________________
શ્રી. હૈમ સારસ્વત સત્ર: નિબંધ સંગ્રહ
૧૨૭
श्लेषः प्रसादः समता माधुर्य सुकुमारता ।
अर्थव्यक्तिरुदारत्वमोजः कान्तिसमाधयः । એ વૈદ રીતિના ગુણે રામચન્દ્રની કૃતિઓમાં ઠીકઠીક ખીલેલા માલુમ પડે છે. “નલવિલાસ'માં નાટકના પ્રાણુરૂપ વિવિધ રસે પરમ કોટીમાં રચવાનો દાવો રામચંદ્ર ગર્વ પૂર્વક કર્યો છે, તે કંઈ ખોટું નથી. શ્રી. રામનારાયણ પાઠક કહે છે તેમ, શાર્દૂલવિક્રીડિત વગેરે લાંબાં વૃત્તોની રચનામાં અને અન્યત્ર પણ ભવભૂતિની અસર આ કવિ પર દેખાય છે, છતાં સરલતા, પ્રસાદ અને માધુર્ય તેના ખાસ ગુણ તો છે જ.
- રામચંદ્ર ધાર્મિક કરતાં વૈકિક સાહિત્ય સધારે સક્યું છે. તેણે પિતાનાં કેટલાંક નાટકનું વસ્તુ પણ લોકકથાઓમાંથી લીધું છે. એ કાળમાં રામચંદ્રનાં નાટક ભજવાતા હશે, અને વિષયની અને ભાષાની સરલતા, રચનાની પ્રવાહિતા અને પ્રશંસાગ્ય રસનિષ્પત્તિને કારણે ઠીકઠીક લોકપ્રિય થયાં હશે. મૂળ કથાનકમાંના ચમત્કારિક પ્રસંગે લેખકે “નલવિલાસમાં’ યુક્તિપુર જતા કર્યા છે એ બતાવે છે કે એ નાટક ભજવવા માટે લખાયું તેવું જોઈએ.
રામચન્દ્ર સમગ્ર સાહિત્યશાસ્ત્રના જ્ઞાતા હતા. પિતે શબ્દશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, અને કાવ્યશાસ્ત્રના જાણનાર–વિદ્યવેદી’—-હેવા છતાં કવિત્વ માટે પૃહા ધરાવે છે એમ “નાયયદર્પણ”ના આરંભમાં જ તેમણે જણાવ્યું છે–
प्राणाः कवित्वं विद्यानां लावण्यमिव योषिताम् ।
विद्यवेदिनोऽप्पस्मै ततो नित्यं कृतस्पृहाः ।। “નાટયદર્પણમાં પિતાનાં અગિયાર નાટકે સુદ્ધાંત ચુંમાળીસ નાટકમાંથી તેમણે ઉદાહરણો આપ્યાં છે એ તેમનું બાળું વાચન બતાવે છે. નાટયશાસ્ત્ર અને પ્રમાણુશાસ્ત્ર એ બન્નેના તેઓ સારા જ્ઞાતા હતા એ તો તેમના ગ્રન્થ જ બતાવી આપશે.
માત્ર હેમચન્દ્રના શિખ્યામાં જ નહિ પરંતુ તેમના સમકાલીમાં રામચન્દ્રની સાહિત્ય પ્રવૃત્તિ સૌથી વિશાળ અને વિવિધ છે. ગુજરાતમાં
૫. “જૈન સાહિત્ય સંશોધક” ખંડ ૩, અંક ૨ માં “નલવિલાસ નાટક ' વિષે શ્રી રામનારાયણ પાઠકનો લેખ. હે.સા.સ.-૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org