________________
શ્રી. હૈમ સારસ્વત સત્ર : નિબંધસંગ્રહ
અને ગુજરાતીમાં ભાષાંતર પણ પ્રકટ કરેલ છે.
આ રીતે ઇતિહાસના વિષયમાં સારા પ્રકાશ પાડનાર ગ્રંથની રચના આચાર્યવયે કરી.
(૧૪) “યોગશાસ્ત્ર” કુમારપાળ રાજાના આગ્રહથી યોગશાસ્ત્રીની રચના હેમચંદ્રાચાર્યું કરી. આ ધાર્મિક ગ્રંથ છે. એમાં યોગની વ્યાખ્યા કરી એને મેક્ષનું કારણ જણાવ્યું છે. ગુણસ્થાનમાં ચઢતો જાય તેમ યોગમાં પ્રગતિ કરે એ નજરે એમણે—માનુસારીપણાથી યોગની શરૂઆત કરી છે. એમાં શ્રાવક–જેનના ગુણે વર્ણવ્યા છે. યમ, નિયમ, આસન, પ્રાણાથામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણ અને સમાધિનું સ્વરૂપ વિગતવાર બતાવ્યું છે અને પ્રથમના ચાર પ્રકાશ પર વિગતવાર ટીકા લખી છે. એમાં કથાઓ પણ ગઠરી ગ્રંથને વ્યાપેય બનાવ્યો છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર એ આત્મા છે એમ જણાવી આત્મિક ગુણોને ખૂબ બહલાવ્યા છે અને કેટલા પ્રકાશમાં સ્વાનુભવ બતાવી યોગના વિષઅને પરાકાષ્ઠાએ મૂક્યા છે. આ ગ્રંથ કુમારપાળ રાજાના આત્મશ્રેય માટે લખ્યો છે એમ ગ્રંથને છે. જણાવી આશીર્વાદ આપે છે. આ ગ્રંથ ખૂબ પ્રસિદ્ધ છે અને તેના પર અનેક જાતની ચર્ચાઓ થયેલ છે. એના બાર પ્રકાશ છે આ ગ્રંથ આત્મિક પ્રગતિ માટે વાંચવા-વિચારવા યોગ્ય છે. ગ્રંથનું પૂર (ટીકા સાથે) ૧૨૦૦૦ “લોક જેટલું છે અને મૂળ ગ્રંથ અનુષ્ણુભ છંદમાં રચવામાં આવ્યો છે. ગ્રંથને છેડે લખે છે કે:---
श्रीचौलुक्यकुमारपालनृपतेरत्यर्थमभ्यर्थनादाचार्येण निवेशिता पथि गिरां श्रीहेमचन्द्रेण सा ।
આ ગ્રંથ કુમારપાળ ચિલુની અભ્યર્થનાથી ઓ એ અહીં સ્પષ્ટ થાય છે.
(૧૫) “વીતરાગ-રસ્તા” આ ગ્રંથ પણ કુમારપાળ રાજાના આગ્રહથી તેના હિત માટે રચવામાં આવ્યો છે. આમાં તીર્થકર વીતરાગની સ્તુતિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org