Book Title: Haim Saraswat Satra
Author(s): Bharatiya Vidya Bhavan Mumbai
Publisher: Bharatiya Vidya Bhavan

View full book text
Previous | Next

Page 330
________________ શ્રી. હેમ સારસ્વત સત્રઃ નિબંધસંગ્રહ ૨૯૯ કે તેણે પ્રધાન પ્રાકૃતને માટે પણ જુદું નામ ઈષ્ટ માન્યું નથી. આમ હોય તે એક જ તડાકે નિર્ણય આપવાનું સરલ થઈ પડે કે “મહારાષ્ટ્રીય પ્રાકૃત”નું નામ આ. હેમચંદ્ર નહિ આપ્યું હોવાથી એ નામધારી કરી કઈ પ્રાકૃત હતું જ નહિ; તે જ રીતે “અપભ્રંશ”નું વિશિષ્ટ નામ આ. હેમચ કે નહિ આપ્યું હોવાથી “ગૌર” કે “નાગર” કે “ઉપનાગર” કે “ત્રાચડ” કે “ટાક્ક” એ વગેરે નામ ધરાવતા અપભ્રંશે કદી કાઈ હતા જ નહિ. પરંતુ એમ નથી જ, એ આજે તદન સર્વસ્વીકૃત વાત છે. તે જ રીતે “અપભ્રંશ”ના તેને દેશ પરત્વે સ્વીકારાયેલા “ભૂરિભેદ’ના અસ્તિત્વના વિષયમાં પણ કેઈથી કાંઈ શંકા ઉઠાવી શકાય તેમ નથી. અને ખુદ આ. હેમચંદ્રને પણ તેવો કોઈ વિશિષ્ટ અપભ્રંશ “ મહારાષ્ટ્રી પ્રાકૃત ”ની જેમ જ હૃદયમાં ઇષ્ટ હશે, તેમ સ્વીકારવામાં હૃદયને સકેચ નથી અનુભવો પતે. માત્ર એ અપભ્રંશ કયો હશે, એ જ નિર્ણત કરવાનું તેના સમર્થકોને શિર રહે છે. આપણે ઉપર જોયું છે કે ભોજદેવે “ગૌર્જર અપભ્રંશ” જરૂર ઇચ્છો છે. બેશક જે પ્રસંગમાં આ વિધાન દેવે કર્યું છે, તે તેનાથી કાંઈક ટકોર પાતું થઈ ગયું છે, એ આ પ્રસંગ અહીં આપવાથી સમઝી શકાશે – नात्यन्तं संस्कृतेनैव नात्यन्तं देशभाषया । कथागोष्ठीषु कथयलोके बहुमतो भवेत् ॥ शृण्वन्ति लटभं लाटाः प्राकृतं संस्कृतद्विषः । अपभ्रंशेन तुष्यन्ति स्वेन नान्येन गुर्जराः ।। ભોજદેવ એમ કહેવા ચાહે છે કે પ્રસંગ પડતે બધી ભાષાને પ્રયોગ કરવો. છતાં લોટવાસીઓ એવા છે કે એઓને સંસ્કૃત દીઠું ગમતું નથી; તેઓને તે સુંદર પ્રાકૃત જ ગમે છે; જ્યારે ગુજરદેશવાસીઓ એવા છે કે પિતાને જ અપભ્રંશ પસંદ કરે છે; તેઓને સંસ્કૃત વગેરેનું તે ઠીક પણ બીજા અપભ્રંશનુંયે મેં ગમતું નથી. આ ગુર્જરદેશવાસીઓ કોણ અને તેઓનો અપભ્રંશ કયો? એ “ગૌર્જર” ન હોય તે બીજે કે હઈ શકે? ભાષા અને વિભાષા ગણાવતાં માર્કંડેયે એક “ટાક્કી” નામક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366