________________
શ્રી. હમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ
૨૬૯
અસ્થાને નહીં ગણાય. તેમણે ગુર્જર પ્રજાના કલ્યાણ માટે જે અનનુભૂત કાર્યો, અને સર્વ શ્રેષ્ઠ સાહિત્યનું સર્જન કર્યું છે, તેથી સમસ્ત ગુર્જર પ્રજા તેમની સદાય માટે ૫ણ છે. આજે તેમને જ્ઞાનસત્ર ઊજવી ગુર્જર સમાજ પિતાનું ઋણ અદા કરવા પ્રયુક્ત થયું છે, પણ તેમનું સાચું ઋણ તે ત્યારે જે વાળી શકાય, જ્યારે તેમણે સજેલ મહાન ગ્રંથને ગુજરાતને લોકસમાજ સમજવા પુરતું જ્ઞાન મેળવે, તેમને આદેશ આપેલ નીતિસૂત્રોને સ્વીકાર કરે, અને વિશાળ દષ્ટિબિન્દુ વડે જાહેર કરેલ સંપ્રદાયવાદની મતાંધતાને ત્યાગ કરે, તે જ કંઈક અંશે પણ તે ઋણ અદા કરવા તેમના ઉપદેશામૃત વડે અમલ કર્યો ગણાય.
આ મહાપુરુષના ચરિત્રમાંથી અનેકવિધ પ્રેરણાઓ, તેના ઉપાસકોને મળી શકે તેમ છે. ખરી રીતે તે એક સર્વસંગ્રહ છે. પૌરાણિક ભાષામાં કહીએ તે તે કલ્પવૃક્ષ સમાન છે. તેનું વિવિધ દૃષ્ટિએ અધ્યયન કરવાથી અને જ્ઞાન પ્રાપ્ત થાય છે. ગુજરેશ્વર સિદ્ધરાજના એક સાચા સલાહકાર હતા. તેમની વિદ્વત્તા, સામા મનુષ્યને અભિપ્રાય જાણું લેવાની અપૂર્વ શક્તિ, તેમજ કાર્યદક્ષતા, વગેરે ગુણો વડે તેમણે સિદ્ધનૃપને સંપૂર્ણ વિશ્વાસ મેળવ્યો હતે. કુમારપાળના તે તેઓ સાચા ગુરુ, અને માર્ગદર્શક હતા એટલે તે સર્વભાવથી તેમને પૂજે–વંદે તેમાં નવાઈ જ નથી. પણ તે બન્ને રાજવીઓના રાજ્યકાળમાં આ નરશાર્દૂલે જે અભિનવ કાર્યો કર્યા છે. જે મહાન ગ્રંથે લખી ગુજરાતના ઉપર ઉપકાર કર્યો છે, તેથી આજે પણ ગુજરાત તે પુણ્યક મુનીશ્વરને વદે છે.
તેમને અભ્યાસ અગાધ હતો એમ કહેવા કરતાં, તેમને રચેલા Jથે વિચારવાથી તે સત્ય સ્પષ્ટ જણાઈ આવે છે. તેમને સંસ્કૃત, કાવ્ય, વ્યાકરણ, ન્યાય, છંદશાસ્ત્ર તથા પ્રાકૃતિને ઊંડે અભ્યાસ કર્યો હતો, પણ તેથી તે મહાન બની શક્યા નથી. ખાતકીતિ તરીકે વધુ પ્રસિદ્ધિમાં લાવનાર તે, તેમને સાધેલ સર્વદર્શનના ગ્રંથો અને તેનાં રહસ્યોને સૂક્ષ્મદર્શી પરિચય––અભ્યાસ મુખ્ય હતા. પિતાના ધર્મને ઊંડો અભ્યાસ કરી, તેમણે અન્ય ધર્મોનાં ત તથા તેનાં સાહિત્યનું બારીકાઈથી અનુશીલન કર્યું હતું, એમ તેમણે રચેલા ગ્ર ઉપરથી જ્ઞાત થાય છે. તેમણે કયા ક્યા ધર્મગ્રંથો ઉપર દષ્ટિપાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org