________________
શ્રી. હેમ રસાસ્વત સત્ર: નિબંધસંગ્રહ
લગતી ઉત્તરક્રિયા કરવામાં આજ્ઞા આપવામાં આવે. રાજ શેઠના મૃત્યુના સમાચાર સાંભળી બહુ ઉદ્વિગ્ન થાય છે અને જીવનની અસ્થિરતાને ગંભીર વિચાર કરવા લાગી જાય છે અને તેની સાથે જ મૃતજનના કુટુંબની કરૂણદશાનું અને તેમાં વળી રાજતરફથી થતી આવી ક્રૂરતાનું બીભત્સ ચિત્ર તેને દેખાય છે. आशाबन्धादहह सुचिरं संचितं क्लेशलक्षः
केयं नीति पतिहतका यन्मृतस्त्र हरन्ति । क्रन्दनारीजघनवसनाक्षेपपापोत्कटाना.
माः किं तेषां हृदि यदि कृपा नास्ति तत्कि अपाऽपि । રાજા કાંઈક વિચાર કરીને કહે છે કે હું જાતે જ ત્યાં આવું છું. પછી રાજા પાલખીમાં બેસીને રાજમહાલય કરતાં પણ વધારે શભિત એવા એ કુબેરના ભવન પાસે આવે છે. ભવન ઉપર કરોડાધીશપણને સૂચવતી ફરફરાટ કરતી કેટલીક દવાઓ ઊડી રહી છે. એક બાજુના મોટા દરવાજા આગળ ગામના સેંકડો મહાજન શોવિવલ ચહેરા સાથે ઊભા રહેલા છે. મકાનની અંદરથી કરુણરુદનને અવિરત ધ્વનિ કાન ઉપર અથડાયા કરે છે. રાજા બહાર ઊભેલા મહાજનને જોઈને આગેવાન શેઠને પૂછે છે કે આ બધા લોકો બહાર કેમ ઊભા છે? શેઠ કહે છે કે રાજાના હુકમનો વાટ જુએ છે. રાજા પૂછે છે કે એમાં રાજાના હુકમની શી જરૂર છે ? તે શેઠ કહે છે કે રાજ્યના નિયમ પ્રમાણે,
જ્યારે રાજ્યાધિકારીઓ ઘરની બધી સંપત્તિને પિતે કબજે લઈ લે ત્યાર પછી જ એમનાથી ઘરમાં પેસી શકાય, અન્યથા એ દંડને પાત્ર થાય. રાજા પાલખીમાંથી ઊતરી કુબેરના ભવનમાં જાય છે. એક આગેવાન શેઠ તેને કુબેરની બધી ઋદ્ધિસમૃદ્ધિનો પરિચય કરાવે છે. રાજમહેલમાં પણ નથી એવી વસ્તુઓ જોઈ રાજા આશ્ચર્યચકિત થાય છે. પછી રાજ કુબેરની માતા પાસે જઈને બેસે છે અને કઈ રીતે અને કયાં કુબેરનું મૃત્યુ થયું એ બધું પૂછે છે. કુબેરનો એક મિત્ર બધી હકીકત કહે છે-“પરદેશ સાથે વેપાર ખેડવા માટે, કુબેર પાટણથી ભરુ ગયો હતો અને ત્યાંથી ૫૦૦-૫૦૦ માણસે જેની અંદર હતા એવાં ૫૦૦ વહાણો માલ ભરી તે પરદેશ ગયો હતો. ત્યાં તેણે એ બધું માલ વેચ્યો અને ૪ કરોડ રૂપિયાને નફે મેળવ્યું. ત્યાંથી પાછા સ્વદેશ આવતાં રસ્તામાં ભયંકર વાવાઝોડું નડયું અને તેના લીધે બધાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org