________________
તેનામમાત્રા અને દેશ્ય શબ્દો
વિશે ચર્ચા
:લેખક: 3. મણિલાલ પટેલ, પીએચ. ડી. (મારબર્ગ)
-જરાતના પ્રબળ પ્રતાપી રાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહની ઇચ્છાને માન આપી આચાર્ય હેમચન્દ્રસૂરિએ વ્યાકરણશાસ્ત્રના જે મહાગ્રન્થ રચ્યા છે તેમને હેરાનામમાત્રા (ટેના) નામને ગ્રન્થ ભાષાશાસ્ત્રની દષ્ટિએ અત્યંત ઉપયોગી, એક રીતે તે અતુલનીય, છે. ભારતની કોઈપણ ભાષાની તુલનામાં ગુજરાતી ભાષાનું એક સદ્ભાગ્ય તરત જ દેખાઈ આવે છે. તે એ કે એનાં ઉત્પત્તિ અને વિકાસક્રમનો સળંગ અને સુનિશ્ચિત ખ્યાલ આપે એવી ઉપલબ્ધ સાહિત્યધારા માત્ર એની જ વિદ્યમાન છે. ગૂજરાતી ભાષાના આ સદ્ભાગ્ય માટે આપણે સૌથી વિશેષ ઋણી હેમચન્દ્રાચાર્યના છીએ : એમણે એમના સુવિખ્યાત વ્યાકરણગ્રન્થ
૧. આ ગ્રન્થનું હેમચન્દ્રાચાર્યે આપેલું નામ તો સાંપ્રદ છે, પણ એના પ્રથમ સંપાદક પીશલ ઉક્ત ગ્રન્થની કેટલીક ઉત્તમ હસ્તપ્રતોને આધારે એને તેના કહે છે અને તે નામ પ્રચલિત હોવાથી મેં અહીં સ્વીકાર્યું છે. હૈ.સા.સ.-૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org