Book Title: Jain Shwetambar Conference Herald 1911 Book 07
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૭૬]
જૈન કેન્ફરન્સ હેરડ.
[ માર્ચ
બાપડાં દુર્દશાને પામે છે. તે દુષ્ટ એવી તે પાંચ ઈદ્રિયોને પરાધિન થયેલાનું તે કહેવું જ શું ?
૮ વિવેકને હણનાર અને સમાધિ ધનને પિષનાર એવી દુષ્ટ ઈદ્રિયથી જે નથી છતાયા તે જ ખરેખર ધીર પુરૂષોની પંક્તિમાં ગણવા યોગ્ય છે. બીજા નહીં.
ત્યાગાષ્ટક. (૮). ૧. સંચમાર્થી સાધુ પુરૂષે શુદ્ધ ઉપયોગ-પિતાને અને ધૃતિ વૃષ્ટિ, તૃપ્તિ યા ક્ષમા માતાને જ આશ્રય લેવો જોઈએ. બીજા કિક માતા પિતાને મેહ તજવો જ જોઈએ.
૨. સંયમાર્થીએ સમ સ્વભાવી શીલાદિક ગુણ-બંધુઓનો જ આશ્રય કરવો જોઈએ, અને બીજા લોકિક સ્વાર્થી બંધુઓને રાગ અવશ્ય તજવો જ જોઈએ. - ૩. સંયમાર્થીએ એકજ સમતા--સ્ત્રીને સ્વીકાર કરવો જોઈએ તથા પિતાના સાધર્મ ઓને જ જ્ઞાતિ બંધુ તરીકે લેખવા જોઈએ. બાકીના લૈકિક સંબંધીને બહુધા પરિચય તજીને અંતર ઉદાર કુટુંબનો આદર કરી શુદ્ધ સંયમ માર્ગ સેવા જોઈએ.
૪. શુદ્ધ ક્ષાયિક નિર્વિકલ્પ ધર્મ પ્રાપ્ત થયે છતે સરાગ-પ્રશસ્ત પણ ધર્મ છુટી જાય છે.
૫. યથાર્થ આત્મ બોધ વડે આત્મ શિક્ષા શાસન કરવા ગ્ય ગુરૂતા જ્યાં સુધી પ્રાપ્ત થાય નહીં ત્યાં સુધી આત્માથી જીવે ઉત્તમ ગુરૂ મહારાજની સેવા અવશ્ય કરવી ગ્ય છે. ત્યાં સુધી સુશિક્ષા દાતા ગુરૂથી એક ક્ષણ પણ છુટા થવું યોગ્ય નથી.
૬. શુદ્ધ ક્ષાયક ભાવ થતાં સુધી જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વર્યાચાર પત્નથી સેવવા યોગ્ય છે. યથાખ્યાન સંપૂર્ણ શુદ્ધ ચારિત્ર પ્રાપ્ત થયે છતે કઈ પણ પ્રકારના વિકલ્પ કે ક્રિયાની જરૂર જ નથી. વિકલ્પ અને ક્રિયા સહજે છુટી જાય છે
૭. ઉત્તમ ત્યાગ-વૈરાગ્ય, ઉદાસીનતાથી, મન વચન અને કાયાના વિવિધ ગને સર્વથા વિરોધ કરવાથી, આ આત્મા, સત્વ રજો અને તમે ગુણ રહિત નિર્ગુણ બ્રહ્મને પામે છે.
૮. નિર્મળ ચંદ્રની પરે શુદ્ધ ઉપયોગવાન ત્યાગી સાધુને સ્વસ્વરૂપ અનંત ગુણથી પરિપૂર્ણ સ્વતઃ ભાસમાન–પ્રતિતિ ગોચર થાય છે.
ક્રિયા-અષ્ટક (૯). ૧ જ્ઞાની, ક્રિયારૂચિ, શાંત, ભાવિતમતિ, અને જિકિય એ આત્મા, પતે આ ભયંકર ભદધિને તરીને પરને પણ તારવાને સમર્થ થાય છે તારી શકે છે.