________________
હેમચંદ્રસૂરિ : પ્રાચીન ગુજરાતી સાહિત્યના સંરક્ષક
લેખક: શ્રી. મંજુલાલ મજમુદાર
(સારાંશ) પિતાના ગ્રંથ “કાવ્યાનુશાસન” અને “સિદ્ધહૈમમાં તત્કાલીન પ્રાચીન ગૂજરાતી (અથવા અંતિમ અપભ્રંશ)માં ગૂંથાયેલા લેકસાહિત્યને ઉદાહરણાર્થે ઉપયોગ કરીને શ્રી હેમચન્દ્રાચાર્યે તે સાહિત્યનું રક્ષણ કર્યું એમ કહી શકાય, કારણ કે એ અપભ્રંશ સાહિત્યના અસ્તિત્વને
ખ્યાલ આપે એવા બીજા કોઈ પ્રામાણિક સાધને જળવાઈ રહ્યા નથી. આમ તે સમયને ધર્મ, સમાજ અને વ્યવહારનું પ્રતિબિંબ પાડતું કેટલુંક લેકસાહિત્ય જાળવી રાખવાનાં માન અને યશ શ્રી હેમચંદ્રાચાર્યને ઘટે છે.
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય અને મહારાજા કુમારપાળ
લેખક: શ્રી. કુંવરજીભાઈ
(સારાંશ) લેખકે શ્રી હેમચંદ્રાચાર્યની “સિદ્ધહેમશબ્દનુશાસન' ‘દયાશ્રય ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર વગેરે દ્વારા વ્યક્ત થતી વિસ્તૃત અને સર્વતોમુખી સાહિત્યપ્રવૃત્તિ તરફ અંગુલિનિર્દેશ કરી, હેમચન્દ્રાચાર્ય કુમારપાળને આપેલાં સહાય અને માર્ગદર્શનને લીધે તે રાજામાં ઉદ્દભવેલા જૈનધર્માનુરાગને અને તે બંને વચ્ચેના અપૂર્વ ગુરુશિષ્યસંબંધને ઉલ્લેખ કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org