Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૧]
ધાર્મિક હિસાબ તપાસણી ખાતું.
[ ૮૭
ઉપદેશકે કન્યા વિયથી ધનને થતા નાશ તથા કન્યાઓને સાસરામાં પડતા દુખ વિષે અસરકારક ભાષણ આપ્યું હતું. ત્યારબાદ વૃદ્ધવિવાહ અને બાળલગ્ન માટે બેલ્યા હતા દાખલા દલીલથી વકતાએ શ્રાતાઓનાં હૃદય ભીંજવી નાંખ્યા હતા. તેથી કેટલાક કન્યાવિક્ય ન કરવા જણાવ્યું હતું. બીજી બેઠક સાંજરે ભરવામાં આવી હતી તે વખતે આશરે ૫૦૦ માણસો ભરાયાં હતાં. તે વખતે ભ્રષ્ટ ખાંડ ન વાપરવા, બંગડીઓ નહિ પહેરવા વગેરે ઘણુ ધર્મ વિરૂદ્ધ બાબતો વિશે બોલ્યા હતા. ત્યારબાદ તમાકુ વગેરે કેફી ચી અને જીવદયા ઉપર અસરકારક ભાષણ કરવાથી ઘણું જણાઓએ પ્રતિજ્ઞા લીધી હતી. તા. ૧૯-૧-૧૧. આ બાબત કડાદરાનાં લોકોનો પત્ર પણ તેવી જ મતલબને આવેલ છે.
ધાર્મિક હિસાબ તપાસણ ખાતું. * શ્રી ચંપાપુરી મળે આવેલા શ્રી વાસુપૂજ્ય સ્વામીજી મહારાજના દેરાસરજીના વહીવટને લગતો રીપોર્ટ.
સદરહુ સંસ્થાના શ્રી સંઘ તરફથી વહીવટ કર્તા મહારાજ બહાદુર સંઘજી દુગડના હસ્તકનો સંવત ૧૮૬૪ ની સાલનો વહીવટ અમોએ તપાસ્યો તે જોતાં સદરહુ સંસ્થાની રોકડ મીલ્કત સીખરજી (મધુવન જૈન સોસાઈટી) માં રાખી બાકીને વહીવટ સદરહુ સંસ્થામાં ચલાવામાં આવે છે, તેમાં જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચના પત્ર વહીવટકર્તા ગ્રહોને આપવામાં આવ્યું છે.
જલે ગુજરાત મહાલ મશાણા તાબે ગામ છઠીયારડા મધ્યે આવેલાં શ્રી મહાવીર સ્વામિજી મહારાજનાં દેરાસરજીના વહીવટને લગત રીપેટ.
સદરહુ સંસ્થાના વહીવટ કર્તા શ્રી સંધના હસ્તકને સંવત ૧૮૫૪ થી તે સંવત ૧૯૬૬ ના ભાદરવા સુદ ૧૫ સુધીનો હીસાબ અમોએ તપાસ્યો. જોકે દેરાસરજીના ચોપડા રાખવામાં આવ્યા છે પણ તેમાં નામું પુરેપુરૂ નહિં લખતાં અધુરૂં અધુરૂ લખવામાં આવ્યું છે, તેથી મજકુર ચોપડા મથેની એક મેળની ચેપડીમાં મેળ અધુરે છે. તેની તપાસ કરવાની જરૂર દેખાયાથી સદરહુ સંઘવાળાઓએ તેની તપાસ કરવા માટે અમેને સેંપી તે અમારા કબજે રાખી બાકીના ચોપડાઓથી તથા કેટલાએક હિસાબ પરચુરણનામાંથી તથા કેટલાએક હિસાબ સહુ સહુના ચોપડામાંથી તથા કેટલાએક મામુલીલાગાઓ વરસે વરસના હોવાથી સર્વેના ખાતાના હીસાબો તૈયાર કરી દેરાસર) ના પડામાં લેણાવાળાઓની બાકીઓ મુકાવી છે.
સદરહુ સંસ્થાના વહીવટની તપાસણી કરતાં આ ખાતાના ઇન્સપેકટરને લગભગ ત્રણ ચાર માસ રાખવો પડે છે કારણ કે દેરાસરજીના ચોપડા તથા પિતાના ઘરના