________________
છે. હેમ સારસ્વત સવઃ નિબંધસંગ્રહ
સાધે છે. એ તને જે માર્ગ બતાવે તેને તું નિઃસંશય મુક્તિને સાચે કાર્ગ સમજજે”
તે સ્વપ્નમાં છે કે જાગૃતિમાં એને જે નિર્ણય કરી શક્યો નથી એ રાજા આ દેવવાણી સમજવાને હજી પ્રયત્ન કરે છે ત્યાં તે મંદિરના ગર્ભગૃહમાં તે માત્ર પિતાને ધ્યાનસ્થ મુનિને અને સમનાથના શિવલિંગને જ જુએ છે,
થોડીવારે જાણે કોઈ ઊંડી ગુફામાંથી આવતા હોય તે વનિ સંભળાય છે “કુમારપાળ !'
અદ્દભુતના દર્શનથી જે પુનિત બન્યું છે, કૃતકૃત્ય બન્યો છે એવો રાજા પરમ ભક્તિના આવેશમાં સુરિ હેમચંદ્રના ચરણમાં પડે છે, અને કહે છે, “મહારાજ! મારી શંકાનું નિવારણ થયું છે. મને આદેશ આપે.”
સુરિ રાજાને ઉઠાડી ઊભો કરે છે અને કહે છે, “રાજન ! આજથી માંસભક્ષણ અને મદિરાને ત્યાગ કર અને મારે આશીર્વાદ છે કે તારું પરમ કલ્યાણ થાઓ.
એ પછી દેવતાના દર્શનથી જેનાં નેત્રોમાં વિશુદ્ધિનાં અંજન અંજાય છે એ રાજા અને સૂરિ હેમચંદ્ર પ્રસન્ન વદને એ સેમિનાથના મંદિર બહાર આવે છે. માનવમેદની પણ જાણે કલ્યાણની વર્ષા વરસે છે.
માનવજીવન અનંત નથી એની સાચી પ્રતીતિ એક મૃત્યુ સિવાય બીજા કશાથી થતી નથી. સૂરિ હેમચંદ્રની કાયા પણ માનવીની
છે અને જરા મૃત્યુની ચૂડથી પર નથી. આજ ચોર્યાશી વર્ષના ઉજજવળ જીવનપ્રવાસને અંતે પ્રાન્ત પચિકની જેમ હવે એ જીવનલીલા સંકેલે છે. આગામી મૃત્યુનાં પગલાં તેમને સ્પષ્ટ સંભળાય છે. પિતે માનવી છે અને ભૂલને પાત્ર છે એ સત્ય દષ્ટિ સન્મુખ રાખી અંતઃશુદ્ધિ માટે તેમણે છેવટ સુધી અવિરત પ્રયત્ન કર્યો છે.
રામચંદ્ર અને ગુણચંદ્ર, યશશ્ચંદ્ર અને ઉદયચંદ્ર, વર્ધમાનગણું અને મહેન્દ્રમુનિ એ સૌ શિષ્યો ગુરુની અંત સમયની પ્રાયોપદ્માન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org