માસ્તર ગીરજ્યાશંકર તથા આજુ બાજુના ગામના માસ્તરોની હાજરી વચ્ચે કર્યો હતો. પ્રમુખ પદ તજવીજદાર સાહેબને આપતા તેમણે કન્યાવિક્રય ઉપર ભાષણ આપવા ફરમાવ્યાથી