Book Title: Haim Saraswat Satra
Author(s): Bharatiya Vidya Bhavan Mumbai
Publisher: Bharatiya Vidya Bhavan

View full book text
Previous | Next

Page 348
________________ શ્રી. હેમ સારસ્વત સત્ર : નિબંધસંગ્રહ ૩૭ भूमि कामगवि स्वगोमयरसैरासिञ्च रत्नाकरा मुक्तास्वस्तिकमातनुध्वमुडुप त्वं पूर्णकुंभो भव । धृत्वा कल्पतरोदलानि सरलैदिग्वारणास्तोरणा-- न्याधत्त स्वकरैर्विजित्य जगतीं नन्वेति सिद्धाधिपः॥१॥ “સિદ્ધરાજ મહારાજ પૃથ્વીને પિતાના હાથથી જીતીને આવે છે, માટે તે કામધેનુ ગાય! તારા છાણ(ગોમય)ના રસથી આ ધરતીને સિંચી દે, હે રત્નાકર સાગર! તમે મોતીને સાથિયા પૂર; હે ચંદ્ર! તું તારે ઘડે અમૃતથી પૂરેપૂરો ભરી દે અને હું દિશાને હાથીઓ તમે કલ્પવૃક્ષનાં પાંદડાને તમારી ઊંચી કરેલી સૂંઢ વડે ગ્રહણ કરી તેના તેરણો બાંધે.” આ શ્લોકમાં ભારે ચમત્કાર છે. લડાઈમાં વિજય મેળવીને આવે ત્યારે તે ઊજવવા માટે ઘરમાં લીંપણ કરવાનું અને તારણો બાંધવાને રિવાજ જણાય છે. એ વાતને કેવા સુંદર શબ્દોમાં ભવ્ય વર્ણન સાથે જોડી દીધી છે એ નોંધવા જેવું છે. ધારાનગરીનું યુદ્ધ તો ઘણું વર્ષ ચાલ્યું છે અને માળવાના વિજ્યને સં. ૧૧૯૨ પહેલાં જઈ શકતો નથી, તેથી સિદ્ધરાજ મહારાજ અને હેમચંદ્રાચાર્યને પ્રથમ મેળાપ આ પ્રસંગે થયે હોય તેમ સંભવતું નથી. બાકી માળવાના વિજય પછી સૂરીશ્વરે આ પ્રમાણે આશીર્વાદ આપે એ વાત તો લગભગ દરેક પ્રબંધકારે લખી છે તેથી તે વાત સ્વીકારવામાં વાંધે જણાતું નથી. આ કાવ્યની પ્રશંસાને પરિણામે “શ્રી સિદ્ધહૈમવ્યાકરણની કૃતિ તૈયાર કરવાને પ્રસંગ કેવી રીતે ઉપસ્થિત થયો તે મેં અન્યત્ર બતાવ્યું છે એટલે આ આશીર્વાદને શ્લોક સાહિત્યમાં ખૂબ નામના પામ્યો છે તે જણાવવાની ભાગ્યે જ જરૂર હોય.૩ ૨. આઠમી ગુજરાતી સાહિત્ય પરિષદના અહેવાલમાં પ્રસિદ્ધ મારે પ્રાકૃત વ્યાકરણ પર નિબંધ. ૩. પ્રભાવકચરિત્રમાં આ બને બનાવે અનુક્રમે આપ્યા છે તેથી તેની સ્પષ્ટતા થઈ જાય છે. જુઓ ભાષાંતર, પૃ. ર૯૦-ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366