________________
ગુજરાતી સાહિત્ય પરિષદ
यदेवं साम्राज्ये विजयिनि वितृष्णेन मनसा,
यशो योगीशानां पिबसि नृप ! तत् कस्य सदृशम् ।। (शिखरिणी) “હે રાજન (સિદ્ધરાજ !) રણસંગ્રામની ભૂમિમાં વૈરી રાજાએના હાથ (બાહુ)ની ખાજ–ચળનું મર્દન કરી, નવ ખંડોવાળી આ વસુમતી( પૃથ્વી)ને કેટલા રાજાઓએ (વાસુદેવ, ચક્રવર્તી જેવાઓએ) (પિતાની) ભુજા-દંડ પર ધારણ કરી નથી ? (એમની સાથે એ રીતે તમારી તુલના કરી શકાય, પરંતુ આવી વિશેષતા કક્યાં છે?) પરંતુ એવી રીતે વિજય કરી મેળવેલ સામ્રાજ્ય વિજયવંત –વિદ્યમાન હોવા છતાં, તૃષ્ણા રહિત (નિસ્પૃહ) મન વડે તમે યોગીરોના યશનું પાન કરે છે ? તે કેના સરખું કહેવું?” ( દુશ્મન રાજાના હાથની ચળ (લડવાની) તે ભાંગી નાખી અને હાથ પર નવ ખંડ પૃથ્વી ધારણ કરી અને છતાં તૃષ્ણ વગરનું મન રાખી શક્યો તેથી ખરેખર, મેટા રોગીઓને મહાન યશ તે પ્રાપ્ત કર્યો છે. વિતૃષ્ણ યોગીઓને યશ મહાન રાજા ધારણ કરે એ અદ્દભુત છે અને તેની સાથે સરખાવી શકાય એવી કોઈ ચીજ દુનિયામાં છે નહિ. રાજા લડતે હતે છતાં અલિપ્ત હતા એ ભાવ છે.) . पाद २३. जयस्तम्भान् सीमन्यनुजलधिवेलं निहितवान् ,
वितानैर्ब्रह्माण्डं शुचिगुणगरिष्ठैः पिहितवान् । यशस्तेजोरूपैरलिपत जगन्त्यर्धघुसृणैः, कृतो यात्रानन्दो विरमति न किं सिद्धन तिः ? ॥२३॥ (शिखरिणी)
જેણે સીમ—મર્યાદામાં વિસ્તરેલા સામ્રાજ્યની હદમાં, પ્રત્યેક સમુદ્રની વેલા (મર્યાદા)માં જયરત થાયા--રોપ્યા, જેણે પવિત્ર ગુણથી અત્યંત ગૌરવવાળા ચંદરવા વડે બ્રહ્માંડને આછાદિત કર્યું, જેણે યશ અને તેજપ્રતાપ)રૂપી અર્ધ-કુકમ વડે ત્રણે જગતને લિપ્ત કર્યા જેણે યાત્રા (દિવિજય-યાત્રા) દ્વારા આનંદ કર્યો, તે સિદ્ધરાજ, વિરામ કેમ લેતે નથી? -( અથવા વિરામ કેમ ન ?) (જીવનયાત્રા સિદ્ધરાજે ભારે સરસ કરી. એક તે સમુદ્ર સુધી દેશની હદ જમાવી; બીજું પિતાના ગુણોથી પૃથ્વીને ઢાંકી દીધી; ત્રીજું યશકીર્તિથી પૃથ્વીને લીપી દીધી. આ રીતે જ્ય, વિજય અને ગુણથી જીવનયાત્રા સરળ કરી ખૂબ કર્યું. હજુ પણ એને યાત્રાનંદ–જીવનસાફલ્ય--અટતાં નથી, ખૂબ પ્રશંસા આ રીતે કરી.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org