Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
દેવાધિદેવ શ્રી અરિહંત ભગવંતનાં ઉપકાર સમસ્ત સ`સાર ૫૨ એક સરખી રીતે છે. અકારણ હિતવત્સલ તેએએ જગતને જીવવાના માર્ગ દર્શાવી, સ'સારને ધ་-સંજી વિની આપી છે. તેમના અન ત ઉપકારાનું ઋણ કેમેય વાળી શકાય તેમ નથી, તેમણે દર્શાવેલા ધમ માગે' ચાલી, તેએની આજ્ઞાનું આરાધન કરવા સિવાય સંસારના દુ:ખાને પાર કરવા માટે અન્ય કાઇ તરણાપાય નથી.
દેવાધિદેવ શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞાના બહુમાનને જીવનમાં પ્રાપ્ત કરવા, તેમની પૂજા, ભકિત અને સેવના એજ સાચા માર્ગ છે. શ્રી તીથકર પરમાત્માની શમરસમય ભવ્ય મૂર્તિની પૂજા-અર્ચના દ્વારા ભકત આત્માએ પોતાના બહુમાન ભાવને વધુ સુસ્થિર બનાવે છે. દ્રવ્ય પૂજાથી ભાવપૂજા કરવાને માટે પૂજક પોતે હૃદયના નિર્મૂલ ભાવથી સદા ઉત્સુક રહે છે. પર પરાએ પરમાત્માના પૂજક ભકત, પરમાત્માના માર્ગના અનન્ય આરાધક બને છે.
દેવાધિદેવની ઉપાસના-આજ્ઞા
-સ્વ, પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયકનકચન્દ્રસૂરીશ્વરજી મહારાજા
આ માટે દયાના જળથી સ્નાન કરી પૂજક સ ંતાષરૂપ શુભ વસ્ત્રને ધારણ કરે છે વિવેક તિલકથી પૂજક પેાતાના ભાલસ્થળ ને શેાભાયુકત કરીને શુભ ભાવનાઓથી પવિત્ર તે ભાવિક, ભકિત રૂપ ચંદનથી મિશ્રિત શ્રદ્ધા-કેશરના ધાળણાથી શ્રી અરિહંતદેવની પૂજા કરવાને તત્પર બને છે. પુજયતમ પરમાત્માની સેવા–ભકિત કરનાર ભાવિકનાં હૃદય સરોવરમાં દયાભાવના પવિત્ર-નિમ`લ ઝરણાઓ સતત વહેતાં જ રહે છે અને દ્રવ્ય તથા ભાવ કરૂણાના જલ સ્રોતથી નિર'તર પરિપૂર્ણ તે ભવ્ય આત્મા વિવેક પૂર્ણાંક જીવન જીવનારા હોય છે.
જગમ' જિનેશ્વરના ભકત જાતના અનન્ય સમજી પૂર્વક અર્પિતભાવે પ્રભુભકિતને આચરનારા હોય, આથી જ શ્રદ્ધા તથા બહુમાન ભાવ તેના આત્મામાં અખડપણે રહેલા હાય. સુદૈવ, સુગુરૂ તથા સંધ્ધને જાણી, સમજી તેના પ્રત્યેની શ્રદ્ધા, અપૂર્વ બહુમાનભાવ તેમજ અદ્ભૂત નિષ્ઠાથી તેની સેવા કરવા એ સદા સર્વાંદા ઉત્સુક રહે. એને મન જગતની સઘળી રિદ્ધિ, સિદ્ધિ કે સમૃદ્ધિ આ તત્વત્રયીની આગળ તૃણવત્ છે. સે અટ્રેòસે પરમš' સે સે અણુš' આજ અથ છે, આજ પરમાથ છે. એ સિવાય અન્ય સઘળુ' અનથ રૂપ છે.’ આ આત્મશ્રદ્ધા અરિહંત દેવના સેવક ભકતના હૃદયમાં નિશદિન રમમાણુ હોય. આવી અનન્ય આત્મનિષ્ઠાના પ્રભાવે સ`સાર સાગરના મહાદુ: ખા ને તરીને પાર કરવાનું અલૌકિક આત્મસામર્થ્ય" તે પુણ્યવાન આત્માને અવશ્ય પ્રાપ્ત ( અનુ. પેજ ૪૦ ઉપર જીએ )