________________
શ્રી. હૈમ સારસ્વત સત્રઃ અહેવાષ્ટ
લેવા છતાં પણ નહિ સાંભળ્યું હૈાય ? સિદ્ધરાજની વીરતા, એકાગ્રતા, દૃઢતા અને તેને ઊંચામાં ઊંચી કક્ષાએ લઈ જતી તેની ભવ્ય મહત્ત્વાકાંક્ષા, સહજ પ્રશંસાના ઉદ્ગાર માગી લે છે.
ગુજરાતના ઈતિહાસ, ગુજરાતની સંસ્કૃતિને ઇતિહાસગુજરાતની માનવતાને ઈતિહાસ અને અહિંસક ગુજરાતની તેજસ્વી તલવારાના, તેની વિજયપતાકાઓને, કુમારપાળના ઉલ્લેખ વગર અધૂરા જ રહે. ગુજરાતની રાજકીય આણુરેખા સિદ્ધરાજના સમય કરતાં વધુ વિસ્તૃત બને છે. ગુજરાતની સંસ્કૃતિના પ્રવાહ સારા ચે આર્યાવર્તને પાવન કરતા વેગવંત વહે છે. ગુજરાતની માનવતા અમારિ પડહ ’ વગડાવી જગતના રાજકીય ઇતિહાસમાં કદી ન પ્રવર્તી હૈાય તેવી માનવતાને અહિંસકયુગ પ્રવર્તાવે છે. અને આ અહિંસકયુગમાં પણ ગુર્જરસામ્રાજ્યની વિજયપતાકા અણુનમ રહી, તેનું સ્વાતંત્ર્ય તેના તેજસ્વી વીરપુરુષોની-પટ્ટણીઓની-ગુજરાતીઓની વીરતા અને ભાગતત્પરતા પર નિર્ભય, અખંડિત રહી, તે યુગના ગુર્જર ઈતિહાસનાં પૃષ્ઠા સર્વ રીતે ઉજ્જવલ અને અમર બનાવે છે. ગરવું ગુજરાત, તે અહિંસકયુગ, માનવતાનેા અપૂર્વ યુગ, ગુજરાતને તે મહાસંસ્કૃતિકાળ આજે પણ ભૂલી ગયેલ નથી. ગુજરાતના મહાન જ્યોતિર્ધર મહાત્મા ગાંધીજીના અદ્દભુત નેતૃત્વ નીચે સારું યે ભારત અહિંસાની તેજસ્વી રાજનીતિ અપનાવે છે, અનુસરે છે, પૂજે છે, અને હિંસાત્રાસિત જગતમાં પ્રચારે છે, પ્રસારવાનાં સાથુલાં સેવે છે.
"
२७
સિદ્ધરાજ અને કુમારપાળના સમયને, ગુજરાતના એ મધ્યાહ્નકાળને ‘ હેમ – યુગ ’ તરીકે સ્થાપનાર, જે મહાપુરુષના ઉત્સવ ઊજવવા આપણે સર્વે ભેગા થયા છીએ, તે મહાપુરુષને વિષે મે ક્ષો ખેલવાની રજા લઉં છું.
આજે વીસમી સદીમાં, એશિયાની તેજસ્વી યુવાન પ્રજા, જાપાનીએના કુટુંબમાં ધાર્માિંક સહિષ્ણુતાના એવા તા સુંદર સંસ્કાર વહે છે કે, કુટુંબની વ્યક્તિએ ભિન્નભિન્ન ધર્મમાં માનવા છતાં પશુ ધર્મને નામે લેશ પણુ કલેશ દેખાતે નથી. આજે નહિ, ગઈ કાલે નહિ, સે બસેા વર્ષ પૂર્વે નહિ, પણ આઠે આઠ સૈકાઓ, પહેલાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org