________________
શ્રી હેમચંદ્રસૂરિ તેમની સાહિત્યસેવા
: લેખકઃ ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ અનંત આગમ તથા વિદ્યાને ધારણ કરનાર, અજ્ઞાનતામાં દુઃખ પામતા ભવ્યાત્માઓને જીવાડનાર, તથા જ્ઞાનાદિ લક્ષ્મીના તિલક સમાન એવા શ્રી હેમચંદ્રાચાર્ય તેમના કાળમાં પ્રભાવક પુરુષ તરીકે પ્રખ્યાત હતા અને તેમનું મુખ્ય કાર્યક્ષેત્ર પાટણ હતું એમ ઈતિહાસકારે જણાવે છે.
પ્રભાવક પુરુષ તેને કહેવામાં આવે છે કે જેનામાં જેનશાસ્ત્રનું અતિશય જ્ઞાન, ઉપદેશશક્તિ, વાદશક્તિ કે વિદ્યા આદિ ગુણો હોય અને જેના વડે જૈનદર્શનની ઉન્નતિ કરી હેય. શ્રીમાન હેમચંદ્રાચાર્ય તેવા જ પ્રભાવક પુરુષ હતા. જેનશાસ્ત્રમાં પ્રભાવકપણાના આઠ પ્રકાર કહ્યા છે. (૧) પ્રાયનિક (૨) ધર્મકથી (૩) વાદી (૪) નૈમિત્તિક (૫) તપસ્વી (૬) વિદ્યાવાન (૭) સિદ્ધ અને (૮) કવિ.
શ્રી. હેમચંદ્રાચાર્ય પ્રાવનિક, ધર્મકથી, વાદી અને અસાધારણ કવિ હતા. તેમના અનેક કાવ્યગ્રંથે તે વસ્તુને સિદ્ધ કરી બતાવે છે.
શ્રી. હેમચંદ્રસુરિને જન્મ સં. ૧૧૪૫ના કાતિક શુદિ ૧૫ની રાત્રીએ કાઠિયાવાડમાં આવેલા ધંધુકા શહેરમાં થયો હતો. તેઓ જ્ઞાતિએ મોઢ હતા. એમના પિતાનું નામ ચાચિગ અને માતાનું નામ પાહિણી હતું. તેમનું મૂળનામ ચાંગદેવ હતું. કાટિકગણની વજશાખાના ચંદ્રકુળના આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિએ ખંભાતમાં તેમની માતાની આજ્ઞાથી નવ વર્ષની નાની ઉંમરે સં. ૧૧૫૪ના મહા સુદિ ૧૪ ને શનિવારે ચાંગદેવને દીક્ષા આપી હતી. અને તેમને મુનિ સોમદેવ નામ આપ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org