Book Title: Haim Saraswat Satra
Author(s): Bharatiya Vidya Bhavan Mumbai
Publisher: Bharatiya Vidya Bhavan

View full book text
Previous | Next

Page 346
________________ મહારાજા સિદ્ધરાજ અને શ્રી હેમચંદ્રાચાર્યને મેળાપ : લેખકઃ શ્રી. મેતીચંદ ગિરધરલાલ કાપડિયા ગુજરાતના મહારાજા સિદ્ધરાજ જયસિંહ અને હેમચંદ્રાચાર્યને પ્રથમ મેળાપ જ્યારે અને કેવી સગોમાં થશે તે સંબંધી હકીકત રજૂ કરતાં આનંદ થાય તેવી કેટલીક બાબતો છે. કર્ણદેવ સં. ૧૧૫૦ના પિષ વદિ ૨ ને રોજ ગુજરાત પર લગભગ ૩૦ વર્ષ રાજ્ય કરી મૃત્યુ પામ્યા તે વખતે કર્ણદેવ અને મયણલ્લાના પાટવી પુત્ર જયસિંહને રાજ્ય પ્રાપ્ત થયું. શ્રી હેમચંદ્રાચાર્યને ચાચીગ અને પાહિણીને ઘેર ધંધુકા શહેરમાં સં. ૧૧૪પના કાર્તિક શુદિ ૧૫ ને રોજ જન્મ એ હતે. નામ ચાંગદેવ પાડ્યું હતું. એટલે સિદ્ધરાજના રાજ્યારોહણુપ્રસંગે એમને છ વર્ષ ચાલતું હતું. ત્યાર પછી એ મોઢ વણિક ચાંગદેવે દેવચંદ્રસૂરિ પાસે જૈન દીક્ષા લીધી, સેમચંદ્રમુનિના નામથી પ્રસિદ્ધ થયા અને તેમના અસાધારણ બુદ્ધિવૈભવથી તેમને સં. ૧૧૬૬ના વૈશાખ શુદિ ૩ (અક્ષયતૃતીયા)ને જ આચાર્ય પદવી આપી હેમચંદ્રસૂરિના નામથી પ્રસિદ્ધ કર્યા. પ્રભાવચરિત્રકાર, સિદ્ધરાજ અને આચાર્યને પ્રથમ મેળાપ, નીચેના શબ્દોમાં વર્ણવે છે – શ્રી સંધરૂપસાગરના કૌસ્તુભ સમાન હેમચંદ્રસૂરિએ એક વખત અણહિલપુર તરફ વિહાર કર્યો. એક દિવસ સિદ્ધરાજ રવાડીએ નગરમાં ફરવા નીકળ્યા તે વખતે બજારમાં એક બાજુ ઊભેલા શ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366