________________
ક્યાશ્રય' અને મુનિરાજ હેમચંદ્રને વૈદિક અને ઈતર બ્રાહ્મણ સાહિત્ય પરિચય
: લેખકઃ કનૈયાલાલ ભાઈશંકર દવે
ઉપક્રમ ભગવાન શ્રી કૃષ્ણ ભગવદગીતામાં અર્જુનને સમામિ યુગેયુગેને આદેશ આપતાં સ્પષ્ટ જાહેર કર્યું છે કે, અમુક સમયના અંતર કાળ, ધર્મ અને બીજા અનેક કારણોને લઈ, પ્રભુ માનવોની વચ્ચે પ્રાદુર્ભાવ પામે છે. તે પ્રાદુર્ભાવ પામનાર દેવી વ્યક્તિમાં કેટલાક એવા અદ્દભૂત ગુણ હોય છે, જેથી સમાજ તેને પૂજે છે--વંદે છે, અને તેનામાં ઈશ્વરાવતારની કલ્પના કરે છે. આવી કેટલીક મહાન વ્યક્તિઓ ભારતવષે પ્રાપ્ત કરી છે, જેઓએ પોતાના અપૂર્વ જ્ઞાનથી અદ્વિતીય જ્ઞાનરાશિથી ભરપૂર ગ્રંથ રચી ભારતની મહાન સેવા બજાવી છે. ભારતવર્ષમાં આવી જે પ્રભાવક વ્યક્તિઓ દૈવી શાન, દેવી શક્તિ, અને બીજા અપ્રતિમ ગુણ ધરાવતી થઈ ગઈ છે, તેનાં ચરિત્રો, ગ્રંથ, અને કાર્યોથી મુગ્ધ થઈ નતમસ્તકે આજે આપણે તેઓને વંદીએ છીએ આવી દૈવી વ્યક્તિઓમાં ભગવાન હેમચંદ્રનું સ્થાન અનેખું છે.
આ મહાન પુરુષને થઈ ગયે આજે ૭૬૫ વર્ષોનાં વહાણું વાયાં છે, છતાં તેમને જ્ઞાનપ્રવાહ હજુ જેને તે આજે પણ, તેમને સજેલા અનેક ગ્રંથમાંથી વહી રહ્યો છે. તેમને અવલકવા વિશાળ દષ્ટિ, અને જ્ઞાનશક્તિ વડે તેમના ગ્રંથનું પદ્ધતિસર અનુશીલન કરવામાં આવે તે જ તે નરરત્નને કંઈપણ પરિચય સાધી શકાય છે. તેમને અનેક વિદ્વતાપૂર્ણ ગ્રંથ લખી એકલા જૈન સંપ્રદાયની જ નહીં પણ સમસ્ત ભારતવર્ષની અમૂલ્ય સેવા બજાવી છે, એમ કહીશું તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org